________________
299
શ્રી દેવસૂરિ ચરિત્ર
ત્યારે શ્રી દેવસૂરિ કહેવા લાગ્યા કે — ‘કદાચ ભારતીની પ્રસાદથી જય ન થાય, તો સત્યજ્ઞાનીઓને સંકોચ કે ઉલ્લાસ પામવાનું કારણ છે ?’
એટલે થાહડ બોલ્યો — ‘હે નાથ ! ત્યાં રહેલ શાંબરે ધનનો વ્યય કરતાં કોશાધ્યક્ષથી ગાંગિલાદિકને વશ કર્યા છે.
ગુરુએ જણાવ્યું
‘હજી દેવગુરુ જાગ્રત છે, માટે તમારે અસ્થાને દ્રવ્યનો વ્યય ન કરવો.' એવામાં નગરની અંદર આવેલ કુમુદચંદ્રે શ્વેતાંબરનો જય કરવાની પોતાની ઉન્નતિ બતાવવા માટે પત્રો લટકાવી દીધાં. એટલે યતિઓના દરેક ઉપાશ્રયે વીશ દિવસ જળ–તૃણ મૂકીને વાઘો વગડાવ્યા. તેના પક્ષમાં ત્રણ કેશવ સભ્ય થઈને રહ્યા, તેમજ બીજા પણ નૂતનદર્શની બધા તેના પક્ષમાં ગયા.
તે વખતે થાહડે દિગંબરની જયલક્ષ્મીના શૃંગારરૂપ ત્યાં રાજ દ્વાર પર લટકતું પત્ર ફાડી નાખ્યું, એટલે સિદ્ધરાજે શ્રીપાલના મુખથી બધો વૃત્તાંત જાણીને તેણે ધંતાંબર અને ડિંગબરને ત્યાં બોલાવ્યા, અને સભાની વ્યવસ્થા કરીને સત્વર પોતાના દૂતને મોકલ્યો તેમજ તેમનો સંવાદ ઉતારી લેવા માટે ગાંગિલ મંત્રીને તેણે આદેશ કર્યો, પછી મંત્રીએ સારું કરવા માટે શ્રી દેવસૂરિને બોલાવ્યા.
એવામાં કોઈ બ્રાહ્મણ આવીને કંઈ જાત્યનુભવથી પોતાની વિશિષ્ટતા બતાવવાની ખાતર કહેવા લાગ્યો ‘દંતસમૂહના પરિચયથી પોતાની સ્થૂલ સ્તુતિ તથા ભિક્ષાપિંડની ભક્ષણવિધિમાં પવિત્રતા સાંભળીને અહો ! શરીર શુદ્ધિના વિષયમાં જળ તો જેમને સાક્ષી રૂપ છે, તે શ્વેતાંબરો પણ કૌતુકથી ઇશ્વર સમક્ષ જલ્પોત્સવ–વાદ શા માટે ઇચ્છતા હશે ?'
ત્યારે દેવસૂરિ સ્ફૂર્તિ લાવીને બોલ્યા કે — ધીવરો (મચ્છીમારો) મીમાંસ અને આસક્તિયુક્ત હોય છે, તેથી શૌચાચારની વિચારણા તમને ઉચિત છે. પરંતુ કહ્યું છે કે — વિચાર કરો કે અહો ! જઠરના મધ્ય ભાગમાં રહ્યા છતાં અલ્પ મળ જે જળથી દૂર થઈ શકતો નથી, તો અરૂપી આત્મામાં રહેલ પાતક રૂપ કાદવ તે જળથી શી રીતે દૂર થઈ શકે ? અર્થાત્ ન જ થઈ શકે.'
=
એવામાં માણિક્ય નામે શિષ્ય બોલ્યો કે ‘આ બ્રાહ્મણનો શો દોષ છે ? વિવેકમાં બૃહસ્પતિ સમાન અહીં સિદ્ધરાજ ઉપાલંભ પાત્ર છે. લોકોમાં સંસ્કાર અને સૂત્રપાલનમાં હૃદયોની સ્થિતિ ચાર પ્રકારની છે અને અન્ય અન્ય રૂપથી શરીર, મન, વચન અને કાયા રૂપ છે. કર્ત્તવ્યશાળી પુરુષોને સદા અકૃત્ય અને કૃત્યની તુલના હોય છે. અહીં બ્રાહ્મણોનું જે પ્રધાનત્વ છે, તે દર્શનોને વિડંબના રૂપ છે.’
એ પ્રમાણે ઉહાપોહ થવાથી તેમણે ગાંગિલ મંત્રીને સંબંધ ન લખી આપ્યો. પછી પ્રભાતે આવેલ ગાંગિલ મંત્રીને રાજાએ પૂછ્યું કે ‘બંને વાદીઓનો સંબંધ તમે લખી લીધો છે કે નહિ ?'
• તમે લખી
એટલે તેણે જણાવ્યું કે – ‘એમની અપવિત્રતાથી રાજસભામાં સ્થિતિ ઉચિત ન લાગી, તેથી મેં સંબંધ લખ્યો નથી.' આથી સમુદ્ર જેમ વડવાનલને ધારણ કરે, તેમ હૃદયમાં કોપાનલને ધારણ કરતો રાજા કહેવા લાગ્યો કે — ‘એ પ્રમાણે સદસત્ મનુષ્યના વિશેષને જાણનાર એવા તારા માટે જે વ્યય થાય છે, તે અલંકારથી આરોપણ કરેલ પ્રશંસા સમાન છે. પ્રાજ્ઞ જનોનો ગૌર વર્ણ પણ કાળ જેવો જ ભાસે છે. પરંતુ આ સંબંધમાં તારો લેશ પણ દોષ નથી, પણ મારું જ અવિચારીપણું છે, પરંતુ તું નાગર—નગરવાસી હોવા છતાં દર્શનશાસ્ત્રથી