________________
શ્રી દેવસૂરિ ચરિત્ર
=
કર્મ કરવા લાગ્યો. એટલે એકવાર પોતાના ચૈત્ય પાસે થઈને ગોચરી માટે જતી એક વૃદ્ધ સાધ્વીને તે ઉપસર્ગ કરવા તત્પર થયો, ત્યાં સાહસી એવો તે દિગંબર પાપવૃક્ષના પલ્લવ સમાન પલ્લવોને એક કુંડાળામાં ભરીને તેમાં તે સાધ્વીને નચાવવા લાગ્યો. ત્યારે લોકોમાં તેનો એવો અવર્ણવાદ થયો કે — ‘અહો ! આ દુષ્ટ પાપી દિગંબર, વૃદ્ધ સાધ્વીને વિડંબના પમાડે છે.' પછી કેટલાક દયાળુ પુરુષોએ છોડાવતાં તે સાધ્વી આચાર્ય મહારાજના ઉપાશ્રયે આવી અને ગદ્ગદ શબ્દથી તે હકીકત કહેવા લાગી. ત્યારે આચાર્યે તેને પૂછ્યું કે ‘તેણે તારું શું અપમાન કર્યું ? એટલે જરા અને શોકથી દબાયેલ સાધ્વીએ તેમની આગળ વ્યક્ત સ્વરે બધો વ્યતિકર કહી સંભળાવ્યો અને પુનઃ તે કહેવા લાગી કે — ‘મારા ગુરુએ તમને વૃદ્ધિ પમાડ્યા,ભણાવ્યા અને આચાર્યપદે સ્થાપ્યા, તે ખરેખર ! અમારા જેવાની વિંડબના માટે જ ! બિભત્સદર્શની આ દિગંબરે પોતાના દુષ્ટ જનોના હાથે, રાજમાર્ગે જતાં મને અનાથની જેમ ભારે ઉપદ્રવ પમાડ્યો, તો આ નિષ્ફળ તમારી વિદ્વત્તા અને પ્રભુતાનું ફળ શું ? જો હાથમાં રહેલ શસ્રથી શત્રુ ન હણાય, તો તેવા શસ્ત્રથી શું ? શમ અને સમતારૂપ મહાલતાનું ફળ શું દૃઢ પરાભવ હશે ? રાહુ પોતાની ઇચ્છાનુસાર ચંદ્રમાને ગ્રસ્ત કરે છે અને મૂકી દે છે. આજે તમારા પરાક્રમનો સમય છે અને વિદ્યાનું આ ફળ છે. ધાન્ય શુષ્ક થઈ જાય અને ધન નષ્ટ થાય, તે વખતે મેઘનું વરસવું શા કામનું ?'
297
એ પ્રમાણે સાંભળતાં દેવસૂરિ ક્રોધથી દુર્ધર વચન કહેવા લાગ્યા કે ‘હે આર્યે ! તમે વિષાદ ન કરો, એ દુર્વિનીત પોતે પતિત થશે.’
એટલે સાધ્વી બોલી કે
રહેલ સંઘ તો નેતરની જેમ
=
‘એ દુર્વિનીત તો પતિત થશે કે નહિ, પરંતુ તમારા પર આધાર રાખીને બેસી પતિત થશે જ.'
-
'3
ત્યારે આચાર્ય બોલ્યા ‘હે ભદ્રે ! જો તમે સ્થિર ચિત્તથી અવલોકન કરો, તો મુક્ત - મોતીઓને વીંધાવાનું હોય, પણ પરોવેલા મોતીને નહિ.' પછી તેમણે પોતાના માણિક્ય શિષ્યને જણાવ્યું ભદ્ર ! શ્રીપાટણના સંઘ પ્રત્યે મારી વિનયયુક્ત વિજ્ઞપ્તિ લખ.’ એટલે ગુરુના આદેશ પ્રમાણે તેણે સ્કુટાક્ષરે વિજ્ઞપ્તિ લખી અને તે ગુરુને બતાવી. આચાર્ય તે આ પ્રમાણે વાંચવા લાગ્યા — ‘સ્વસ્તિશ્રી જિનેશ્વરને નમન કરીને કર્ણાવતીથી શ્રીદેવસૂરિ ભક્તિપૂર્વક શ્રીઅણહિલ્લપુરના સંઘને વિજ્ઞપ્તિ કરે છે કે - અહીં દિગંબર વાદી સાથે વાદ કરવાનો નિશ્ચય કરેલ હોવાથી અમારે ત્યાં સત્વર આવવાનું છે.’ એ પ્રમાણે વિજ્ઞપ્તિ શીઘ્ર ગમન કરનાર એક પુરુષના હાથમાં આપી એટલે તે ત્રણ પ્રહરમાં ગુર્જર રાજધાનીમાં પહોંચ્યો ત્યાં શ્રીસંઘે ભોજન, વસ્ત્રાદિકથી તેનો આદરસત્કાર કર્યો અને પ્રતિલેખ આપીને તેને તરત જ પાછો મોકલ્યો. તેણે દેવસૂરિ પાસે આવતાં પ્રમોદપૂર્વક શ્રીસંઘનો આદેશ સમર્પણ કર્યો. એટલે તેને લલાટે સ્થાપન કરતાં ખોલીને આચાર્ય આ પ્રમાણે વાંચવા લાગ્યા — ‘સ્વસ્તિ શ્રી તીર્થનાયકને વંદન કરીને પાટણથી શ્રીસંઘ હર્ષપૂર્વક કર્ણાવતીમાં બિરાજમાન અને પરવાદીઓના જયથી પ્રકૃષ્ટ એવા શ્રી દેવસૂરિને આદેશ કરે છે કે — હે વાદીવિશિષ્ટ ! તમારે અહીં સત્વર આવવું અને વળી વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ સદ્ગુરુ પાસે અભ્યાસ કરનાર અને શૈવમતના વાદીને જીતનાર એવા મુનિચંદ્રસૂરિ મહાત્માના શું તમે શિષ્ય શિરોમણિ નથી ?વર્તમાનકાળે શ્રીસંઘનો ઉદય તમારા પર જ રહેલો છે, માટે અહીં શ્રી સિદ્ધરાજને વિનંતિ કરીને અમે તમારા વિજયને કૌતુકપૂર્વક પોતાનો વિજય સમજીને અવશ્ય જોઈશું. વળી હે પ્રભો ! તમારા વિજય નિમિત્તે અહીં ત્રણસો શ્રાવક અને સાતસો
—