________________
શ્રી દેવસૂરિ ચરિત્ર
295
એ શ્લોકનું વિવરણ આ પ્રમાણે છે -
એક પ્રત્યક્ષ પ્રમાણને માનનારા ચાર્વાક; પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણને માનનારા બૌદ્ધ અને વૈશેષિક; પ્રત્યક્ષ અનુમાન અને આગમ–એ ત્રણ પ્રમાણને માનનારા સાંખ્યો; પ્રત્યક્ષ, અનુમાન. આગમ અને ઉપમાન–એ ચાર પ્રમાણને માનનારા નૈયાયિક; પ્રત્યક્ષ, અનુમાન આગમ ઉપમાન અને અર્થપત્તિ– એ પાંચ પ્રમાણને માનનારા પ્રભાકર પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થપત્તિ અને અભાવ-એ છ પ્રમાણને માનનારા મીમાંસક, એ છએ પ્રમાણવાદીઓને ઇચ્છનાર એવો હું દેવબોધ ક્રોધાયમાન થતાં વિષ્ણુ, બ્રહ્મા અને સૂર્ય પણ મુંગા બેસી રહે છે, અર્થાત્ મારી સામે કાંઈ બોલી શકતા નથી, તો પટુવાદી વિદ્વાન મનુષ્યો મારી આગળ શું માત્ર છે ?'
હવે બાહડ નામે એક ધાર્મિક ધનવાન હતો, તેણે ગુરુચરણે નમસ્કાર કરીને વિનંતી કરી કે – “હે ભગવન્! મને શુભ કાર્યનો આદેશ કરો કે જેમાં હું મારા ધનનો વ્યય કરું.’
ત્યારે ગુરુ મહારાજ કહેવા લાગ્યા કે – “હે ભદ્ર ! જિનાલયમાં દ્રવ્યનો વ્યય કરવાથી તે સફળ છે.” એમ આદેશ થતાં બાહડ શ્રાવકે હિમાલય સમાન ધવલ અને ઉન્નત કુંભ અને મહામણિઓથી વિરાજિત એવો જિનપ્રાસાદ કરાવ્યો, તેમજ તેજથી ચંદ્રકાંત અને સૂર્યકાંત મણિની પ્રભાને જીતનાર એવું શ્રી વર્ધમાન સ્વામીનું તેણે અદ્ભુત બિંબ કરાવ્યું.
એવામાં વિક્રમ સંવત ૧૧૭૮ વર્ષ વ્યતીત થતાં આરાધના વિધિ પૂર્વક અનશન કરીને શમામૃતના કલ્લોલથી વ્યાપ્ત એવા શ્રી મુનિચંદ્રસૂરિ સ્વર્ગે ગયા. પછી એક વર્ષ વ્યતીત થતાં શ્રી દેવસૂરિ પાસે પ્રમોદ પૂર્વક શ્રી વીરબિંબની બાહડે પ્રતિષ્ઠા કરાવી.
હવે શ્રીદેવસૂરિ નાગપુરમાં ગયા, ત્યાં શ્રીમાનું આહલાદન રાજા તેમની સામે આવ્યો, તે વખતે આર્ય ‘આચારમાં કુશળ ભાગવતેશ્વર તે દેવબોધ ત્યાં આવ્યો અને તેણે આચાર્યને પ્રણામ કરીને આ પ્રમાણે એક શ્લોક કહી સંભળાવ્યો -
यो वादिनो द्विजिह्वान्, साटोपं विषममानमुद्रितः ।
મતિ સતેવસૂરિ - નરેન્દ્રવંદઃ વર્શ ન થાત્ ?” | ૨ અમિત અભિમાન રૂપ વિષ વમતાં વાદી રૂપ સર્પોને જે શમાવે છે, તે શ્રી દેવસૂરિ નરેન્દ્રને વંદનીય કેમ ન થાય ?
રાજાએ મહાભક્તિપૂર્વક તેમને નગરમાં સ્થાપન કર્યા, એટલે તત્વાર્થના જ્ઞાતા એવા તે ગુરુ ભવ્ય જનોને પ્રતિબોધ આપવા લાગ્યા. એવામાં સિદ્ધરાજ રાજાએ તે નગરને ઘેરો ઘાલ્યો, પણ ત્યાં દેવસૂરિ હજી બિરાજમાન છે, એમ જાણીને તે પાછો ફર્યો અને ચિંતવવા લાગ્યો કે - “મારા તે મિત્ર અહીં નગરમાં વિદ્યમાન છે, માટે દુર્ગ લઈ ન શકાય.” પછી આચાર્ય મહારાજને રાજાએ ભક્તિ પૂર્વક પાટણમાં બોલાવ્યો, ત્યાં વર્ષાકાળમાં તેમને રાખીને પોતે આલાદન રાજા પર ચડાઈ કરી અને સિદ્ધરાજે સત્વર દુર્ગ કબજે કરી લીધો.
પછી એકવાર ઉત્કંઠિત થયેલ કર્ણાવતીના શ્રી સંઘે ચાતુર્માસને માટે ભક્તિ પૂર્વક શ્રીદેવસૂરિને બોલાવ્યા, એટલે શ્રી સંઘના આદેશને માન આપીને આચાર્ય ત્યાં પધાર્યા અને શુદ્ધ-ઉપાશ્રય મેળવીને તેમણે ત્યાં રહેવાનો