________________
294
શ્રી પ્રભાવક ચરિત્ર
- વલી મેરુને કુલપર્વતોની જેમ વિદ્વાન વિમલચંદ્ર પ્રભાનિધાન હરિચંદ્ર, પંડિત સોમચંદ્ર, કુળભૂષણ પાર્થચંદ્ર, પ્રાજ્ઞ શાંતિચંદ્ર, તથા ચંદ્ર સમાન નિર્મળ યશથી ઉલ્લાસ પામતા અશોકચંદ્ર – એ તેમના મિત્રો હતો.
પછી વિદ્વાન શ્રી રામચંદ્ર મુનિને યોગ્ય જાણીને ગુરુ મહારાજે તેમને આચાર્યપદે સ્થાપ્યા અને દેવસૂરિ એવું તેમનું નામ રાખ્યું.
હવે શ્રી દેવસરિના પિતા વીરનાગની બહેન કે જે પર્વે વ્રતધારી હતી. એટલે પાપાંકને દૂર કરનાર એવી તેણીને મહાપ્રતિષ્ઠા પૂર્વક મહાવ્રત આપીને ગુરુએ ચંદનબાળા એવું તેણીનું નામ રાખ્યું.
એક વખતે ગુરુની અનુમતિથી શ્રી દેવસૂરિએ ધવલક નામના નગરમાં વિહાર કર્યો, ત્યાં ધાર્મિક શિરોમણિ એવો ઉદય નામે પ્રસિદ્ધ શ્રાવક હતો. તેણે શ્રી સીમંધર સ્વામીનું બિંબ કરાવ્યું હતું. તે બિંબની પ્રતિષ્ઠાને માટે સદ્દગુરુનો નિશ્ચય કરવા ત્રણ ઉપવાસ કરીને તેણે શાસનદેવીની આરાધના કરી, એટલે દેવીએ તેને આદેશ કર્યો કે – “યુગપ્રધાન સમાન શ્રીદેવસૂરિના હાથે એ બિંબની પ્રતિષ્ઠા કરાવ.” પછી તે શ્રાવકની પ્રાર્થનાથી આચાર્ય મહારાજે તે બિંબની પ્રતિષ્ઠા કરી. ઉદાવસતિ નામે તે ચૈત્ય અદ્યાપિ વિદ્યમાન છે.
એકવાર નાગપુર તરફ વિહાર કરવાની ઇચ્છાથી આચાર્ય મહારાજ અર્બદ પર્વત પાસે આવ્યા અને શિષ્યો તથા શ્રાવકોના આગ્રહથી તેઓ અબુંદ ગિરિ પર ચડ્યા. તે વખતે અંબાપ્રસાદનો મંત્રી તેમની સાથે પર્વત પર આરોહણ કરતો હતો. એવામાં કર્મની વિચિત્રતાથી તેને પગે સર્પ કરડ્યો, તે જાણવામાં આવતાં ગુરુએ તેને પાદોદક (પગધોવણ) આપ્યું; તેનાથી પગ ધોતાં તરત જ સર્પનું વિષ દૂર થઈ ગયું. પછી સંસાર–સાગરના તારક એવા શ્રી યુગાદિદેવને નમસ્કાર કરીને શ્રીગુરુએ પ્રત્યક્ષ થયેલ શાસનદેવી શ્રી અંબાદેવીની સ્તુતિ કરી. એટલે દેવી કહેવા લાગી કે – “બહુમાનને લીધે મારે તમને કંઈક કહેવાનું છે. સપાદલક્ષ દેશ દૂર છે ત્યાં તમે મારા વચનથી ન જાઓ. કારણકે તમારા ગુરુજીનું આજથી આઠ માસનું આયુષ્ય બાકી છે, માટે તમે સત્વર અણહિલપુર તરફ પાછા ફરો.' એમ કહીને દેવી અંતર્ધાન થઈ ગઈ.
પછી આચાર્ય ચિંતવવા લાગ્યા કે – “અહો ! માતાની જેમ અંબાદેવીનું મારા પર કેટલું બધું વાત્સલ્ય છે ?' એમ ધારી ત્યાંથી પાછા ફરીને દેવસૂરિ સત્વર ગુરુ પાસે આવ્યા અને દેવીનું વચન તેમણે ગુરુને કહી સંભળાવ્યું, એટલે પોતાના કાળજ્ઞાનથી તે અત્યંત સંતોષ પામ્યા.
હવે એકવાર ઘણા વાદના જયથી મસ્ત બનેલ એવો દેવબોધ નામે એક ભાગવતદર્શની શ્રી અણહિલપુરમાં આવ્યો, અને મદોન્મત્ત થયેલ તેણે રાજદ્વાર પર અવલંબનપત્ર લટકાવ્યું કે જેમાં તેણે પંડિતોને દુર્બોધ એવો આ પ્રમાણે એક શ્લોક લખેલો હતો –
વિિિત્રવતઃપંપાબેનને ન વ: |
રેવવોથે ય શુદ્ધ પામેન નેના :” ૨ | બુદ્ધિમાનોને પણ દુર્બોધ એ શ્લોક જોઈને વિદ્વાનો બધા સૂર્યદર્શનની જેમ પોતાના લોચનને બંધ કરવા લાગ્યા. ત્યારે છ મહિનાને અંતે પ્રસાદ મંત્રીએ રાજાની સમક્ષ સુજ્ઞશિરોમણિ એવા દેવસૂરિ ગુરુ બતાવ્યા. બુદ્ધિના નિધાન શ્રી દેવસૂરિએ ગિરિનદીનો પ્રવાહ જેમ પર્વતશિલાને ભેદે, તેમ રાજાની સમક્ષ તે શ્લોકનો ભેદ કરી બતાવ્યો, જેથી રાજાએ તેમને મિત્રસમાન માની લીધા.