________________
શ્રી દેવસૂરિ ચરિત્ર
293
દેતા તે ગૃહપતિને તેણે જોયો. કારણ કે પોતાના દુર્ભાગ્યના ઉદયથી તે દ્રવ્યને કાંકરા અને અંગારરૂપે જોતો હતો. આથી અત્યંત વિસ્મય પામેલ પૂર્ણચંદ્ર કહેવા લાગ્યો કે – મનુષ્યોને સંજીવન-ઔષધ સમાન આ પુષ્કળ દ્રવ્યને તમે શા માટે નાખી દો છો ?' મારા
એ પ્રમાણે તેના કહેવાથી પેલો ગૃહસ્થ વિચાર કરવા લાગ્યો કે - “આ બાળક પુણ્યશાળી લાગે છે.’ પછી તેણે બાળકને જણાવ્યું કે – “હે વત્સ ! આ દ્રવ્ય તું મને વાંસના પાત્રમાં નાખીને આપ. એમ કહેતાં તે બાળકે પાત્રોમાં તે ભરીને ગૃહસ્થને આપ્યું. એટલે તેના કર સ્પર્શના માહાભ્યથી ગૃહસ્થને તે બધું દ્રવ્ય જોવામાં આવ્યું. અહો ! પુણ્ય–પાપનું સાક્ષાતુ આવું અંતર જોવામાં આવે છે. પછી તે શ્રેષ્ઠીએ બધું ધન પોતાના ઘરની અંદર દાટી દીધું. ત્યારે બાળકે મીઠાઈ લેવા માટે એક સોનામહોર તેની પાસે માગી. તે શ્રેષ્ઠીએ આપતાં બાળક ખુશી થતો પોતાના ઘરે આવ્યો અને પોતાના પિતાને તે બધી હકીકત સંભળાવીને પ્રમોદથી તે સોનામહોર આપી. વીરનાગે એ બધો વૃત્તાંત ગુરુ મહારાજને નિવેદન કર્યો. જે સાંભળતાં ગુરુ સંતોષ પામીને ચિંતવવા લાગ્યા કે – આ બાળક શું પુરુષોત્તમ છે? કે જેને ઇચ્છતી લક્ષ્મી પોતાનું રૂપ બતાવે છે. લોકોરૂપ કમુદોને આનંદ પમાડવામાં ચંદ્રમા સમાન ચળકતી પ્રભાયુક્ત એ બાળક જો મારો પ્રિય શિષ્ય થાય, તો શાસનની ભારે ઉન્નતિ થાય.” - પછી ગુરુએ વીરનાગને જણાવ્યું કે – “હે ભદ્ર ! અમારું વચન સાંભળ. તને જે શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત થાય, તે તારે ભક્તિથી કોને આપવી જોઈએ ?
એ પ્રમાણે સાંભળતાં વીરનાગ કહેવા લાગ્યો કે- “આપ પૂજ્ય અમારા કુળગુરૂ છો પણ હું એક પુત્રવાળો છું. વળી વૃદ્ધ હોવાથી મારું જીવન એ પુત્રના આધારે છે. હું એનો પિતા, અત્યારે કયો વ્યવસાય કરી શકે ? વળી અન્ય સંતાનરહિત એવી એની માતા પણ વૃદ્ધ થઈ ગઈ છે. તો હું શું કહું? આ બાબતમાં આપ પૂજયનો જો આગ્રહ હોય, તો મારે કંઈ જ વિચાર કરવાનો નથી, એ બાળકને આપ ગ્રહણ કરો.”
ત્યારે ગુરુ મહારાજ બોલ્યા – “મારા ગચ્છમાં પાંચસો સાધુઓ છે, તે બધા તારા પુત્રો જ છે. તો આ એકને માટે તારો આગ્રહ કેવો? વળી આ શ્રાવકો તને યાવજીવ ગુજરાન આપશે માટે અહીં બેસીને પરલોકના શંબલરૂપ ધર્મનું નિશ્ચિતપણે સેવન કર.' પછી આદેશનું પ્રમાણ કરનાર તે બાળકની માતાને મનાવીને ગુરુએ ભક્તિશાળી પૂર્ણચંદ્રને દીક્ષા આપી, અને શાસનને ઉલ્લાસ પમાડનાર, સંઘરૂપ સાગરને વૃદ્ધિ પમાડનાર તથા આનંદી આકૃતિને ધારણ કરનાર એવા તેનું રામચંદ્ર એવું નામ રાખ્યું, કે દુર્નયરૂપ કલંકને દૂર કરી જેની પ્રજ્ઞા દુર્ગમ શાસ્ત્રોની પણ ઉપકારી બની તે મુનિની શું વાત કરવી ? દુર્ગમશાસ્ત્રોના પણ રહસ્યને જાણનાર થવાના છે, તે શું સામાન્ય કહેવાય? પછી તર્ક, લક્ષણ તથા સાહિત્યવિદ્યાનો પારગામી એવા રામચંદ્રમુનિ, વર્તમાન સ્વપર–સિદ્ધાંતમાં અસાધારણ પ્રવીણ થયા. ધવલકપુરમાં શિવ–અદ્વૈતને બોલનાર બ્રાહ્મણને તેમણે પરાસ્ત કર્યો. કાશ્મીર સાગર સાથે સત્યપુર નગરમાં વાદ કરતાં તેમણે વિજય મેળવ્યો, નાગપુરમાં ગુણચંદ્ર દિગંબરને પરાજિત કર્યો, ચિત્રકૂટમાં ભાગવત શિવભૂતિને અને ગોપગિરિમાં ગંગાધરને તથા ધારા નગરીમાં ધરણીધરને પરાસ્ત કર્યો. પુષ્કરિણીમાં વચનમદથી ઉદ્ધત બનેલ પદ્માકર બ્રાહ્મણને તથા ભૃગુક્ષેત્રમાં કૃષ્ણ નામના પ્રધાન બ્રાહ્મણને તેમણે જીતી લીધો. એ પ્રમાણે રામચંદ્ર મુનિ વાદયથી વસુધા પર ભારે વિખ્યાત થયા.