________________
292
શ્રી પ્રભાવક ચરિત્ર
8 શ્રી દેવસૂરિ ચરિત્ર
શ્રી દેવસૂરિ તમારું રક્ષણ કરો કે જેણે દિગંબરને હઠાવીને સ્ત્રી સિદ્ધિની સાથે પોતાની કીર્તિને પણ સ્થાપન કરી દીધી. શ્રી દેવાચાર્ય તમારા કલ્યાણ નિમિત્તે થાઓ કે જેમણે કેવળીનો કવલાહાર સિદ્ધ કરીને શાસનની પ્રભાવના વધારી; અનેક વિધુર-મિથ્યાત્વી જનોને દ્રોહ ઉપજાવનાર સદા વિકસિત કમળ સમાન તથા ભવ્યાત્માઓને હિતકારી એવા તે શ્રી સૂરિના મુખની સ્તુતિ કરીએ છીએ. અજ્ઞાનરૂપ સંવર્તકની ભ્રાંતિ તથા દુવૃતરૂપ રજને શમાવવામાં મેઘ સમાન એવા શ્રી દેવસૂરિનું ચરિત્ર હું વર્ણવું છું. - નવનીત સમાન સારરૂપ તથા સ્વર્ગના એક ખંડ સમાન, ગુર્જરદેશમાં અષ્ટાદશશતી નામ મંડળ (પ્રાંત) છે. ત્યાં મહાહત નામે નગર કે જે પર્વતોની શ્રેણિને લીધે અંધકારના મહાદુર્ગરૂપ અને સૂર્યકાંતિને અગમ્ય છે. ત્યાં સદ્ધર્તનશાળી, પરોપકારી, પોતાના તેજથી શોભાયમાન તથા પ્રાગ્વાટ વંશમાં મોતી સમાન એવો વીરના નામે ગૃહસ્થ હતો, તેની જિનદેવી નામે પત્ની કે જે સન્ક્રિયાના પાત્રરૂપ પ્રિયંકર ગુણોને ધારણ કરનાર તથા હિમવંતની મેનકાદેવીની જેમ શોભતી હતી.
એકવાર તેણે રાત્રે સ્વપ્નમાં પૃથ્વી પર જાણે અવતાર લેવાની ઈચ્છાથી જ પોતાના મુખમાં પ્રવેશ કરતા ચંદ્રમાને જોયો, તેના વંશમાં શ્રીમુનિચંદ્રસૂરિ ગુરુ હતા કે જેમના નામાક્ષરો પણ શાંતિમંત્રના અંતે હતા. પ્રભાતે નગરમાં જઈ ગુરુને નમસ્કાર કરીને મહાસત્વશાલિની અને પ્રમુદિત થયેલ જિનદેવીએ અતિશયયુક્ત તે સ્વપ્નનો અર્થ તેમને પૂછયો.
એટલે આચાર્ય કહેવા લાગ્યા કે—“હે ભદ્રે ! તારા ઉદરમાં ચંદ્ર સમાન કોઈ દેવ અવતર્યો છે કે જે જગતને આનંદ પમાડશે.”
હવે અવસર થતાં, જિનદેવીએ વજ સમાન તેજસ્વી પુત્રને જન્મ આપ્યો, કે જેના તેજથી ભયભીત થયેલ કલિકાળરૂપ પર્વત કંપાયમાન થયો. પછી હૃદયને આનંદ પમાડનાર તે બાળક વૃદ્ધિ પામતાં, ચંદ્રસ્વપ્નના અનુસારે પિતાએ તેનું પૂર્ણચંદ્ર એવું નામ રાખ્યું.
એકવાર તે નગરમાં લોકોનો નાશ કરનારો ઉપદ્રવ જાગ્યો જેથી લોકો તરત જ જોતજોતામાં ભાગી ગયા. અને તરત જ પોતાના બચાવનો લાંબો વિચાર કરવા લાગ્યા. તે વખતે વીરનાગ વિચાર કરીને દક્ષિણ દિશામાં ચાલ્યો અને લાટ દેશના ભૂષણરૂપ ભૃગુકચ્છ નગરમાં પહોંચ્યો, એવામાં જંગમ તીર્થરૂપ શ્રીમુનિચંદ્રસૂરિ પણ વિહાર કરીને ત્યાં ગયા. તેમના આદેશથી સાધર્મિકોએ વીરનાગને આશ્વાસન આપીને ત્યાં રાખ્યો. તેનો આઠ વરસનો પૂર્ણચંદ્ર પુત્ર બાળકને ઉચિત મસાલાની ફેરી કરવા લાગ્યો. તે ઇચ્છાનુસાર ગૃહસ્થોના ઘરે જતો અને ત્યાં ઉપસેલ ચણા જેવી દરાખ પામતો, કારણ કે બાલ્યાવસ્થામાં પણ પુણ્ય તો જાગ્રત જ હોય છે.
એક દિવસે વ્યંજન (નમક) વેચવાને તે કોઈ ગૃહસ્થના ઘરે ગયો. ત્યાં રૂપિયા અને સુવર્ણ-સમૂહને તજી