________________
શ્રી વીરસૂરિ ચરિત્ર
વાદીઓમાં વી૨ સમાન શ્રીવીરસૂરિ વિદ્યમાન છતાં મારી સભાને કોણ જીતે તેમ છે ? જેના હસ્તસ્પર્શથી જ્યાં ત્યાં સંક્રાંત થયેલ સરસ્વતી નિરંતર બોલ્યા કરે છે, તેનું વર્ણન કોણ કરી શકે ?'
291
એ પ્રમાણે યુગ પ્રધાન સમાન ગુણો (તંતુઓ) થી સંધાએલા પટની માફક શ્રી વીરસૂરિ ભવ્યજનોની જડતા (ટાઢ) ને દૂર કરનારા થાઓ. શ્રીકાલકાચાર્યની અદ્ભૂત પ્રભા અવર્ણનીય છે કે જેના વંશમાં અદ્યાપિ આ વીરસૂરિ જેવા વીર પુરુષો પ્રગટ થાય છે.
શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ ને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના મન પર લેતાં શ્રીપ્રદ્યુમ્નાચાર્યે શોધેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી વીરસૂરિના ચરિત્રરૂપ આ વીશમું શિખર થયું.