________________
શ્રી પ્રભાવક ચરિત્ર
290
જેવા રાજાની સભામાં એણે અવજ્ઞા કરી જેથી તેં પ્રસન્ન કરેલ વાન્દેવીએ કોપાયમાન થઈને એને પોતાની વાણીમાં મંદતા આપી, વળી વાદવિવાદમાં પ્રથમથી જ અમારામાં એવો નિયમ છે કે વાદીનો નિગ્રહ થતાં પ્રતિવાદીએ તેનું રક્ષણ કરવું. માટે હે નરેંદ્ર ! એ મદાંધ દયાને પાત્ર છે તેથી તમે મૂકી દો.’ એમ સાંભળતાં રાજાએ તે વાદીને છોડી મૂક્યો. પછી રાજાએ વીરસૂરિને જયપત્ર અર્પણ કર્યું અને તેમને ભારે સન્માન આપ્યું. કારણ કે પોતે નિઃસ્પૃહ હોવાથી તે દ્રવ્યનો તો સ્પર્શ પણ કરતા ન હતા.
એકવાર જળયાત્રામાં રેણુથી સૂર્ય તેજને આચ્છાદિત કરતા ચતુરંગ સૈન્ય લઈને રાજા ગુર્જરભૂમિ તરફ વળ્યો. ત્યાં શ્રીવીરાચાર્યના ચૈત્ય આગળથી ચાલતાં પ્રસિદ્ધ કવીંદ્ર રાજાને જોવા માટે આવ્યો. એવામાં અનુક્રમે ત્યાં સિદ્ધરાજ પણ આવી ચડ્યો. તેને જોતાં કોઈ કવિ સમસ્યાપદ બોલ્યો. એટલે તેને ઉદ્દેશીને રાજાએ વીરાચાર્ય કવિ તરફ દૃષ્ટિ કરી જેથી તે સુજ્ઞ કવિએ તરત જ અનાયાસે તે સમસ્યા પૂરી કરી તેનો ભાવાર્થ આ પ્રમાણે છે—હૈ યમુના ! કહે, હું અગસ્ત્યને સમુદ્ર સમાન છું, તો તું મારા શત્રુનું નામ લે છે, હું નર્મદા છું. તું પણ શૌક્યનું નામ લે છે. તો માલવવાસી રમણીઓના અવિરલપણે ગળતા કાજળથી મિલનતા શા માટે ? અને એ રમણીઓના અશ્રુજળથી શું ગુર્જરાધીશ બલિષ્ઠ થયેલ છે ?'
એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યો કે—‘તમારા એ સિદ્ધ વચનથી હું માલવપતિનો નિગ્રહ કરીશ. એ બાબતનો મારા હૃદયમાં લેશ પણ સંશય નથી પરંતુ તમે બલાનકમાં રહેતા હો અને હું શત્રુનો નિગ્રહ કરું તે શિષ્ટ ન ગણાય. માટે આ વિજયની પતાકા તે ત્યાંજ દઢ થાઓ કે બલાનકમાં શ્રી ભાવાચાર્યના ચૈત્યની પતાકા હતી; કારણ કે મહાપુરુષે કરેલ કાલાંતરે પણ નાશ પામતું નથી.
એવામાં એકવાર અન્ય વિદ્વાનોની અવગણના કરનાર અને વાદમુદ્રાને ધારણ કરતો કમલકીર્તિ નામે દિગંબર વાદી સાધુ, સિદ્ધરાજની રાજસભામાં આવ્યો. વાદને માટે તેની જીહ્વા તનમનાટ કરી રહી હતી, ત્યારે રાજાએ વિદ્વાનોના વિગ્રહમાં બ્રહ્માસ્ત્ર સમાન એવા વીરાચાર્યને બોલાવ્યા. એટલે તે પાંચ વરસની એક બાળાને સાથે લઈને આવ્યા અને અવજ્ઞાપૂર્વક વાદીને જોઈને ત્યાં આસન પર બેઠા. તે વાદી પોતાના સર્વ સામર્થ્યથી વાદનો ઉપન્યાસ કરવા લાગ્યો. તે વખતે જાણે કૌતુકથી જ શ્રીવીર તે બાળા સાથે રમવા લાગ્યા. તે જોઈને વાદી કહેવા લાગ્યો કે ‘હે રાજન્ ! આ તમારી સભા વિદ્વાનોને ઉચિત નથી, કારણ કે તેમાં આવી બાળચેષ્ટા થાય છે, રાજાથી દૂર એક હસ્તપ્રમાણ આ મહાપંડિત ક્રીડા કરી રહ્યો છે.'
એવામાં રાજાએ વીરસૂરિને પ્રેરણા કરતાં તે હાસ્યપૂર્વક બોલ્યા કે—‘સમાનવયવાળાનો જ વાદ હોય, એમ ધારીને હું આ નગ્ન બાળાને અહીં લાવ્યો છું. આ વાદી પણ નગ્નપણાને લીધે બાળક સમાન દેખાય છે, માટે એ બંનેનો વાદ ભલે થાય. તેમાં કોઈ જાતની લજ્જા નથી. સ્ત્રી નિર્વાણના નિષેધથી આ બાળાની સાથે જ એનો વિગ્રહ થવો જોઈએ. માટે વાદમુદ્રાથી આ બાળા એ વાદીને જીતી લેશે.' પછી સ્પર્શ વિના તેના શિરપર હાથ મૂકીને યતીશ્વર બાળાને કહેવા લાગ્યા કે—‘આ વાદીની સાથે હે બાળા ! સ્ત્રી નિર્વાણને
સ્થાપન કર.'
એટલે મોટા વિદ્વાનોની જેમ તે નિપુણ બાળાએ પોતાની વાગ્ધારાથી તે વાત સ્થાપન કરી જેનો ઉત્તર આપવાને તે વાદી અસમર્થ થયો. મનમાં ભયભીત થઈને તે વ્હેરા મુંગા જેવો બની ગયો, એટલે સભ્યો અને રાજા જય જય શબ્દો બોલવા લાગ્યા. પછી રાજાએ જણાવ્યું કે—અનેક સિદ્ધિઓમાં સિદ્ધ બનેલા અને