________________
શ્રી પ્રભાવક ચરિત્ર
એવામાં પલ્લીવાસી બ્રાહ્મણોએ પાટણમાં શ્રીજયસિંહ રાજાને જણાવ્યું કે—‘અમુક તિથિ, વાર, નક્ષત્રના દિવસે વીરસૂરિ અહીં આવ્યા છે, તે અમને સાક્ષાત્ મળ્યા છે.'
288
એ પ્રમાણે સાંભળતાં રાજા વિચારવા લાગ્યો કે—‘આ તો એવા પ્રકારની ક્રીડામાત્ર હતી છતાં તે દિવસ પ્રેમ અને ઉહાપોહનો બની ગયો. તેથી તે રાત્રે જ અવશ્ય આકાશમાર્ગે ત્યાં ગયા છે અને મશ્કરીને બીજે દિવસે તે બ્રાહ્મણોને મળ્યા છે.’ એમ વધારે ઉત્સુક થવાથી રાજાએ તેમને બોલાવવા માટે પોતાના પ્રધાનો મોકલ્યા. એટલે મહાભક્ત તે પ્રધાનોએ તરત ત્યાં જઈને વિનયપૂર્વક રાજાનો સ્નેહભાવ કહી બતાવ્યો. ત્યારે સંયમમાં મગ્ન અને ઉદાસીન ભાવે રહેલા આચાર્ય મહારાજે જણાવ્યું કે—‘પોતાના વિદ્યાબળને જાણવા માટે અમે પહેલા પણ દેશાન્તર વિહાર કરવાની ઈચ્છાવાળા હતા જ કારણકે પોતાના સ્થાનમાં તે જાણી શકાતું નથી. રાજાનું હાસ્યવચન એમાં સહકારી કારણ છે, માટે અન્ય દેશોમાં વિહાર કરતાં કદાચ તમારા નગરમાં આવીશું. રાજાના સ્નેહ અને મોહમાં પોતાના દુર્લભ મનુષ્યજન્મ, વ્રત, વિદ્યા, બળ અને શ્રુત વૃથા કોણ ગુમાવે ?’
એમ સાંભળી તે કહેવા લાગ્યો કે‘રાજાનું એક વચન તમે સાંભળો—તમારા સંગથી અમારી વચનસિદ્ધિ તથ્યતાને પામશે. વળી તેટલો કાળ પિતાનું નામ રહેશે. આપ જેવા સિદ્ધ પાસે હોવાથી જ અમે સિદ્ધ થઈશું, અન્યથા નહિ.' એ પ્રમાણે સાંભળતાં આચાર્યે તેમનું વચન સ્વીકાર્યું અને જણાવ્યું કે—‘અમે તે નગરમાં આવીશું તમે એ બાબતની ચિંતા કરશો નહિં.
પછી મહાબૌદ્ધપુરમાં ઘણા બૌદ્ધોને વાદમાં જીતીને શ્રીવીરસૂરિ ગોપાલગિરિમાં આવ્યા, ત્યાં રાજાએ તેમનો ભારે સત્કાર કર્યો ત્યાં પણ પરવાદીઓને તેમણે જીતી લીધા. તેથી રાજાએ આનંદપૂર્વક તેમને છત્ર અને ચામરયુગલ રાજચિહ્ન આપ્યાં. ત્યાંથી પાછા ફરતાં માર્ગમાં તેઓ નાગપુર નગરમાં રહ્યા અને ત્યાં તેમણે શાસનની પ્રભાવના કરી. એ વૃત્તાંત જાણવામાં આવતાં ભક્તિશાળી સિદ્ધરાજે તેમને બોલાવ્યા. એટલે ગોગિરિના રાજાએ આપેલ પરિવાર તેમણે સિદ્ધરાજને મોકલી દીધો. પછી ત્યાંથી સંયમમાત્રા નિમિત્તે હળવે હળવે તેમણે વિહાર કર્યો અને અણહિલ્લપુરની પાસે ચારૂપ નામના ગામમાં તેઓ પધાર્યા, એવામાં શ્રી જયસિંહ રાજા તેમની સામે આવ્યો અને દેવતાઓને પણ અપૂર્વ લાગે તેવો તેણે પ્રવેશ-મહોત્સવ કર્યો.
હવે ત્યાં વાદિસિંહ નામે સાંખ્યમતનો વાદી આવ્યો. તેણે આ પ્રમાણેના શ્લોકથી દુર્ઘટ એવો એક લેખ રાજાને મોકલાવ્યો કે—
"उद्धृत्य बाहुं किल रारटीति, यस्यास्ति शक्तिः स च वावदीतु ।
''
मयि स्थिते वादिनि वादिसिंहे नैवाक्षरं वेत्ति महेश्वरोऽपि " ॥ १ ॥
હું બાહુ ઉછાળીને કહું છું કે જેનામાં શક્તિ હોય, તે મારી સામે આવીને વાદ કરે. હું વાદિસિંહ વાદ ક૨ના૨ છતાં મહેશ્વર પણ એક ‘અક્ષર બોલી શકે તેમ નથી.’
ત્યાં શ્રીકર્ણ મહારાજાના બાળમિત્ર અને વીરાચાર્યના કળાગુરુ શ્રીગોવિંદાચાર્ય મુનીશ્વર હતા. હવે રાત્રે ગુપ્ત વેષે રાજાએ આવીને એકાંતમાં તેમને જણાવ્યું કે—‘શું તે ભિક્ષુની આપ રાહ જુઓ છો ?'
આચાર્ય બોલ્યા—‘તારા વચનથી તે અહીં હોય તેમ લાગે છે, પ્રભાતે વાદીને વીરસૂરિ જીતી લેશે.'