________________
શ્રી વીરસૂરિ ચરિત્ર
287
શ્રી વીરસૂરિ ચરિત્ર છે
તે શ્રી વીરાચાર્ય તમારું કલ્યાણ કરો કે જેની પાસે અભ્યાસ કરતા સંતજનો ક્રોધાદિ શત્રુઓનો નાશ કરવાને સમર્થ થયા છે. વળી જેમના હસ્તસ્પર્શમાત્રથી સરસ્વતી કન્યાદિકમાં સંક્રમ કરીને બોલતી હતી. તે શ્રીવીરનું વર્ણન શી રીતે થઈ શકે ? તેમનું ચરિત્ર બહુશ્રુતના મુખથી કંઈક સાંભળીને હું વર્ણવીશ. કારણ કે બાળક શું પોતાના અનુમાનથી બોલતો નથી.
શ્રી ચંદ્ર મહાગચ્છરૂપ સાગરમાં રત્નશૈલ સમાન પંડિલ્ય એવા બીજા નામથી પ્રખ્યાત થયેલ ગચ્છે છે, તેમાં રત્નસમાન શ્રી ભાવદેવ નામે સૂરિરત્ન હતા કે જે પાત્રને વિષે સ્નેહાદિથી રહિત છતાં લોકહિતમાં સદા
અનુરક્ત હતા. તેમની પાટે શ્રીવિજયસિંહ નામે સૂરિ થયા કે જે પ્રતિવાદીરૂપ ગજધટાને હઠાવવાને સમર્થ . હતા. તેમના પટ્ટરૂપ માનસ સરોવરમાં હિંસ સમાન શ્રીવીરસૂરિ થયા કે જે ગતિ અને શબ્દથી અસાધારણ શોભાને ધારણ કરતા હતા. તેમના ગુણોથી આકર્ષાઈને સિદ્ધરાજ રાજાએ તેમને પોતાના મિત્ર બનાવ્યા હતા. કારણ કે નિર્મળ સ્વભાવના કુમુદને રાજા (ચંદ્રમા) જરૂર પ્રમોદ પમાડે છે.
એકવાર સભામાં બેઠેલ રાજાએ હાસ્ય કરતાં પોતાના મિત્ર વરસૂરિને કહ્યું કે–“રાજાના આશ્રયથી જ તમારું તેજ વિકસિત લાગે છે.”
ત્યારે આચાર્ય કહેવા લાગ્યા કે– પોતાની પ્રજ્ઞા તથા ભાગ્યને લીધે જ પ્રતિષ્ઠા હોય છે, અન્યથી પ્રતિષ્ઠા થતી નથી. એક શ્વાન રાજાથી આદર પામતાં શું તે સિંહ સમાન ઓજસ્વી બની શકશે ?”
એટલે રાજા બોલ્યો “મારી સભા મૂકીને તમે વિદેશમાં જાઓ, તો એક અનાથ ભિક્ષુકના જેવા બાહ્ય ભિક્ષાચર દેખાઓ.’
આચાર્ય બોલ્યા–“આટલા દિવસ હે રાજન ! માત્ર તારા પ્રેમના સંબંધને લીધે જ અમે અહીં રહ્યા. હવે અત્યારે જ તારી અનુમતિ લઈને અમે જઈશું.” ત્યારે રાજાએ કહ્યું: “મારા નગરમાંથી તો તમને નહિં જવા દઉં !” ત્યારે – “અમને જતાં કોણ રોકી શકશે?' એમ કહીને ભારે કળાના નિધાન એવા આચાર્ય પોતાના ઉપાશ્રયમાં આવ્યા. એવામાં રાજાએ પોતાના માણસો મોકલીને સર્વત્ર નગરના દ્વારનો વિરોધ કર્યો. અર્થાત આચાર્યને ન જવા દેવા માટે તેણે દ્વાર પર માણસો ઉભા રાખી દીધા.
હવે અહીં ગુરુ મહારાજે ધર્મકૃત્ય કરી સેવનના પટ્ટ ઉપર આસન લગાવીને વિધિપૂર્વક ધ્યાન શરૂ કર્યું એટલે અધ્યાત્મના યોગે પ્રાણવાયુના નિરોધ તેમજ વિદ્યાના બળથી આકાશમાર્ગે ઉડીને તેઓ પલ્લી નામની નગરીમાં ગયા, એવામાં પ્રભાતે તપાસ કરાવતાં ગુરુને ત્યાં ન જોવાથી રાજા ચિંતવવા લાગ્યો કે–“અહો ! સદા મોહને શિથિલ કરવાની બુદ્ધિ ધરાવનાર એ મારા મિત્ર શું ચાલ્યા જ ગયા? અનેક સિદ્ધિના નિધાન એવા મિત્ર હવે મને ફરી શી રીતે મળે? ખરેખર ! સિદ્ધિના સ્નેહમાં પુણ્યહીન અમે ખોળ સમાન જ છીએ.”