________________
286
શ્રી પ્રભાવક ચરિત્ર
એ પ્રમાણે સજ્જનોને માનનીય, કલ્યાણના એક સ્થાનરૂપકલિકાલરૂપ પર્વતને ભેદવામાં વજ સમાન, દુર્ધર અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરવામાં સૂર્યોદય સમાન એવું શ્રીઅભયદેવસૂરિનું ચરિત્ર તમારા કલ્યાણ અને લક્ષ્મીને વૃદ્ધિ પમાડનાર થાઓ, તથા અનંત ઉદયરૂપ પરમ બ્રહ્મ-આત્મજ્ઞાનમાં લીન બનાવો.
શ્રીચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્નાચાર્યે સંશોધન કરેલ પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રીઅભયદેવસૂરિના ચરિત્રરૂપ આ ઓગણીશમું શિખર થયું.