________________
શ્રી અભયદેવસૂરિ ચરિત્ર
285
શ્રાવકોથી અનુસરતા આચાર્યદેવે વૃદ્ધા અને શ્વાનની પાછળ તુણ અને કાંટાથી છવાયેલા માર્ગ ધીરે ધીરે ચાલ્યા. એમ આગળ ચાલતાં સંઘ જ્યારે સેટિકા નદીના કિનારે આવ્યો, ત્યારે ત્યાં વૃદ્ધા અને શ્વાન અદશ્ય થઈ ગયા. એટલે એ નિશાનીથી સંઘ ત્યાં રહ્યો અને આચાર્ય મહારાજે આગળ જઈને ગોવાળોને પૂછ્યું કે-“અહીં તમારે કંઈ પૂજનીય છે?” ત્યારે તેમાંનો એક ગોવાળ કહેવા લાગ્યો કે– હે પ્રભો ! સાંભળો–આ પાસેના ગામમાં મહીસલ નામે મુખ્ય પટેલ છે. તેની કાળી ગાય અહીં આવીને પોતાના સર્વ આંચળથી દૂધ ઝરાવે છે. એટલે અહીં ખાલી થઈને જ તે ઘરે જાય છે અને ત્યાં દોહવામાં આવતાં મહાકાષ્ટથી અલ્પ દૂધ પણ તે આપતી નથી, તેનું કારણ કંઈ સમજાતું નથી.' એમ કહીને તેમણે ત્યાં આચાર્યને ક્ષીર બતાવ્યું. એટલે પાસે બેસીને તે પ્રાકૃત ગાથાઓથી શ્રી પાર્શ્વનાથનું સ્તોત્ર કહેવા લાગ્યા. ત્યાં નાસિકાના અગ્રભાગે દષ્ટિસ્થાપન કરીને નતિથT ઇત્યાદિ બત્રીશ ગાથાઓનું તેઓ સ્તવન બોલ્યા. ત્યાં હળવે હળવે જાણે પ્રભુનું પ્રતિબિંબ હોય તેવું શ્રી પાર્શ્વનાથ ભગવંતનું તેજસ્વી બિંબ પ્રગટ થયું. એટલે સંઘ સહિત આચાર્ય મહારાજે તરત તેને વંદન કર્યું, જેથી સમસ્ત રોગ તરત દૂર થયો અને તેમનો દેહ કનક સમાન તેજસ્વી ભાસવા લાગ્યો. તે વખતે ચતુર અને ભાવિક શ્રાવકોએ ગંધોદકથી પ્રભુબિંબને નવરાવીને કર્પરાદિકના વિલેપનથી તેની પૂજા કરી. પછી તેમણે ઉજ્વળ પડદાથી તે બિંબ પર છાયા કરી અને ત્યાં શ્રી સંઘે અનિવારિત દાનશાળામાં બધા ગ્રામ્યજનોને ભોજન -કરાવ્યું. વળી પ્રાસાદ કરાવવા માટે શ્રાવકોએ ત્યાં દ્રવ્ય એઠું કર્યું. તેમાં ક્લેશ વિના એક લક્ષ દ્રવ્ય તરત થઈ ગયું, તેમજ ગ્રામ્યજનોએ ભૂમિની અનુમતિ આપી. હવે શ્રીમલવાદી-શિષ્યના શ્રાવકોએ ત્યાં રહેનાર આમેશ્વર અને બુદ્ધિનિધાન મહિષ નામના કારીગરોને બોલાવ્યા. એટલે સુંદર કામ કરવામાં વિચક્ષણ એવા તેમને આજ્ઞા થતાં ચૈત્યનું કામ શરૂ કર્યું અને અલ્પ કાળમાં તેમણે તે કામ સંપૂર્ણ કર્યું. તે કામના મુકાદમ તરીકે તેમનો પ્રતિદિન એક દ્રમ્પ તેમજ ભોજન માટે એક કર્ષ ઘી તથા એક માણુ ચોખા પગાર નક્કી કર્યો હતો, તેમાંથી અલ્પ ભોજનાદિકમાં વાપરતાં બાકીના વધેલ દ્રવ્ય વડે તેણે ચૈત્યમાં પોતાના નામની એક દેવકુલિકા કરાવી કે જે અદ્યાપિ ત્યાં વિદ્યમાન દેખાય છે. પછી શુભ મુહૂર્ત આચાર્ય મહારાજે ત્યાં બિંબની પ્રતિષ્ઠા કરી. તે દિવસે રાત્રે ધરણે આવીને તેમને જણાવ્યું કે મારા વચનથી તમે એ સ્તવનમાંની બે ગાથા ગોપવી દો; કારણ કે તેના પાઠથી કેટલાક પુણ્યહીન જનોને મારે પ્રત્યક્ષ થવું પડશે.' આ તેના આદેશથી અદ્યાપિ તે સ્તુતિ ત્રીશ ગાથાની છે અને તે ભણતાં ગણતાં પુણ્યશાળી જનોના અત્યારે ક્ષુદ્ર ઉપદ્રવોનો નાશ કરે છે. ત્યારથી એ તીર્થ મનોવાંછિત પૂરનાર અને રોગ, શોકાદિ દુ:ખરૂપ દાવાનળને શાંત કરવામાં મધ સમાન પ્રવર્તમાન થયું. વળી જન્મકલ્યાણના મહામહોત્સવમાં પ્રથમ ધવલક્કના મુખ્ય શ્રાવક જળકળશ લઈને ભગવંતને સ્નાન કરાવે છે. ત્યાં બિબાસનના પાછળના ભાગમાં આવી અક્ષરપંક્તિ પૂર્વે લખવામાં આવેલ છે. એમ લોકોમાં સંભળાય છે.
શ્રીનમિનાથના તીર્થમાં ૨૨૨૨ વર્ષ ગયા પછી ગૌ દેશના આષાઢ નામના શ્રાવકે ત્રણ પ્રતિમા કરાવી હતી.
શ્રીમાનું જિનેશ્વરસૂરિ તથા શ્રીબુદ્ધિસાગરસૂરિ ચિરકાળ આયુષ્ય પાળી પ્રાંતે અનશન કરીને સ્વર્ગે ગયા. વળી શ્રીમાનું અભયદેવસૂરિ શાસનની પ્રભાવના કરતા અને ચરણોપાસનાથી શોભતા તે કર્ણ રાજાની રાજધાની પાટણમાં યોગનિરોધથી વાસનાને પરાસ્ત કરી તથા ધર્મધ્યાનમાં એકતાન લાવીને દેવલોકે ગયા.