________________
શ્રી અભયદેવસૂરિ ચરિત્ર
283
અનુમતિ માગી. શ્રેષ્ઠીએ અનુજ્ઞા આપતાં ગુરુ મહારાજે અભયકુમારને દીક્ષા આપી. પછી તેણે ગ્રહણ અને આસેવનારૂપ બંને શિક્ષા ગ્રહણ કરી, અને સિદ્ધાંતનો અભ્યાસ તથા તેનું ચિંતવન કરતાં મહાક્રિયાનિષ્ઠ એવા તે મુનિ શ્રી સંઘરૂપ કમળને વિકાસ પમાડવામાં ભાસ્કર સમાન શોભવા લાગ્યા. એટલે શ્રી વર્ધમાનસૂરિના આદેશથી શ્રી જિનેશ્વરસૂરિએ ગુણના નિધાન એવા તે મુનિને આચાર્ય પદવી આપી અને શ્રીમાનું અભયદેવસૂરિ એવું તેમનું નામ રાખ્યું. પછી યશની સાથે હળવે હળવે વિહાર કરતા શ્રી અભયદેવસૂરિ પલ્યપદ્ર નગરમાં આવ્યા. ત્યાં શ્રીવદ્ધમાનસૂરિ આયુષ્ય સમાપ્ત થતાં અનશન લઈને સ્વર્ગે ગયા.
એવામાં તે વખતે દુર્ભિક્ષનો ઉપદ્રવ થતાં દેશની દુર્દશાને લઈને સિદ્ધાંત તથા તેની વૃત્તિનો ઉચ્છેદ થવા લાગ્યો, તેમાં જે કંઈ સૂત્ર રહ્યા, તેમાં પ્રેક્ષાનિપુણ મુનિઓને પણ શબ્દાર્થ દુર્બોધ થઈ પડ્યો. આ બધી સ્થિતિ ઉપસ્થિત થઈ, તેવામાં એકવાર અર્ધરાત્રે ધર્મધ્યાનમાં સાવધાન અને મગ્ન રહેલા શ્રી અભયદેવ મુનીશ્વરને નમસ્કાર કરીને શાસનદેવી કહેવા લાગી કે–પૂર્વે કોટ્યાચાર્ય એવા નામથી પ્રસિદ્ધ શ્રી શીલાંગ નામના નિષ્પાપ આચાર્યે અગીયાર અંગની વૃત્તિ બનાવી છે. તેમાં કાલને લઈને બે અંગ વિના બધી વિચ્છેદ પામી છે. માટે સંઘના અનુગ્રહથી હવે તેની વૃત્તિ રચવાનો ઉદ્યમ કરો.' - ત્યારે આચાર્ય બોલ્યા- “હે માતા ! અલ્પમતિ જડ હું શું માત્ર છું. શ્રી સુધર્માસ્વામીએ બનાવેલ ગ્રંથો જોવાની પણ મારામાં બુદ્ધિ નથી. એવા અજ્ઞપણાથી ક્યાંય ઉત્સુત્ર કહેવાઈ જાય, તો મહાપાપ લાગે. પ્રાચીન આચાર્યોએ તેવા પાપનું ફળ અનંત સંસારનું ભ્રમણ બતાવેલ છે. વળી તમારી વાણી પણ અલંઘનીય છે. માટે આદેશ કરો, હું શું કરું ?' એમ મનની વ્યામૂઢતાથી કંઈક ઉત્તર સાંભળવાની ઇચ્છાથી તે મૌન રહ્યા.
એવામાં દેવી કહેવા લાગી કે –“હે સુજ્ઞ શિરોમણિ ! સિદ્ધાંતના અર્થ વિચારમાં, હું વિના ચિંતાએ કહ્યું છું કે તારામાં યોગ્યતા છે, એમ હું માનું છું. તેમ કરતાં કદાચ સંદેહ પડે તો મને પૂછજે, હું સીમંધર સ્વામ પાસે જઈને તે પૂછી આવીશ. માટે ધીરજ ધરીને તેનો પ્રારંભ કર. મારા વચનમાં શંકા લાવીશ નહીં. સ્મરણ માત્રથી હું અહીં આવીને હાજર થઈશ. આ સંબંધમાં હું તારા ચરણના શપથ લઉં છું.”
એ પ્રમાણે સાંભળતાં અભયદેવસૂરિએ તે દુષ્કર કાર્યનો પણ સ્વીકાર કર્યો, અને ગ્રંથ સંપૂર્ણ થાય, ત્યાં સુધી આયંબિલ કરવાની પ્રતિજ્ઞા લીધી. પછી નવે અંગની વૃત્તિઓ તેમણે વિના કલેશે સંપૂર્ણ કરી અને દેવીએ પણ જે પૂર્વે પ્રતિજ્ઞા કરી હતી, તે પ્રમાણે તેનો નિર્વાહ કર્યો. તે વૃત્તિઓને વૃદ્ધ મહાભૃતધરોએ શુદ્ધ કરી, એટલે શ્રાવકોએ તે પુસ્તકોનું લેખન શરૂ કરાવ્યું.
એવામાં એક વખતે શાસનદેવીએ એકાંતમાં અભયદેવસૂરિને જણાવ્યું કે હે પ્રભો ! પ્રથમ પ્રતિ મારા દ્રવ્યથી કરાવજો.' એમ કહી પોતાની જ્યોતિથી દષ્ટિ આંજી નાંખતુ ત્યાં એક સુવર્ણનું આભૂષણ સમવસરણ પર મૂકીને દેવી અદશ્ય થઈ ગઈ. પછી મુનિઓ ગોચરીથી આવ્યા, એટલે સૂર્યના બિંબ સમાન તે આભૂષણ તેમના જોવામાં આવ્યું, તે જોતાં આશ્ચર્યમુગ્ધ બનેલા તેમણે આચાર્યને પૂછ્યું. ત્યારે હર્ષ પામતા ગુરુમહારાજે તે બધો વૃત્તાંત તેમને કહી સંભળાવ્યો. પછી ત્યાં શ્રાવકોને બોલાવ્યા અને ગુરુએ તેમને તે ભૂષણ બતાવ્યું. પરંતુ તેનું મૂલ્ય ન જાણતાં તે શ્રાવકો પત્તન (પાટણ)માં ગયા. ત્યાં રત્નપરીક્ષકને તેમણે તે ભૂષણ બતાવ્યું. એટલે તેનું મૂલ્ય ન કરી શકવાથી તેમણે પણ એવો અભિપ્રાય આપ્યો કે “અહીં ભીમરાજાની આગળ આ આભૂષણ મૂકો તે આપે તેટલું એનું મૂલ્ય સમજવું. અમે એની કીંમત આંકી શકતા નથી. આથી જાણે સ્નેહથી