________________
શ્રી પ્રભાવક ચરિત્ર
આવેલા ગુણીજનો મારા નગ૨માં ૨હે, તેનો તમે શા માટે અટકાવ કરો છો ? તેમાં દોષ શો દેખાય છે ?’ એમ રાજાએ પૂછવાથી તે ચૈત્યવાસીઓ બોલ્યા કે—‘હે રાજેંદ્ર ! સાંભળો પૂર્વે ધનુષ્ય સમાન ઉત્કટ અને શ્રેષ્ઠ વંશમાં વનરાજ નામે રાજા થયો. તેને બાલ્યાવસ્થામાં નાગેંદ્ર ગચ્છરૂપ પૃથ્વીને ધારણ કરવામાં વરાહ સમાન એવા શ્રી દેવચંદ્રસૂરિએ ઉછેરીને મોટો કર્યો. વળી પંચાશ્રય નામના સ્થાનમાં રહેલ ચૈત્યમાં વસતાં તેમણે અહીં નવું નગ૨ વસાવીને તેને રાજય આપ્યું તેમજ વનરાજવિહાર નામે ત્યાં ચૈત્ય સ્થાપન કર્યું. વનરાજે કૃતજ્ઞપણાથી ગુરુનો ભારે આદર સત્કાર કર્યો. તે વખતે શ્રી સંઘે રાજા સમક્ષ એવી વ્યવસ્થા કરી કે— ‘સંપ્રદાયનો ભેદથી લઘુતા ન થાય તે માટે ચૈત્ય-ગચ્છવાસી યતિઓને સંમત હોય તે મુનિ અહીં રહી શકે. પણ તેમને સંમત ન હોય તેવા મુનિઓ આ નગરમાં આવીને રહી ન શકે. તો હે રાજન્ ! પૂર્વજ રાજાઓની વ્યવસ્થા પાશ્ચિમાત્ય રાજાઓએ માન્ય રાખવી જોઈએ. આવી સ્થિતિ છે, માટે હવે તમે આદેશ કરો તે પ્રમાણે કરીએ.’
282
ત્યારે રાજાએ જણાવ્યું કે—‘પૂર્વ રાજાઓના નિયમને અમે દૃઢતાથી પાળીએ છીએ, પરંતુ ગુણીજનોની પૂજાનું ઉલ્લંઘન અમે ક૨વાના નથી. તમારા જેવા સદાચારનિષ્ઠ પુરુષોની આશિષથી રાજાઓ પોતાના રાજયને આબાદ બનાવે છે, તેમાં કોઈ જાતનો, સંશય નથી. તો અમારા ઉપરોધથી એમને નગરમાં રહેવાનું તમે કબુલ રાખો.' એમ સાંભળતાં તેમણે રાજાનું વચન માન્ય રાખ્યું.
એવામાં પુરોહિત કહેવા લાગ્યો કે—‘હે સ્વામિન્ ! એમના આશ્રયને માટે આપ પોતે નિવાસભૂમિ આપો.' આ વખતે જ્ઞાનદેવ નામે શૈવ દર્શનનો પૂજ્ય પુરુષ ત્યાં આવ્યો કે જે ક્રૂર સમુદ્રના બિરૂદને ધારણ કરતો હતો. એટલે રાજાએ અભ્યુત્થાનપૂર્વક સત્કાર કરીને તેને પોતાના આસન પર બેસાડ્યો. પછી જણાવ્યું કે—‘હે પ્રભો ! આજે તમને કંઈક નિવેદન કરવાનું છે, તે એ કે જૈનમુનિઓ અહીં આવેલા છે, તેમને ઉપાશ્રય આપો.’ ત્યારે તે શૈવદર્શની હસતા મુખે કહેવા લાગ્યો કે—‘નિષ્પાપ ગુણીજનોની તમે અવશ્ય પૂજા કરો. અમારા ઉપદેશનું એજ ફળ છે. બાલભાવનો ત્યાગ કરી પરમપદમાં સ્થિર થનાર શિવ એજ જિન છે. દર્શનોમાં ભેદ રાખવો એ મિથ્યામતિનું લક્ષણ છે. નિસ્તુષ ડાંગરની દુકાનોના મધ્ય ભાગમાં રહેલ અને ત્રણ પુરુષોને આશ્રિત એવી ભૂમિ પુરોહિત ઈચ્છાનુસાર ઉપાશ્રયને માટે લઈ લે. તેમાં સ્વ-પર પક્ષથી થતા સમસ્ત વિઘ્નનું હું નિવારણ કરીશ.'
એટલે પુરોહિતે તે વાતનો સ્વીકાર કરીને ત્યાં ઉપાશ્રય કરાવ્યો. ત્યારથી વસતિ (ઉપાશ્રય)ની પરંપરા ચાલુ થઈ, કારણ કે મહાપુરુષોએ જે સ્થાપન કરેલ હોય, તે વૃદ્ધિ પામે છે, તેમાં કંઈ સંશય નથી. ત્યાં શ્રી બુદ્ધિસાગરસૂરિએ આઠ હજાર શ્લોક પ્રમાણ બુદ્ધિસાગર નામનું નવું વ્યાકરણ રચ્યું.
હવે એકવાર વિહાર કરતાં શ્રી જિનેશ્વરસૂરિ પુનઃ ધારા નગરીમાં પધાર્યા, કારણ કે તેવા પુરુષરત્નોનું દર્શન પુણ્યવંત જનો જ પામી શકે. ત્યાં ત્રણ પુરુષાર્થથી આબાદ એવો મહીધર નામે શ્રેષ્ઠી હતો કે જે પોતાના ધનની સંખ્યા સિવાય સર્વત્ર વિચક્ષણ હતો. ધનદેવીથી ઉત્પન્ન થયેલ અભયકુમાર નામે તે શેઠનો પુત્ર હતો કે જેના ગુણગાન કરવામાં શેષનાગ પણ સમર્થ ન હતો. તે પુણ્યવાન શ્રેષ્ઠી પોતાના પુત્ર સહિત, આચાર્ય મહારાજને વંદન કરવા ગયો. ત્યાં સંસારની અસારતાને જણાવનાર ચતુર્વિધ ધર્મ તેણે ગુરુના મુખથી સાંભળ્યો. ગુરુના ઉપદેશથી અભયકુમારને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સંયમ લેવાને ઉત્સુક થતાં તેણે પોતાના પિતાની