________________
280
શ્રી પ્રભાવક ચરિત્ર
જેવું મને દુઃખ થાય છે, તેવું દુઃખ ધન, અન્ન કે વસ્ત્રાદિકના બળી જવાથી થતું નથી કારણ કે લેખ બળી જવાથી અધર્મી જનોમાં ધર્મને હાનિ પહોંચાડનાર કલહ થવાનો સંભવ છે, પણ શું કરીએ ?'
આથી તે વિપ્રો બોલ્યા- “અમે ભિક્ષાચર અન્ય કંઈ ઉપકાર કરવાને સમર્થ નથી, પરંતુ તે લેખ અમે તને કહી બતાવીએ.’
એટલે ભારે હર્ષ પામતાં શ્રેષ્ઠીએ તેમને પોતાની સામે એક સારા આસન પર બેસાડ્યા. કારણ કે લોકો સ્વાર્થ પૂરનારને અવશ્ય માન આપે છે. પછી તેમણે શરૂઆતથી માંડીને તિથિ, વાર, નક્ષત્ર, વરસ, માસ અને અંક (રકમ) સહિત વર્ણ જાતિના નામ અને મૂલ દ્રવ્યની સંખ્યા તથા વ્યાજ સહિત તે લેખ બુદ્ધિબળથી પોતાના નામની જેમ ખડીથી લખી બતાવ્યો, જે પત્રો પર લખી લઈને શ્રેષ્ઠી ચિંતવવા લાગ્યો કે—“અહો ! મારી દયા લાવીને આ મારા કોઈ ગોત્રદેવો આવ્યા છે કે શું ? કે જેમણે અલના વિના બરાબર અનુક્રમથી પત્રની અપેક્ષા ન રાખતાં પોતાના બુદ્ધિબળથી સમસ્ત લેખ મને કહી સંભળાવ્યો.” પછી હિતને જાણનાર શ્રેષ્ઠીએ ભોજન વસ્ત્રાદિ અને બહુમાનથી તેમનો અત્યંત સત્કાર કરીને તેમને પોતાના ઘરના ચિંતા કરનાર બનાવ્યા. પછી ત્યાં રહેતાં તેમને શાંત અને જિતેંદ્રિય સમજીને તે વ્યવહારી વિચારવા લાગ્યો કે “જો એ મારા ગુરુના શિષ્યો થાય, તો શ્રીસંઘના ભૂષણરૂપ બને.”
હવે સપાદલક્ષ નામે દેશમાં કુચ્ચેપુર નામે નગર છે કે જે કુશાસ્ત્રને મસીનો કુચડો દેવાને સમર્થ છે. ત્યાં અલ્લ રાજાનો પુત્ર, અન્વયયુક્ત નામધારી ભુવનપાલ નામે રાજા રાજય કરતો હતો. ત્યાં પ્રશમલક્ષ્મીથી ગુણોને વૃદ્ધિ પમાડનાર તથા સંસારથી પાર ઉતારનાર એવા વદ્ધમાન નામે આચાર્ય હતા, કે જેમણે સિદ્ધાંતના અભ્યાસથી સંસારનું સત્ય સ્વરૂપ સમજીને ચોરાશી ચૈત્યોનો ત્યાગ કર્યો હતો. એકવાર વિહાર કરતા વચનરૂપ ધારાથી ભવ્યજનોને નવ જીવન આપતા મેઘ સમાન એવા તે આચાર્ય ધારાનગરીમાં પધાર્યા. તેમને પધારેલ સાંભળતાં શ્રદ્ધારૂપ લક્ષ્મીના સ્વામી એવો લક્ષ્મીપતિ શેઠ પ્રદ્યુમ્ન અને શાબની સાથે લક્ષ્મીપતિ (કૃષ્ણ)ની જેમ તે બંને બાહ્મણોને લઈને ગુરમહારાજને વંદન કરવા ગયો. ત્યાં સર્વ અભિગમપૂર્વક આચાર્યને પ્રણામ કરી શ્રેષ્ઠ ઉચિત સ્થાને બેઠો અને તે બંને વિપ્રો પણ અંજલિ જોડીને ત્યાં બેઠા. એવામાં શ્રેષ્ઠ લક્ષણયુક્ત તેમની આકૃતિને જોઈને ગુરુ મહારાજ કહેવા લાગ્યા કે એમની અસાધારણ આકૃતિ સ્વ-પરને જીતનારી છે.” ત્યાં જાણે પૂર્વભવના સંબંધી હોય તેમ અનિમેષ લોચનથી તે બંને ગુરના મુખને જોઈ રહ્યા. આથી ગુરુ મહારાજે તેમને વ્રત યોગ્ય સમજી લીધા. પછી ઉપદેશના કિરણથી જેમનું અંદરનું અંધારુ દૂર થયું છે. ' અને પ્રતિબોધ પામેલા એવા તે બંનેને લક્ષ્મીપતિ શેઠની અનુમતિથી ગુરુએ દીક્ષા આપી અને તપના નિધાન એવા તેમને યોગના વહનપૂર્વક સિદ્ધાંતનો અભ્યાસ કરાવ્યો. સિદ્ધાંતના અભ્યાસથી તેમને યોગ્ય જાણીને ગુરુએ તેમને સૂરિપદ પર સ્થાપન કર્યા. કારણ કે મધુકર સુગંધિ કમળને જ અનુસરે છે. તેઓ જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એવા નામથી પ્રસિદ્ધ થયા. એટલે ગુરુ મહારાજે તેમને વિહારને માટે અનુજ્ઞા આપી, અને શિક્ષા આપતાં જણાવ્યું કે-“શ્રીપત્તન (પાટણ)માં ચૈત્યવાસી આચાર્યો સુવિહિત સાધુઓને ત્યાં રહેવા ન દેતાં વિઘ્ન કરે છે. શક્તિ અને બુદ્ધિથી તમારે તેનું નિવારણ કરવું. કારણ કે આ કાળમાં તમારા સમાન કોઈ પ્રાજ્ઞ નથી.”
એટલે—‘આપની આજ્ઞા અમને પ્રમાણ છે. એમ કહીને તેમણે ગુર્જરભૂમિ તરફ વિહાર કર્યો, અને હળવે