________________
શ્રી અભયદેવસૂરિ ચરિત્ર
279
5 શ્રી અભયદેવસૂરિ ચરિત્ર
E
શ્રી જિનશાસનના અલંકારરૂપ, વિદ્વાનોને ચમત્કાર પમાડનાર તથા સર્વના મુગટ સમાન એવા શ્રી અભયદેવસૂરિ તમારા કલ્યાણ નિમિત્તે થાઓ. અષ્ટાંગયોગને આદરતાં પોતાના અંગનો ઉદ્ધાર કરી શ્રતના નવ અંગને પ્રકાશિત કરનાર એવા તે સૂરિ આત્મલક્ષ્મીના હેતુરૂપ થાઓ. માતાપિતાની આગળ પ્રગટપણે બોલતાં જેમ બાલક પ્રમોદ પમાડે છે, તેમ ભારે હર્ષ પ્રગટાવવા માટે હું તે આચાર્યના ચરિત્રને કહીશ.
સારી આકૃતિ અને રસથી મનોહર એવો શ્રીમાલવ નામે દેશ છે કે જે જંબૂદ્વીપરૂપ સહકારના ફળ સમાન અને શ્રેષ્ઠ વર્ષોથી વિરાજિત છે. ત્યાં તલવારના બળથી ઉન્નતિને પામનાર, રાજલક્ષ્મીના મૂલરૂપ તથા દુરુજનોના નિગ્રહથી શોભતી એવી ધારા નામે નગરી છે. ત્યાં પૃથ્વીનું પાલન કરનાર ભોજ નામે રાજા હતો કે જેની ભુજાઓ વિશ્વના ઉદ્ધારને માટે જાણે શેષનાગની બીજી બે મૂર્તિ હોય તેવી શોભતી હતી. તે નગરીમાં લક્ષ્મીપતિ નામે મહાધનિક એક વ્યવહારી હતો કે જેની લક્ષ્મીથી પરાભવ પામેલ કુબેર કૈલાસ પર્વતનો આશ્રય લઈને રહ્યો.
એકવાર મધ્યદેશના નિવાસી, વેદવિદ્યાના વિશારદોને પોતાના પ્રજ્ઞાબળથી પરાસ્ત કરનાર, ચૌદ વિદ્યાના અભ્યાસી સ્મૃતિ, ઈતિહાસ અને પુરાણમાં પ્રવીણ તથા યૌવનના ઉદ્યમથી દેશાંતર જોવાને માટે નીકળેલા એવા શ્રીધર અને શ્રીપતિ નામે બ્રાહ્મણ ત્યાં આવી ચઢ્યા અને ફરતાં ફરતાં તે લક્ષ્મીપતિના ઘરે આવ્યા, તેમની આકૃતિથી આકર્ષાઈને વ્યવહારીએ ભક્તિથી તેમને ભિક્ષા આપી. - હવે તેના ગૃહની સન્મુખ ભીંત પર વિશ લક્ષ ટકાનો લેખ લખાયેલો હતો, તે પ્રતિદિન પેલા બ્રાહ્મણો જોતા હતા. એમ નિરંતર જોવાથી પ્રજ્ઞાના બળને લીધે જાણે અભ્યાસ કરેલ હોય તેમ તેમને કંઈક સારી રીતે તે યાદ રહી ગયું.
એવામાં ‘રસોઈયાની જેમ મારી પાસેથી લોકો રસોઈ લઈ જાય છે અને નિષ્ફરની જેમ મને તો કંઈ આપતા નથી. વળી બ્રાહ્મણો પણ મારી મારફતે દેવતાઓને આહુતિ આપીને તૃપ્ત કરે છે, પરંતુ મને તો તેમનું દાસત્વજ એક ફળ મળે છે.” એમ જાણે કોપાયમાન થયેલ હોય તેમ તેમના પ્રતીકારનો સ્વીકાર કરીને અગ્નિએ એક જ દિવસમાં તે નગરીને ભસ્મીભૂત કરી દીધી. એટલે બીજે દિવસે સર્વસ્વનો નાશ થવાથી ખેદ પામેલ લક્ષ્મીપતિ પેલા લેખના દાહથી વિશેષ ચિંતાતુર થઈ લમણે હાથ દઈને બેસી રહ્યો. એવામાં અવસર થતાં તે બ્રાહ્મણો તેના ઘરે ભિક્ષા માટે આવ્યા અને તે બધું બળી ગયેલ જોઈ, વિષાદ પામતાં તે આ પ્રમાણે કહેવા લાગ્યાહે યજમાન ! તારા પર આવી પડેલ કષ્ટથી અમને ભારે ખેદ થાય છે, પરંતુ સર્વ દુઃખ કરતાં અધિક એવી સુધાથી અમે વ્યાકુળ છીએ, તેથી શું કરીએ? વળી તમે આવા શોકથી સત્ત્વહીન જેવા કેમ બની ગયા છો? કારણ કે તમારા જેવા ધીર પુરુષો સંકટમાં પણ સત્વને મૂકતા નથી.”
એ પ્રમાણે તેમનું વચન સાંભળતાં શ્રેષ્ઠી કહેવા લાગ્યો કે– હે ભૂદેવો ! સાંભળો–લેખના નાશથી