________________
278
શ્રી પ્રભાવક ચરિત્ર
પણ આદરપૂર્વક જણાવ્યું કે–વિદ્વાનુ, વિનયી, કુશળ, તેજસ્વી અને દઢ વીર્યવાનું તથા તાત્કાલિક બુદ્ધિશાળી તમારા વિના અન્ય કોઈ જોવામાં આવતો નથી. તેવા પ્રકારના વિદ્વાનોને સંઘરી રાખનાર એવા ભોજરાજાને છેતરીને તમે જે નિરાબાધ નીકળી આવ્યા, તેથી તમે મારા યશમાં પણ વધારો કર્યો છે. વળી હું તમને એક સંદેહ પૂછું છું કે – તે રાજાની તમે સ્તુતિ કરી હતી કે નહિ ?'
એટલે સૂરાચાર્ય મેઘધ્વનિથી બોલ્યા- “હે નરેદ્ર ! મારી રસના તારા વિના બીજા કોઈની પ્રશંસા કરતી, નથી. વળી મેં કૌતુકથી કહેલ કાવ્યનો ભાવાર્થ તું સાંભળ–વિધાયેલી (કાણાવાળી) શિલા તે વીંધી, તેમાં ધનુર્ધરોનો પરાક્રમ કેવો ? કપટથી કરેલ ધનુષ્યક્રીડા જાણવામાં આવતાં મેં કહ્યું –એ મૂકી દે. વળી પત્થરને ભેદવાના વ્યસનને ઉદ્દેશીને મેં જણાવ્યું કે –“તમારો પૂર્વજ આબુ પર્વત છે, તેનો ભેદ થતાં પૃથ્વી પણ ભોજની રાજધાની ધારા સાથે પાતાળમાં જાય, એમ બોલતાં મેં શિખામણ આપી છે. કારણ કે સંતજનોએ શત્રુને પણ હિતશિક્ષા આપવી જોઈએ.’
એ પ્રમાણે સાંભળતાં હર્ષથી રોમાંચિત થયેલ ભીમરાજા કહેવા લાગ્યો કે “મારા બંધુએ ભોજરાજાને જીતી લેતાં હવે તેના જય માટે મને શી ચિંતા છે ?” પછી ગજરાજ ઉપર પોતાની પાસે શ્રેષ્ઠ આસન પર બેસાડીને રાજાએ સૂરાચાર્યનો પ્રવેશ–મહોત્સવ કર્યો.
પછી તે મહામતિ સૂરાચાર્યે દેશાંતરમાં જતાં લાગેલ અતિચાર ગુરુ પાસે નિવેદન કરીને તમરૂપ પ્રાયશ્ચિત લઈ તે શુદ્ધ થયા. વળી એ કવીશ્વરે શ્રીયુગાદિનાથ તથા શ્રી નેમિનાથના ચરિત્રથી અદ્ભુત એવું દ્વિસંધાન નામે કાવ્ય બનાવ્યું. તેમજ પૂર્વે જે શિષ્યો પોતાની પાસે અભ્યાસ કરતા હતા, તેમને એ આચાર્ય બરાબર વાદદ્ર બનાવ્યા. વળી શ્રીદ્રોણસૂરિ પરલોકે જતાં અક્ષત ચારિત્રથી પવિત્ર એવા શ્રુતનિધાન શ્રી સૂરાચાર્ય, શાસનની પ્રભાવનાથી શ્રીસંઘને ઉન્નત બનાવી, અનેક શિષ્યો સંપાદન કરી, જિનશાસનની ઉન્નતિ કરતાં યોગ્ય શિષ્યને સૂરિપદ આપી અને તેને ગચ્છનો ભાર સોંપી પોતે પાંત્રીસ દિવસનું અનશન કર્યું. પ્રાંતે ત્રણ યોગને રોધતાં આત્મારૂપ આરામમાં એકતાન થયેલ તે શ્રીભીમ રાજાના બંધુ શ્રીસૂરાચાર્ય ઉત્તમ ગતિને પામ્યા.
એ પ્રમાણે વાદવિદ્યાના વિનોદથી વાદીઓના વાદને પરાસ્ત કરનાર શ્રી સૂરાચાર્યનું પરિચિત ચરિત્ર કંઈક ગુરુમુખથી અને કંઈક અન્ય જનથી જાણીને મેં રચ્યું છે, તે જિનવચનમાં સ્થિરતા કરાવનાર અમેય કલ્યાણને આપો તથા ભવ્યાત્માઓને વિદ્યાના ઉદ્યમ માટે અજ્ઞાનરૂપ સમુદ્રમાં સેતુતુલ્ય થાઓ.
શ્રીચંદ્રપ્રભ સૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે હંસ સમાન, તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પોતાના મન પર લેતાં શ્રીપ્રદ્યુમ્નાચાર્ય શોધેલ, શ્રીપૂર્વાચાર્યોના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રીસૂરાચાર્યના ચરિત્રરૂપ આ અઢારમું શિખર થયું.
-
-
-