________________
શ્રી સૂરાચાર્યસૂરિ ચરિત્ર
275
પછી સૂરાચાર્ય રાજાથી સન્માન પામીને પોતાના સ્થાને ગયા. એટલે રાજાએ સભામાં બેસીને પોતાના સમસ્ત વિદ્વાનોને જણાવ્યું કે-“આ ગુર્જર મહા વિદ્વાન્ શ્વેતાંબરસૂરિ આવેલ છે, તેની સાથે તમારામાંથી કોઈ વાદ કરવા તૈયાર થાઓ.” રાજાનું આવું વચન સાંભળતાં પાંચસે પંડિતો બધા નીચું મુખ કરી રહ્યા મેઘગર્જરવથી બાળકોની જેમ તેઓ તે આચાર્યના પ્રતિઘાતથી ભગ્ન થઈ ગયા, આથી રાજા વિલખો થઈને પુનઃ કહેવા લાગ્યો—‘તમે બધા માત્ર ઘરમાં જ ગર્જના કરનારા છો; વળી મારી પાસેથી પગાર લઈને પોતે પોતાને વૃથા પંડિત કહી બતાવો છો.'
એવામાં તેમાંનો એક મહાપ્રાજ્ઞ પંડિત બોલ્યો-“હે સ્વામિનું ! મારો વિચાર તમે સાંભળો. વિલક્ષ ન બનો. કારણ કે વસુંધરા રત્નગર્ભા કહેવાય છે. ગુર્જર શ્વેતાંબરો જાણે દેહધારી દેવો હોય તેમ દુર્જય છે. માટે હે રાજન્ ! એ કાર્ય મંત્રથી સધાય તેવું છે. તો સોળ વરસના કોઈ બુદ્ધિશાળી અને મહાચતુર સરળ સ્વભાવના • વિદ્યાર્થીને પ્રમાણ શાસ્ત્ર (ન્યાય)નો અભ્યાસ કરાવો.' પંડિતના આ વાક્યથી સંતુષ્ટ થઈને ભોજરાજા કહેવા લાગ્યો કે—‘ભલે એમ કરો. હવે એ કામ તમે જ બજાવો.
પછી એક ચાલાક પ્રજ્ઞા અને વષ્નત્વમાં અસ્મલિત તથા સૌમ્ય એવા એક વિદ્યાર્થીને તે પંડિતે તર્કશાસ્ત્રનો સારી રીતે અભ્યાસ કરાવીને બોલવામાં પ્રવીણ બનાવ્યો, એટલે તેણે પણ મોટા ઘોષથી ગુરુ પાસે બધો પાઠ ગ્રહણ કરી લીધો. પછી એ વાત તેણે રાજાને નિવેદન કરતાં રાજાએ શુભ મુહુર્ત જોવરાવ્યું અને વાદમાં શૂરવીર એવા સૂરાચાર્યને પણ જણાવી દીધું. ત્યારબાદ વાદને માટે તેણે સૂરિને રાજસભામાં બોલાવીને એક સારા આસન પર બેસાડ્યા અને રેશમી વસ્ત્ર તથા સુવર્ણ રત્નના અલંકારો તેમજ પુષ્પાદિકથી અલંકૃત કરી તે વિદ્યાર્થીને પોતાના ઉલ્લંગમાં બેસાડીને રાજાએ જણાવ્યું કે આ પ્રતિવાદી છે.'
ત્યારે વાદીંદ્ર આચાર્ય પ્રગટ વચનથી બોલ્યા કે-“આ તો હજી દૂધ પીનાર બાળક જેવો છે. એના મુખમાંથી દૂધની ગંધ આવતી હશે. માટે યુવાન પુરુષોને એની સાથે વાદ કરવો ઉચિત નથી. કારણ કે વિગ્રહ તો સમાન સાથે જ થઈ શકે.” એટલે રાજા તરત બોલી ઉઠ્યો કે “એને તમે બાળક સમજશો નહિ. એ તો બાળરૂપે સાક્ષાતુ સરસ્વતી છે. એને જીતવાથી તમે મારી સભા જીતી લીધી એમ માની લેજો.’
પછી આચાર્યે જણાવ્યું કે “તો પૂર્વપક્ષ ભલે એ બાળક કરે.’ આથી તે અસ્મલિત અક્ષરે પદચ્છેદ અને વાક્ય વિના વિભક્તિનો ભંગ કરીને યથાલિખિત પાઠ બોલી ગયો. જે સાંભળતાં આચાર્ય સમજી ગયા કે ‘આ અર્થના બોધ વિના બોલે છે. એવામાં તેને શંકા થતાં અલના પામ્યો અને પછી વિચાર કરતાં તેને નિશ્ચય થયો કે “પટ્ટિકા (પાટી) પર આ એવોજ પાઠ છે, ત્યાં બીજું કાંઈ લખેલ નથી.’ એમ ધારીને તે જેટલામાં વેગથી બોલવા લાગ્યો, તેવામાં કર્કશ શબ્દથી પાછળનું કૂટ પદ બોલી ગયો. ત્યારે આચાર્યે જણાવ્યું કે—‘અરે ! તું ખોટું પદ બોલ્યો. માટે ફરીથી બોલ.” એટલે તે ઉતાવળથી કહેવા લાગ્યો કે મારી પાટી પર એવું જ લખેલું છે, એવી મને ખાત્રી છે.” એમ સાંભળતાં સૂરાચાર્ય સંતોષ પામીને કહેવા લાગ્યા કે— લક્ષણશાસ્ત્ર (વ્યાકરણ)ના મંગલાચરણમાં જેવો શ્લોક છે, તેવો આ વાદ છે. માટે શ્રીમાનું ભોજરાજા પાસેથી હું રજા લઉં છું કે માલવદેશ જોયો અને માંડા પણ ખાધા.’ એ પ્રમાણે કહીને દ્વેષીને પરાસ્ત કરનાર એવા સૂરાચાર્ય મઠમાં ચાલ્યા ગયા અને લજ્જા તથા ક્રોધથી દબાયેલ રાજાએ પણ પોતાની સભા વિસર્જન કરી.
હવે શ્રીમાનું ચૂડસરસ્વતી આચાર્ય અતિથિ એવા સૂરાચાર્યને કહેવા લાગ્યા કે—‘તમે શાસનનો ઉદ્યોત