________________
શ્રી સૂરાચાર્યસૂરિ ચરિત્ર
271
અને શ્રી સંઘની અનુજ્ઞા મળતાં સુરાચાર્યે નગર બહાર પ્રયાણ કર્યું અને ત્યાંથી શુભ આકૃતિવાળા એવા તેમણે પાંચમે દિવસે પ્રયાણ કર્યું. પછી ગુર્જર ભૂમિથી નીકળતાં અલ્પ પ્રયાણોમાં જ તેઓ સરહદની ભૂમિમાં આવી પહોંચ્યા. એટલે અતિશય પ્રજ્ઞાવાન અને જયશીલ એવા તે સજજ થયા. ત્યાં પ્રધાનોએ પોતે લીધેલ પ્રતિજ્ઞા પ્રમાણે ધારાનગરીમાં આવીને તેમણે પોતાના સ્વામીને તે વાત નિવદેન કરી. જેથી ભારે ઉત્સાહ લાવી પાસેના પર્વતો વડે વિંધ્યાચલની જેમ મનોહર હસ્તીઓ, ગરવ કરતા અનેક વાદળાં વડે આકાશની જેમ રથો, કલ્લોલથી શોભતા સમુદ્રની જેમ શ્રેષ્ઠ અશ્વો અને તારાઓથી બિરાજમાન ચંદ્રમાની જેમ પદાતિઓથી શોભાયમાન એવો અવંતિનાયક ભોજરાજા સર્વ સમૃદ્ધિપૂર્વક સૈન્ય લઈને તે મુનીશ્વરની સન્મુખ આવ્યો. એવામાં અમાત્યના ઉપરોધથી વતાચારના વ્યતિક્રમમાં પ્રાયશ્ચિત કરવાને ઇચ્છતા આચાર્ય હસ્તી પર આરુઢ થયા. પછી નજીકમાં આવતાં આચાર્ય અને રાજા બંને હસ્તી પરથી નીચે ઉતર્યા અને ભ્રાતાની જેમ ભેટી પડ્યા. પછી રાજાની આજ્ઞા થતાં કૌશાધ્યક્ષ, દેશાંતરથી આવેલ મહાવિદ્વાનોને ઉચિત અને પ્રવાલથી જડેલ એક પટ્ટ (પાટ) લઈ આવ્યો, જે લંબાઈ અને વિસ્તારમાં એક હસ્તપ્રમાણ, આઠ અંગુલ ઉંચો અને સૂર્યબિંબની જેમ દૃષ્ટિથી જોઈ ન શકાય એવા તે પટ્ટને ભૂલ ગાલિચાથી આચ્છાદિત કરી નિયુક્ત પુરુષોએ રાજાની આજ્ઞાથી શુદ્ધ ભૂમિ પર સ્થાપન કર્યો, પછી રાજાએ આચાર્યને કહ્યું કે “આ પટ્ટ પર આપ બિરાજમાન થાઓ; એટલે રજોહરણથી ત્રણવાર પુંજીને સૂરિરાજ તેના પર બેઠા. ત્યારે ભોજરાજા બોલ્યો કે–“આ ઉન અને પીંછાને પુજવાનું શું હોય? શું એમાં રજનું પ્રમાર્જન કર્યું? કે જીવોનું? કારણ કે જીવોનો એમાં સંભવ નથી.’ એવામાં ત્યાં બેઠેલા આચાર્યનું શરીર કંપવા લાગ્યું. ત્યારે રાજાએ પૂછ્યું કે તમારું શરીર કેમ કંપે છે ?” એટલે સૂરિ બોલ્યા-શસ્ત્રધારી એવા રાજસૈનિકોને જોઈને મને ભય ઉપજે છે.”
એમ સાંભળતાં રાજાએ જણાવ્યું—એ તો રાજાઓની એવી જ સ્થિતિ હોય છે.' ત્યારે આચાર્ય બોલ્યા- “તો અમારા વ્રતની પણ એવી જ સ્થિતિ છે.”
એટલે રાજાએ કહ્યું-“ઠીક.” પછી હર્ષિત થયેલ રાજાને કલાનિધાન આચાર્યે ધર્મલાભરૂપ આશિષ આપીને જણાવ્યું કે– હે ભોજરાજ ! જ્યાં સુધી વિધાતા તારા–નક્ષત્રગણને લવણ સમુદ્રમાં નાખીને સંધ્યા-તેજને અગ્નિમાં સમાવી દે છે, ધાત્રી-પૃથ્વીરૂપ પાત્ર મૂકાવીને જ્યાં સુધી દ્વિજવર મહામંત્રનો ઘોષ ચલાવી રહ્યા છે, ઉષા (પ્રભાત) રૂપ શાકિની જયાં સુધી વારંવાર ચંદ્રરૂપ ઘરટ્ટને લઈને ખેંચી રહી છે અને તામ્રચૂડ-કુકડાઓ જયાં સુધી પ્રભાતને સૂચન કરતા રહે છે, ત્યાં સુધી તું વિદ્વાનમંડળમાં જય પામતો રહે.'
એ પ્રમાણે પરસ્પર પ્રશંસા કરતાં કેટલોક સમય વ્યતીત કરીને રાજા પોતાના રાજભવનમાં ચાલ્યો ગયો અને આચાર્ય નગરીમાં આવ્યા. - હવે ત્યાં પૃથ્વીરૂપ રમણીના હાર સમાન જિનમંદિર લોકોના મુખથી જાણવામાં આવતાં જ્ઞાનનિધાન આચાર્ય તે ચૈત્યમાં ગયા. ત્યાં સુવર્ણ, મણિ, માણિક્યની પૂજાથી પ્રસરતી પ્રભાયુક્ત જિનપ્રતિમાઓને તેમણે ભક્તિપૂર્વક વંદન કર્યું. પછી પાઠ કરવામાં સાવધાન અને સરળ સ્વભાવવાળા જયાં પંડિતો વિદ્યમાન છે તથા મૂર્ખ શિષ્યોનો જયાં અભાવ છે એવા એક મઠમાં નિર્દોષ સૂરાચાર્યે પ્રવેશ કર્યો ત્યાં દુષ્ટ-અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન એવા ચૂડસરસ્વતી નામે આચાર્ય હતા કે જેની પ્રશંસા સમસ્ત વિદ્વાનો નિરંતર કરતા હતા. એટલે સર્વ અભિગમપૂર્વક સૂરાચાર્યું પ્રમોદથી તે આચાર્યને પ્રણામ કર્યા. તેમના શિષ્યોએ સ્વાગત