________________
શ્રી પ્રભાવક ચરિત્ર
પર ચાલ્યા ગયા. અને શેષરાત્રિ પૂર્ણ કરી પછી પ્રભાત થતાં .આવશ્યક ક્રિયા કરીને તે કહેવા લાગ્યા કે ‘આજે ભણવાનો અનધ્યાય છે.' એમ સાંભળતાં જાણે મહોત્સવ આવ્યો હોય તેમ બાલ્યાવસ્થાને લીધે શિષ્યો હર્ષિત થયા. એવામાં મધ્યાન્હ થતાં શુદ્ધ આહાર લાવીને સાધુઓ બધા એકત્ર થયા, ત્યારે ગુરુ મહારાજે સૂરાચાર્યને બોલાવ્યા. એટલે તે આવ્યા અને તેમને આહાર આપતાં તેમણે વિગઈ ન લીધી. ત્યારે ગીતાર્થ સાધુઓએ તેમને સમજાવ્યા અને ગુરુએ પણ બહુ કહ્યું છતાં તેમણે પોતાનો આગ્રહ મૂક્યો નહિ. છેવટે શ્રી સંઘે સમજાવ્યું, ત્યારે તે આ પ્રમાણે કહેવા લાગ્યા કે‘મારી પ્રતિજ્ઞાનો તમે ભંગ ન કરાવો, હવે જો તમે વધારે કંઈ બોલશો, તો હું અવશ્ય અનશન કરીશ.' પછી ગુરુએ ગીતાર્થ સાધુઓ સાથે તેમને ભોજસભામાં જવાની અનુજ્ઞા આપી અને પોતાના ઉત્સંગ પર બેસાડીને સુજ્ઞ સુરાચાર્યને શિક્ષા આપતાં તેમણે સમજાવ્યું કે—‘હે વત્સ ! પરદેશમાં વિચરતાં તું બરાબર સાવધાન રહેજે. શાસ્ત્ર, વંશ, જાતિ, કુળ, પ્રજ્ઞા, સંયમ, યમ અને નિયમો જો કે પુરુષને જયવંત બનાવે છે, છતાં યૌવનનો વિશ્વાસ ન કરવો.'
એ પ્રમાણે ગુરુના ઉપદેશથી વિશેષ પ્રમુદિત થતાં તે સ્વ-પરદેશના યશસ્વી તપસ્વીઓને સન્માન આપવા
લાગ્યા.
270
પછી ગુરુની આજ્ઞા લઈને તે ભીમરાજાને પૂછવા માટે રાજસભામાં ગયા. કારણ કે રાજા સાથે પ્રથમથી જ તેમનો પરિચય થયેલ હતો. ત્યાં સુવર્ણની સાથે સુગંધની જેમ અદ્ભુત અને વિદ્વાન એવા પોતાના બંધુને રાજાએ સુવર્ણ અને મણિ-માણિક્યના સિંહાસન પર બેસાડ્યા. એવામાં માલવપતિ ભોજરાજાના પ્રધાન પુરુષો પુનઃ ત્યાં આવ્યા અને તેમણે પોતાના સ્વામીનું સ્વરૂપ ભીમરાજાને નિવેદન કરતાં જણાવ્યું કે—‘હે દેવ ! તમારા વિદ્વાનોના પ્રજ્ઞાતિશયથી અમારો સ્વામી ભોજરાજા ભારે સંતુષ્ટ થયો છે અને તેમને જોવાની ભારે ઉત્કંઠા ધરાવે છે. માટે હે વિચારદક્ષ નાથ ! આપ પ્રસન્ન થઈને તેમને મોકલો, કારણ કે વિદ્વાનો અને રાજાઓને અન્યોન્ય કૌતુક હોય છે.'
એટલે રાજાએ જણાવ્યું કે—‘મારો નૂતન બંધુ મહા વિદ્વાન છે, તો પોતાના જીવની જેમ એને હું પરદેશમાં શી રીતે મોકલી શકું ? તેમ છતાં જો તારો સ્વામી, મારી જેમ એનો આદર કરે અને પ્રવેશાદિક અવસરે પોતે એને માન આપે તો મોકલું.'
એવામાં સૂરાચાર્ય સંતુષ્ટ થઈને ચિંતવવા લાગ્યા કે—‘અહો ! આ તો ભાગ્યોદયની વાત કે ગુરુ પ્રસાદથી મને તે રાજાનું આમંત્રણ આવ્યું.’ એમ ધારીને તેમણે જણાવ્યું કે—હે રાજન્ ! ભોજરાજાના પંડિતે મોકલેલ ગાથા મેં જોઈ અને તેનો મેં પ્રત્યુત્તર આપ્યો. આ વિચિત્ર જગતમાં સાધુઓને કંઈ કૌતુક લાગતું નથી. છતાં તમારી અનુજ્ઞા હોય તો ભોજ રાજાને કંઈક આશ્ચર્ય પમાડવા હું ત્યાં જાઉં.'
ત્યારે ભીમ રાજાએ જણાવ્યું કે‘તમે મારા ભ્રાતા થઈને શું ભોજરાજાની પ્રશંસા કરશો ? સૂરિ બોલ્યા—‘હે રાજન્ ! તે રાજાની મારે પ્રશંસા કરવાનું શું પ્રયોજન છે ?
પછી ભોજરાજના પ્રધાનોએ તે બધું કબુલ કરતાં ભીમ રાજાએ સુજ્ઞ શિરોમણિ સૂરાચાર્યને પ્રયાણ માટે અનુજ્ઞા આપી, અને બંધુ પર ભક્તિ ધરાવનાર તેણે એક હાથી, પાંચસો અશ્વો અને એક હજાર પદાતિ સાથે આપ્યા. પછી નક્ષત્ર, વાર અને ગ્રહયુક્ત શુભ મુહૂર્તે તેમાં પણ ચર લગ્ન અને ક્રૂરગ્રહ બરાબર જોઈને ગુરુ