________________
શ્રી સૂરાચાર્યસૂરિ ચરિત્ર
262
૨ શ્રી સૂરાચાર્યસૂરિ ચરિત્ર
વિદ્વાનો અને શ્રી સંઘથી પૂજિત એવા શ્રીમાનું સૂરાચાર્ય તમારું કલ્યાણ કરો કે જેમણે પોતાની અધિકાર પ્રજ્ઞાથી બૃહસ્પતિને પણ જીતી લીધો. વળી જેણે પોતાની પ્રતિભાથી ભોજરાજાની સભાને પણ જીતી લીધી, એવા શ્રી સૂરાચાર્ય પ્રભુના અમે અહીં કેટલા ગુણગાન કરીએ ? વિદ્વાનોના હૃદયરૂપ ભીંતમાં ચિત્રની જેમ સ્થિર થયેલ અને વર્ણયશ વડે ઉજ્જવળ એવું તેમનું આશ્ચર્યકારી ચરિત્ર જાણીને ચિત્તની સ્થિરતા માટે હું વર્ણવું છું. ' રાજાની ન્યાય-પદ્ધતિની પ્રશસ્તિ સમાન અને ગુર્જર દેશના મંડનરૂપ એવું પૂર્વે અણહિલપુર નામે નગર હતું. ત્યાં દુષ્ટ રાજાઓને દબાવનાર, પોતાના પ્રતાપથી ક્ષત્રિયોને વશ કરનાર અને ચક્રવર્તી સમાન એવો ભીમ નામે રાજા હતો. શાસ્ત્ર-શિક્ષા આપવામાં ગુરુરૂપ, અક્ષત સત્યવ્રતથી સુશોભિત અને ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલો એવો દ્રોણાચાર્ય નામે એ રાજાનો મામો હતો. તેના સંગ્રામસિંહ નામે ભાઈનો મહા બુદ્ધિશાળી મહીપાલ નામે પ્રસિદ્ધ પુત્ર રાજા હતો કે જે પ્રજ્ઞામાં બૃહસ્પતિને પણ જીતે તેવો હતો. દૈવયોગે બાલ્યાવસ્થામાં જ તેનો પિતા મરણ પામ્યો, એટલે તેની માતાએ પોતાના ભાઈના પુત્ર-ગુરુ પાસે જઈને કહ્યું કે – ‘તમારા ભત્રીજા આ બાળકને તમે સંભાળો અને શિક્ષા આપો.” ત્યારે નિમિત્તના અતિશયથી ગુરુએ તેને શાસન પ્રભાવક જાણી સંતોષ–વચનથી આદરપૂર્વક ભ્રાતપત્ની પાસેથી તે બાળક લઈ લીધો. પછી ગુરુની સાક્ષીમાત્રથી તે બાળક પોતાની મેળે વ્યાકરણ ન્યાય અને સાહિત્ય તેમજ આગમમાં પ્રવીણ બની ગયો. વળી સ્નેહને લીધે ગુરુથી ક્ષણભર પણ અલગ થતો ન હતો. આથી તેની યોગ્યતા જાણીને ગુરુએ તેને દીક્ષા આપી અને તરત પોતાના પાટે સ્થાપ્યો. કારણ કે તેવા કામમાં વિલંબ કરવો યોગ્ય ન ગણાય. પછી વર્તમાન શાસ્ત્રોરૂપ કમળોને વિકસિત કરવામાં સૂર્ય સમાન અને લોકોના અજ્ઞાનરૂપ અંધકારને પરાસ્ત કરનાર એવા તે ગુરુ સૂરાચાર્ય એવા નામથી પ્રસિદ્ધ થયા.
હવે સરસ્વતીના કુળઘર સમાન, વિદ્વાનોની લીલાના મહા પ્રાસાદરૂપ તથા કળારૂપ નદીઓના મહાસાગર તુલ્ય એવા ભોજરાજાના પ્રધાનો શ્રી ભીમ રાજાની સભામાં આવ્યા અને તેમણે પોતાના સ્વામીના ગુણો વડે અદ્દભુત એવી એક ગાથા આ પ્રમાણે કહી સંભળાવી –
"हेलानिद्दलियगइंदकुंभ-पयडियपयावपसरस्स ।
સીહ મUTE વિદો નેય સંઘા” ? એ ગાથાને તેણે લીલામાત્રથી જાણીને તેમનો આદર-સત્કાર કર્યો અને તેમને આવાસ ભોજન વિગેરે આપ્યાં. એટલે તે પ્રધાનો રાજભવનમાં ગયા. ત્યારે રાજાએ પોતાના પ્રધાનોને આદેશ કર્યો કે – “એ ગાથાની પ્રત્યુત્તર ગાથા માટે કોઈ વિદ્વાનને શોધી કાઢો.” આથી કવિઓએ પોતપોતાની મતિને અનુસાર પ્રત્યુત્તરની