________________
266
શ્રી પ્રભાવક ચરિત્ર
એ પ્રમાણે શ્રીમાનું મહેન્દ્રસૂરિના હાથે દીક્ષિત થયેલ શ્રી શોભન મુનિ તથા બુદ્ધિનિધાન શ્રી ધનપાલ કવિનું ચરિત્ર સાંભળી ભવ્યજનો જૈનધર્મની દઢ વાસના વડે મિથ્યાતિમિરને દૂર કરનાર એવું સમ્યક્ત્વ-રત્ન પ્રાપ્ત કરો. | શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ મન પર લેતાં, શ્રી પ્રદ્યુમ્નાચાર્યે સંશોધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂ૫ રોહણાચલને વિષે શ્રીમહેન્દ્રસૂરિના ચરિત્રરૂપ આ સત્તરમું શિખર થયું.
તે શ્રી દેવાનંદસૂરિ પ્રમોદ વિસ્તારો કે જેમણે હૈમ વ્યાકરણમાંથી ઉદ્ધરીને સુજ્ઞોને સુગમ બોધ થવા માટે નવું સિદ્ધ સારસ્વત નામનું વ્યાકરણ બનાવ્યું. તેમના વંશરૂપ કનકાચલને વિષે કલ્પવૃક્ષ સમાન અને અમને પદઅર્થ આપનારા એવા શ્રીમાન પ્રદ્યુમ્નસૂરિ આ વાણી પ્રગટાવે છે.