________________
શ્રી મહેંદ્રસૂરિ ચરિત્ર
265
સુધીમાં કોઈએ મારા વચનને ખુલના પમાડી ન હતી. આવા મારા વચનને પ્રતિહત કરનાર એ બ્રાહ્મણ ખરેખર સાક્ષાત સરસ્વતી છે. માટે તે આચાર્યને અવલોકન કરવાના બહાને અહીંથી પ્રયાણ કરવું. તેજ ઉત્તમ છે.' એમ ધારીને તેણે ગુર્જરદેશ તરફ પ્રયાણ કર્યું.
હવે અહીં પ્રભાતે ભોજરાજાએ તે ધર્મ પંડિતને પોતાની સભામાં બોલાવ્યો. પણ ‘તે નથી' એમ જાણવામાં આવતા ધનપાલ કવિ બોલ્યો કે –
"धर्मो जयति नाधर्म इत्यलीकीकृतं वचः ।
इदं तु सत्यतां नीतं धर्मस्य त्वरिता गतिः" ॥ १ ॥ ધર્મ જય પામે છે. પણ અધર્મ નહિ-એ કહેવત મિથ્યા થઈ અને ધર્મની ગતિ ઉતાવળી હોય છે, એ વચન તેણે સત્ય કરી બતાવ્યું.”
એવામાં રાજાએ ધનપાલની પ્રશંસા કરતાં જણાવ્યું કે – “જેમ જીવ વિના શરીર અવયવયુક્ત છતાં બીજાને ઉત્તર આપવામાં તે સમર્થ નથી. તેમ સુજ્ઞશિરોમણિ એક ધનપાલ મિત્ર વિના ધર્મના વાદમાં સભા બધી મંગી બની ગઈ હતી. માટે તે જ એક સદા મારી પાસે રહો.” એમ સાંભળતાં રાજાના સન્માનથી ધનપાલ કવીશ ભારે સંતુષ્ટ થઈ રહ્યો. - હવે અહીં ધર્મ અણહિલપુરમાં પહોંચ્યો. શ્રી શાંતિસૂરિએ વાદમાં તેને જીતી લીધો. એટલે તેણે આચાર્યને ભારે પોતાની લાગણી બતાવી–એ બધું તેના ચરિત્ર થકી જાણી લેવું.
અહીં શોભનમુનિ મહાવિદ્વાન છે અને આગમ-જ્ઞાનના નિધાન છે. તેમણે એકવાર યમકાલંકારથી અતિભક્તિપૂર્વક તીર્થંકર પ્રભુની સ્તુતિ બનાવી. તે બનાવવાના જ એક ધ્યાનમાં હોવાથી તે એક શ્રાવકના ઘરે ત્રણવાર ભિક્ષા લેવા ગયા એટલે શ્રાવિકાએ પૂછયું કે – “હે ભગવન્! ત્રણવાર તમે શા કારણથી આવ્યા? | મુનિ બોલ્યા – “ચિત્તના વિક્ષેપને લીધે હું ગમનાગમન જાણી શકતો નથી.' એ વાત શ્રાવિકા પાસેથી જાણવામાં આવતાં ગુરુ મહારાજે તેમને પૂછયું, ત્યારે શોભન મુનિએ જણાવ્યું કે - “સ્તુતિના ધ્યાનમાં હોવાથી હું કંઈ જાણી ન શક્યો.” પછી ગુરુએ તે કાવ્યો જોયાં, જેથી ચમત્કાર પામીને તેમણે ભારે હર્ષપૂર્વક શોભનમુનિની પ્રશંસા કરી. તે જ વખતે દૃષ્ટિદોષથી શોભન મુનિ શ્રીસંઘના અભાગ્યે જવરથી પીડિત થવાથી તત્કાલ પરલોકવાસી થયા. એટલે સિદ્ધ સારસ્વત કવીશ્વરે પોતાના બંધુના દઢ સ્નેહથી તે ચતુર્વિશતિ જિનસ્તુતિની પોતે ટીકા બનાવી.
એકવાર પોતાના આયુષ્યનો અંત નજીક આવેલ જાણી ધનપાલ પંડિતે ગુરુ પાસે પરલોક સાધવા માટે રાજાની અનુમતિ લીધી. એટલે શ્રી મહેન્દ્રસૂરિ પાસે તેણે ગૃહસ્થપણામાં જ સંલેખના કરી ત્યાં તીવ્ર તપથી દેહશુદ્ધિ કરતાં, અંતરશત્રુને જીતતાં અને નિરતિચારપણે સમ્યક્ત્વ પાળતાં તે ગુરુ પાસે રહ્યો. વળી શ્રુતના પારગામી એવા સ્થવિર મુનિઓ પાસે કાળ નિર્ગમન કરતાં પ્રાંતે દેહનો ત્યાગ કરીને તે સૌધર્મ દેવલોકમાં ગયો. તે વખતે ઉભયલોકમાં હિતકારી તેનું અદૂભુત પાંડિત્ય જોઈ સંતુષ્ટ થતાં પોતે ગુરુ પણ અનશનપૂર્વક સ્વર્ગે ગયા.