________________
264
શ્રી પ્રભાવક ચરિત્ર "वणिक्चक्राक्रंदत्विषि शकुनिकोलाहलगणे
निराधारास्तारास्तदनु च निमज्जति मणयः" ॥ ९ ॥ વેપારીઓના સમુદાયના આઝંદરૂપી કિરણોવાળા પક્ષીઓનો કોલાહલ હોય છે આધાર વિનાના બનેલા તારાઓ ત્યાર પછી મણિઓમાં સમાઈ જાય છે.
અત્યંત કર્ણકટુ હોવાથી, ચંદ્રાસ્તના વર્ણનથી અને ન્યુનોક્તિ દૂષણથી સભ્ય જનોએ એ સમસ્યાપૂર્તિ તેની માન્ય ન કરી, એટલે ધનપાલ બોલ્યો – “એ સમસ્યા પર વજ પડો’ આથી મિથ્યા આડંબર રાખનાર તે કવિ વિલક્ષ થઈ ગયો અને જયની આશા તેની ભગ્ન થઈ ગઈ.
એટલે ધનપાલ કવીશ્વરે વિદ્વાનોને મનોહર લાગે તેમ તે સમસ્યા અનાયાસે પૂરી કરી. કારણ કે એ તેને મન નજીવી વાત હતી.
"असावप्यामूलात् त्रुटितकरसंतानतनिकः
प्रयात्यस्तं स्रस्तासितपट इव श्वेतकिरणः" ॥ આ ચંદ્રમા મૂલથી કિરણો તૂટતાં પડી જતા શ્વેત પટની જેમ અસ્ત પામે છે.
ત્યારે ભગ્ન થતાં પરાભવરૂપ સમુદ્રમાં નિમગ્ન થયેલ ધર્મને કવિએ પ્રતિબોધ પમાડતાં, નાવની જેમ આશ્વાસન આપીને તેનો ઉદ્ધાર કર્યો.
आसंसारं करपुंगवेहिं पइदियह गाहियसारोवि ।
अज्जवि अभिन्नमुद्दो. व्व जयइ वायापरिप्फंदो ॥ મદ ન કરવા માટે તેણે સૂચવ્યું કે – “મરણ સુધી પ્રતિ દિવસ શાસ્ત્રનો સાર ગ્રહણ કર્યો છતાં એવો કોણ કવિ પુંગવ છે કે જેની વાણીનો વિલાસ અદ્યાપિ અભિન્ન મુદ્રાયુક્ત થઈને જયવંત હોય ?'
પછી ધનપાલ પંડિતે રાજાને સંમતિ આપતાં જણાવ્યું કે – “હે રાજન્ ! ધર્મ પંડિતને એક લાખ દ્રવ્ય આપો.'
ત્યારે ધર્મ બોલી ઉઠ્યો કે – “આ બ્રહ્માંડના ઉદરરૂપ કોટર કેટલું, તેમાં પણ માટીના ગોળારૂપ આ પૃથ્વીમંડળ કેટલું, તેમાં પણ આવા કરોડો રાજાઓ છે તેમાં કેટલાક યાચકોની ગદ્ગદ્ ગિરાથી દાન આપે છે.. હા ! અમે તો ખરેખર વજ જેવા કઠિન છીએ. કે તેમની પાસે જ યાચના કરીએ છીએ. માટે અસાર અને નશ્વર એ ધન હું લેનાર નથી. કારણ કે પોતાના અભિમાનરૂપ જીવ હરાઈ જતાં પુરુષ શબ તુલ્ય છે.” એમ બોલીને પુનઃ તે કહેવા લાગ્યા કે – “એક ધનપાલ કવિ જ બુદ્ધિનિધાન છે, એમ મારા મનમાં હવે પ્રતીતિ થઈ છે. નિશ્ચય એની સમાન કોઈ પંડિત નથી.'
એટલે વિસ્મય પામતાં સિદ્ધ સારસ્વત કવિ કહેવા લાગ્યો કે - હે સુજ્ઞ ‘નથી' એમ ન કહેવાય કારણ કે “રત્નમ વસુંધરા' પૃથ્વીમાં અનેક પુરુષરત્નો હોય છે. અણહિલ્લપુરમાં શ્રીમાન શાંતિસૂરિ બુધ શિરોમણિ છે, કે જે જગતમાં જૈન તરીકે વિખ્યાત છે. હે મિત્ર ! તું તેમની પાસે જા.' પછી રાજાએ અને ધનપાલે સ્નેહપૂર્વક તેને વિસર્જન કર્યો એટલે તેના વિજ્યમાં ભગ્નાશ થયેલ તે પોતાના મનમાં ચિંતવવા લાગ્યો કે – “અત્યાર