________________
શ્રી મહેંદ્રસૂરિ ચરિત્ર
હૃદયમાં હર્ષ પામતો પોતાના ઘરે ગયો અને ધનપાલ પણ વેષ તજીને પોતાના ઘરે આવ્યો, તે ઘર સફાઈ વિનાનું હતું, સસલા અને ઉંદરોના બિલોથી વ્યાપ્ત અને ઘણા રાફડાથી તે ભારે દુર્ગમ બની ગયું હતું.
પછી પ્રભાતે રાજભવનમાં આવતાં રાજાએ તેને મકાનની શુદ્ધિ પૂછી ત્યારે ધનપાલ કહેવા લાગ્યો કે ‘હે રાજન્ ! સત્ય વચન સાંભળો—અત્યારે આપણા બંનેનું ઘર સમાન છે. કારણ કે તારા મકાનમાં સુવર્ણના વિશાલ પાત્રો છે અને મારા ઘરમાં વિસ્તૃત આર્તનાદ થઈ રહ્યા છે,. તારું ભવન બધા પરિજનથી વિભૂષિત છે અને મારું ગૃહ સમસ્ત પરિજનથી રહિત છે, વળી તારું ભવન હાથી—હાથણીઓથી ગહન છે અને મારું ઘર રજ-ધૂળથી વ્યાપ્ત છે.’
263
હવે રાજાએ ઇંદ્ર સભા સમાન પોતાની સભામાં ધર્મવાદીને બોલાવીને જણાવ્યું કે – ‘હે વાદી ! સાંભળ, આ વાદીઓના ગર્વને ઉતારનાર ધનપાલ કવીશ્વર આવ્યો છે.’ ત્યારે પોતાના પૂર્વ પરિચિત છિત્તપ નામના વિદ્વાનને જોઈ ધર્મ તેને સંતોષ પમાડવા માટે આ પ્રમાણે કાવ્ય બોલ્યો :—
'श्रीछित्तपे कर्द्दमराजशिष्ये सभ्ये सभाभर्त्तरि भोजराजे । सारस्वते स्त्रोतसि मे प्लवंतां पलालकल्पा धनपालवाचः ' '' 11
**
કર્દમરાજ—શિષ્ય શ્રીછિત્તપ સભાસદ અને ભોજરાજા સભાપતિ છતે પલાલ-ઘાસતુલ્ય ધનપાલની વાણી મારા સારસ્વત પ્રવાહમાં તણાઈ-ડૂબી જાઓ.
ત્યારે ધનપાલ કવિએ એજ શ્લોકને વિપરીતપણે બતાવતાં જણાવ્યું કે :—
" धनपेति नृपस्यामंत्रणे में मम तद्गिरः 1
आलवाचः प्लवंतां हि सिद्धसारस्वते स्वरे " ॥ १ ॥
ધનપ એ રાજાનું આમંત્રણ બનાવતાં હે ધનપ ! એવો અર્થ થાય. મે એટલે મમ અર્થાત્ તે ધર્મ પંડિતની વાણી એટલે આલવાચઃ = એટલે બકવાશ સિદ્ધસારસ્વત પ્રવાહમાં તણાઓ.'
એ પ્રમાણે રાજમિત્રે શબ્દ ખંડનથી તે જ અક્ષરોમાં એનો જ પ્રતિપક્ષ અર્થ કહી બતાવ્યો.
પછી ધનપાલ કવિએ તેને સમસ્યા આપી, જે તેણે એકસો આઠવાર પૂરી કરી,પરંતુ તેમાંની એક પણ નિર્દોષ કે વિદ્વાનોને આશ્ચર્ય પમાડે તેવી ન હતી. તે ધર્મ વિદ્વાને છેવટે આ પ્રમાણે સમસ્યા પૂરી ઃ— સમસ્યાનો પૂર્વાર્ધ આ રીતે છે ઃ —
तपनं
"इयं व्योमांभोधेस्तटमिव जवात्प्राप्य निशानौर्विश्लिष्टा घनघटितकाष्ठा विघटते"
॥
આ સૂર્ય આકાશરૂપી સમુદ્રના કિનારા જેવા ક્ષિતિજને વેગથી પ્રાપ્ત કરીને વાદળારૂપી કાષ્ટથી ઘડાયેલી રાત્રિરૂપી નૌકાને છૂટી પાડે છે.
સમસ્યાપૂર્તિ, ઉત્તરાર્ધ આ પ્રમાણે છે ઃ—