________________
શ્રી પ્રભાવક ચરિત્ર
ગાથાઓ બનાવી, પરંતુ તેમાંની એક પણ ગાથા રાજાને ચમત્કારી ન લાગી. એટલે સર્વ દર્શનીઓના સ્થાનોમાં, ચતુષ્પથે, ત્રિપથે, રાજમાર્ગે, હવેલીઓ, તેમજ ચૈત્યોમાં તે પ્રધાનો તેવા વિદ્વાનને શોધવા માટે નીકળી પડ્યા.
268
એવામાં એકવાર તે ગોવિંદાચાર્યના ચૈત્યમાં ગયા. તે દિવસે કોઈ પર્વ હોવાથી ત્યાં નાટક ચાલતું હતું તેમાં એક નર્તકી પોતાના હસ્તરૂપ ધ્વજ ઉંચા કરી, અંગના અભિનયથી નૃત્ય કરી રહી હતી. વાજિંત્ર અને તાલ સાથે નૃત્ય કરતાં અને વારંવાર અંગને મરડતાં તે શ્રમિત થઈ ગઈ. એટલે સ્પર્શમાં નવનીત સમાન કોમળ પત્થરથી બનાવેલ અને તેની કઠિનતાને જાણે દ્રવિત કરવા માટે જ તે નટીએ પવનના યોગે પ્રસ્વેદ (પસીના) ને દૂર કરવા માટે એક સ્તંભનો આશ્રય લીધો. તે વખતે કેટલાક વિશિષ્ટ પુરુષોએ શ્રી ગોવિંદસૂરિને વિનંતિ કરી કે આવી સ્થિતિમાં રહેલ આ નર્તકીનું તમે સ્પષ્ટ રીતે વર્ણન કરો.’
ત્યારે ગુરુએ તેનું વર્ણન કરવા માટે ત્યાં બેઠેલા સૂરાચાર્યને આદેશ કર્યો. એટલે તેમણે વર્ણન કરતાં તરત જણાવ્યું કે · ‘હે સ્તંભ ! મૃગાક્ષી નવયૌવનાના કંકણ—આભરણયુક્ત અને કોમળ બાહુલતાના સંગથી જે તું સ્વેદયુક્ત ચલાયમાન અને કંપિત થતો નથી, તેથી ખરેખર ! તું પત્થરથી બનાવેલ છે, એ વાત સત્ય છે.’
–
કે
એ પ્રમાણે સાંભળતાં તરત જ તે પ્રધાનોએ ભીમરાજા પાસે આવીને હર્ષથી તે હકીકત નિવેદન કરી ‘હે સ્વામિન્ ! ગોવિંદસૂરિની પાસે એક કવિ છે, તે પેલી ગાથાનો પ્રત્યુત્તર આપવાને સમર્થ છે:' ત્યારે રાજા બોલ્યો કે — ‘એ આચાર્ય તો આપણા પૂર્ણ મિત્ર છે. માટે તેમનો સત્કાર કરીને કવિસહિત તે ગુરુને અહીં તેડી આવો.'
એમ રાજાનો આદેશ થતાં તે પ્રધાનો તરત જ ગોવિંદાચાર્યના ઉપાશ્રયમાં આવ્યા અને સન્માનપૂર્વક બોલાવતાં આચાર્ય રાજસભામાં આવ્યા. એવામાં આચાર્યની પાસે સૂરાચાર્યને જોતાં રાજાએ પ્રમોદપૂર્વક કહ્યું કે — ‘એ તો મારા મામાનો પુત્ર છે, તેથી એનામાં સર્વ પ્રકારની શક્તિ સંભવે છે.' પછી આચાર્ય આશીર્વાદ આપીને રાજાએ આપેલ યોગ્ય આસન પર બિરાજમાન થયા, એટલે વિદ્વાનોએ, ભોજ રાજાએ મોકલેલ પેલી ગાથા કહી સંભળાવી. જે સાંભળતાં તરત જ સૂરાચાર્ય બોલ્યા. કારણ કે તેવા પ્રકારનો પુણ્યોદય વિદ્યમાન છતાં વિલંબને અવકાશ ક્યાંથી હોય ? તે આ પ્રમાણે ગાથા બોલ્યા –
"अंधय सुयाणकालो भीमो पुहवीइनिम्मिओ विहिणा ।
जेण सर्वपि न गणियं का गणणा तुज्झ इक्कस्स" ॥ १ ॥
એ પ્રમાણે ગાથા સાંભળતાં રોમાંચિત થયેલ ભીમરાજાએ ભોજના પ્રધાનોના હાથમાં એ ગાથા આપીને તેમને વિદાય કર્યા. પછી તે ગાથા વાંચતાં ભોજને વિચાર આવ્યો કે - ‘જ્યાં આવા કવિઓ વિદ્યમાન છે, તે દેશ પરાભવ કેમ પામે ?’
અહીં ભીમ રાજાએ સન્માનપૂર્વક આચાર્યને વિદાય કરતાં જણાવ્યું કે — ‘તમે પાસે હોવા છતાં વિદ્વાનોથી ગાજતો ભોજ ભૂપાલ શું કરવાનો હતો ?'
એકવાર ગુરુ મહારાજે સૂરાચાર્ય શિષ્યને અભ્યાસ કરાવવામાં નિયુક્ત કર્યા, કારણ કે ગુણો એ જ પુરુષની પ્રતિષ્ઠાને વૃદ્ધિ પમાડે છે. પછી કુશાગ્રમતિ અને ભારે સમર્થ એવા સૂરાચાર્ય શિષ્યોને શાસ્ત્રનાં તત્ત્વો એવી રીતે સમજાવતા કે તેઓ માત્ર એક જ વાર સાંભળતાં જાણી લેતા હતા. તેમ છતાં તરુણાવસ્થા અને બુદ્ધિની