________________
શ્રી મહેંદ્રસૂરિ ચરિત્ર
પણ ભોજન કરતો નથી.’ એમ કહીને તે ખેતરમાં ગયો. ત્યાં ક્ષેત્રપાલની પૂજા કરીને જેટલામાં તે ખેતરના માળા પર બેઠો, તેવામાં વાડની બહાર ક્ષેત્રપાલના પ્રસાદથી જાણે સાક્ષાત્ શક્તિદેવી હોય તેવી એક નગ્ન યોગિની તેના જોવામાં આવી. એટલે યોગિનીએ તેની પાસે એક ઇક્ષુલતા (શેલડીનો સાઠો) માંગી, ત્યારે તેણે અતિભક્તિપૂર્વક તેને ભારે રસદાર શેલડીના બે સાંઠા આપ્યા. તેના આસ્વાદથી અતિ પ્રસન્ન થયેલ તે યોગિની કહેવા લાગી કે ‘હે વત્સ ! શું તું શરમાય છે કે નહિ ?'
-
તે બોલ્યો હે મહામાયા ! હું શરમાતો નથી.'
ત્યારે - તે બોલી પુનઃ ‘તો વચન આપ.’ એટલે તેણે વાડ બહાર આવી, આદરપૂર્વક વચન આપ્યું. ત્યાં યોગિનીએ તેના મુખમાં અમૃત સમાન ઇક્ષુરસનો કોગળો નાખ્યો અને તેના મસ્તક પર પોતાનો હાથ રાખ્યો. પછી તે સરસ્વતી દેવી ક્ષણવારમાં અદૃશ્ય થઈ ગઈ. એટલે ધર્મ તે બધું મૂકી દઈને ત્યાંથી તરત ચાલી નીકળ્યો, અને હળવે હળવે આગળ ચાલતાં તે નર્મદાના તીરે આવી પહોંચ્યો.ત્યાં સારસ્વત તેજના ઉદયથી તે ચિંતવ્યા વિના કાવ્યો બનાવવા લાગ્યો. નર્મદાનું તેણે આ પ્રમાણે વર્ણન કર્યું – ‘અહો ! આ પાતાલમૂલનો સ્પર્શ કરનારા અને વિંધ્યાચલને ભેદનારા નર્મદાના જળ પ્રવાહો ત્રાસ ઉપજાવે છે. અને તટ પર ઉત્પન્ન થયેલા વૃક્ષોને જે લીલામાત્રથી ઉખેડી નાખે છે; નચાવે છે. આઘાત પમાડે છે, ક્ષણવાર પાછા હઠાવે છે. પછી આગળ પ્રેરે છે, ક્ષણવાર તજે છે. પાછા સ્વીકારે છે. ક્ષણવાર છુપાવે છે અને પાછા પ્રગટ કરે છે. પછી નાવથી નદી ઉતરીને તે નગરમાં આવ્યો અને પોતાના ઘરે આવતાં માતાએ વાત્સલ્યથી તેનો ક૨સ્પર્શ કર્યો તેમજ પિતાએ તેને બોલાવ્યો કે — ‘હે વત્સ ! આજે મોડો કેમ આવ્યો ! વળી લઘુ બંધુએ પ્રેમ બતાવીને પોતાના શિરથી તેના હૃદયનો સ્પર્શ કર્યો. તેમજ ‘હે ભાઈ ! હે ભાઈ !' એમ ભગિનીએ પણ તેને વારંવાર ગદ્ગદ્ શબ્દથી બોલાવ્યો. એટલે તે બધાની અવગણના કરતાં કર્કશ શબ્દથી ધર્મ કહેવા લાગ્યો કે — ‘હે માતા ! તું પણ મારો સ્પર્શ ન કર. હે તાત ! તું પણ મને તૃપ્તિ ન પમાડ, હે ભ્રાત ! તું પણ મને વૃથા શા માટે ભેટે છે? હે બહેન ! તું વિના કારણે શા માટે રોવે છે ? જે નિર્દયો નિઃશંક થઈને મદિરા પીવે છે, મનુષ્યનું માંસ ખાય છે અને નિર્લજ્જ થઈને ચંડાલણી પ્રત્યે ગમન કરે છે, આપણે તે કૌલ મતના છીએ.’ એમ કહી, સ્નેહનો ત્યાગ કરતાં તે તરત જ ઘર થકી ચાલી નીકળ્યો. પછી તે અવંતિ દેશના સારરૂપ એવી ધારા નગરીમાં ગયો. ત્યાં માનપર્વતના શિખરે ચડેલ તેણે રાજભવનના દ્વાર પર બેસીને ભોજ રાજાને પોતાની મોટાઈનો શ્લોક લખી મોકલાવ્યો કે — ‘ગૌડ દેશમાં મેં શંભુપંડિતને જીતી લીધો. ધારા નગરીમાં વિષ્ણુને, મંડલ નગરમાં ભિટ્ટને અને કાન્યકુબ્જમાં પશુપતિને જીતી લીધો. તેમ જલ્પવાદમાં બીજા પણ કેટલાયે વાદીઓને મેં જડ જેવા બનાવી દીધા છે. હે રાજન્ ! તે ધર્મપંડિત પોતે અહીં આવીને દ્વાર પર બેઠો છે. વળી દર્શનોમાં જે કોઈ પૃથ્વી પર પોતાને પંડિત માનતો હોય, તે તર્ક, લક્ષણા, સાહિત્ય કે ઉપનિષમાં મારી સામે આવીને વાદ ક૨વા ઉભો રહે.’ પછી ભોજ રાજા સમક્ષ આવતાં સભાને તૃણ સમાન માનનાર એવો તે અહંકાર લાવી કહેવા લાગ્યો કે ‘ચિરકાલથી સેવન કરેલ વિદ્વાનોનો અપ્રતિમલ્લતાનો મદ હવે ગળી જાઓ. કારણ કે અપૂર્વ રૂપધારી તપોધન (બ્રાહ્મણ) રૂપે આ પોતે સરસ્વતી તારી પાસે ઉપસ્થિત થઈ છે. વળી હે રાજેન્દ્ર ! હું ઉંચો હાથ કરીને જણાવું છું કે – જેનામાં શક્તિ હોય, તે વાદી મારી સમક્ષ આવીને વાદ કરે. વિતંડાવાદમાં પ્રવીણ એવો હું વાદ કરવાને તત્પર છતાં જગતમાં કોઈ પંડિત નથી કે જે મારી સામે બોલી શકે. હે નરદેવ !
—
261