________________
શ્રી પ્રભાવક ચરિત્ર
અને નિદ્રા પણ તેનાથી દૂર થઈ ગઈ. પોતાના પિતાની આવી સ્થિતિ જોઈ સાક્ષાત્ સરસ્વતી સમાન એવી નવ વરસની તેની બાલિકાએ ખેદનું કારણ પૂછતાં તેણે સત્ય હકીકત પુત્રીને કહી સંભળાવી. જે સાંભળી તાતને ધી૨જ આપતાં તે બાળા બોલી કે ~ ‘હે તાત ! રાજાએ તે પુસ્તક અગ્નિમાં નાખી બાળી દીધું, તો શું થયું ? પણ તે મારા હ્રદયે અક્ષય છે. માટે તમે ઉઠો અને સ્નાન, દેવપૂજા, ભોજન વિગેરે કરો. એ બધી કથા તમને સંભળાવીશ. આથી ધનપાલ કવિએ સ્નાનાદિ બધી ક્રિયા સંતોષપૂર્વક સમાપ્ત કરી અને પછી તેણે પુત્રીના મુખથી સમસ્ત કથા સાંભળી તેમાં જેટલી વાત તેના સાંભળવામાં આવી ન હતી. તેટલી તે બોલી શકી નહિ. એટલે કથામાં ત્રણ હજાર શ્લોક ન્યૂન રહ્યા. જે બીજા સંબંધથી જોડીને તેણે બધા પુસ્તકમાં લખી લીધા.
260
હવે ત્યાં અપમાન થવાથી ધનપાલ કવીશ્વર ધારાનગરીથી ચાલી નીકળ્યો. કારણ કે સજ્જનો માનહીન
થતાં ત્યાં સ્થિતિ કરતા નથી. પશ્ચિમ દિશા તરફ ક્ષોભ વિના ચાલતાં તે નગરજનોથી સુશોભિત એવા સત્યપુરમાં આવી પહોંચ્યો. ત્યાં શાશ્વત પદ સમાન શ્રી મહાવીર ચૈત્ય દૃષ્ટિગોચર થતાં તે મહાપંડિત ૫૨મ આનંદને પામ્યો. પછી ભગવંતને નમસ્કાર કરી તેણે વિરોધાભાસ અલંકારોથી અલંકૃત એવી ‘વેવ નિમ્મત’ ઇત્યાદિ પ્રાકૃત સ્તુતિ બનાવી કે જે અદ્યાપિ વિદ્યમાન છે.
હવે અહીં કેટલાક દિવસ પછી ભોજરાજાએ ધનપાલકવિને બોલાવ્યો, પરંતુ તેના ચાલ્યા જવાનો વૃત્તાંત સાંભળવામાં આવતાં રાજા ખેદાતુર થઈ કહેવા લાગ્યો કે — ‘જો મનમાં વિચાર કરીએ, અમારી સામે કર્કશ વચનને બોલનારો ભલે જાઓ, પરંતુ સરસ્વતી સમાન સત્યવાદી તેના જેવો પંડિત બીજો કોઈ નથી. અમે ભાગ્યહીન કે એવા પુરુષના સંસર્ગથી રહિત થયા. તેના નિવાસનું પુણ્ય હવે આ દેશને ક્યાંથી મળે ?’ એ પ્રમાણે અમાવસ્યામાં ચકોરની જેમ ભોજ રાજા ખેદ પામતો રહેવા લાગ્યો. એવામાં કૌલમતનો ધર્મ નામે પંડિત ત્યાં આવી ચડ્યો. તેનો વૃત્તાંત આ પ્રમાણે છે. જે
અનંત ગોત્રો (પર્વતો) ના આધારરૂપ, પુરુષોત્તમ (કૃષ્ણ અથવા ઉત્તમ પુરુષો) ના આશ્રયરૂપ તથા અનેક રત્નોના નિધાનરૂપ સમુદ્ર સમાન લાટ સામે દેશ છે, જ્યાં નર્મદાના તરંગો દર્શન કરતા લોકોને પાવન કરે છે. એવું ભૃગુકચ્છ નામે ત્યાં નગર છે. ત્યાં વેદ વેદાંગનો પારંગામી અને જાણે સાક્ષાત્ શરીરધારી બ્રહ્મા હોય એવો સૂરદેવ નામે મુખ્ય બ્રાહ્મણ રહેતો હતો. સતીઓમાં શિરોમણિ એવી સાવિત્રી નામે તેની પત્ની હતી કે જે નીતિપાત્ર અને દાનેશ્વરોમાં પ્રખ્યાત હતી. તેમના ધર્મ અને શર્મા નામના બે પુત્રો હતા કે જે પિતાની આશાના સ્થાન હતા, તેમજ ગોમતી નામે તેમની એક પુત્રી હતી. તેમાં ધર્મ પોતાના નામથી વિપરીત અને શઠપણાથી તે અનીતિએ ઉતર્યો, જેથી સૂર્યને શનિશ્ચરની જેમ પિતાને તે સંતાપજનક થઈ પડ્યો. એકવાર પિતાએ ધર્મને શિખામણ આપતાં સમજાવ્યું કે ‘હે વત્સ ! આજીવિકા માટે ધન ઉપાર્જન કર. કારણ કે તે વિના ઉદરપૂરણ માટે તને ધાન્ય મળવાનું નથી.' પછી પોતે કળાહીન, વિદ્યારહિત અને નીચ જનના સંસર્ગથી સર્વ પ્રકારના ઉપાય થકી ભ્રષ્ટ હોવાથી તે ઇક્ષુક્ષેત્રનો રક્ષક બન્યો. ત્યાં વડવૃક્ષમાં એક ક્ષેત્રપાલ હતો. એટલે દૈવયોગે તે ધર્મ ભક્તિપૂર્વક નિરંતર તેની પૂજા કરવા લાગ્યો.
-
એવામાં એક વખતે ધર્મ પોતાના સ્વામીના ઘરે ગયો. તે દિવસે કોઈ પર્વ હોવાથી ક્ષેત્રપતિએ તેને કહ્યું કે — ‘આજે અહીં ભોજન કર.' ત્યારે તેણે સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું કે — ‘ક્ષેત્રપાલની પૂજા વિના હું પ્રાણાંતે