________________
શ્રી મહેંદ્રસૂરિ ચરિત્ર
259
મહેન્દ્રસૂરિના હાથે જિનબિંબની તેણે પ્રતિષ્ઠા કરાવી, પછી તેણે ભગવંતની સમક્ષ બેસીને ‘નયગંતુq' ઇત્યાદિ પાંચસો ગાથાની સ્તુતિ બનાવી.
એવામાં એક વખતે સ્મૃતિ-કથાના વિસ્તારમાં મુગ્ધ બનેલ રાજાએ પોતાના મિત્ર ધનપાલને કહ્યું કે – ‘તું પણ કોઈ જૈનકથા મને સંભળાવ.” એટલે તેણે વિદ્વાનોને વિચારવા લાયક, દોષથી ઉદ્ધાર કરનારી, રસથી કાવ્યરૂપ ચક્ષુને નિર્મળતા આપનારી, વિદ્વાનોના મુખમાં કપૂરના પૂર સમાન, વર્ણપૂરિત અને નવરસથી વિસ્તૃત એવી બાર હજાર શ્લોકના પ્રમાણવાળી તિલકમંજરી સામે યથાર્થ કથા બનાવી. કવીશ્વરે એ કથાને નવ રસોથી ઓતપ્રોત કરી દીધી. વળી તે કથાની પરિસમાપ્તિ સુધી તે તેમાં જ એક ધ્યાને રહ્યો. જાણે પોતાના સહચારી હોય તેમ નવ રસો પરસોના પ્રસ્તાવ-પ્રસંગને ધારણ કરવા લાગ્યા. એટલે લોકો તેમાં સતત ષડૂરસોનો સ્વાદ અનુભવવા લાગ્યા.
; ' પછી કવીશ્વરની પુત્રીએ તેને પૂછયું કે “હે તાત! એ ગ્રંથ શું સમાપ્ત થયો ? અહો પિતાના ધ્યાનમાં અને પુત્રીના જ્ઞાનમાં સ્પર્ધા ખરેખર આશ્ચર્ય ઉપજાવે તેવી હતી.
હવે તે કથા સમાપ્ત થતાં કવિશિરોમણિ ધનપાલે વાદિવેતાલ એવા શ્રી શાંતિસૂરિને બોલાવ્યા. તેમણે ઉત્સુત્ર-પ્રરૂપણા દૂર કરી તેનું સંશોધન કર્યું. કારણ કે તે સિદ્ધસારસ્વત હોવાથી તેની કૃતિમાં શબ્દ કે સાહિત્યદોષ તો ક્યાંથી હોય? પછી તે કથા વાંચતાં રસ–સંગ્રહને માટે રાજાએ તે પુસ્તકની નીચે સુવર્ણનો થાળ મૂકાવ્યો. એટલે આધિ વ્યાધિનો ઉચ્છેદ કરવામાં કારણરૂપ અને અક્ષય તૃપ્તિને આપનાર એવા તે કથાના રસરૂપ અમૃતનું રાજાએ ત્યાં સંપૂર્ણ રીતે પાન કર્યું પછી તે કથા સમાપ્ત થતાં રાજાએ જણાવ્યું કે – “હું તને કંઈક પૂછું છું અને હે કવિવર ! કંઈક તારી પાસે માગણી કરું છું તો તેથી તું મારા પર રોષ લાવીશ નહિ. પ્રથમ જ કથાના આરંભમાં ‘શિવ રક્ષણ કરો' એમ મંગલાચરણ કર, તેમ મારા કહેવાથી તેમાં ચાર સ્થાનનું પરાવર્તન કર. અયોધ્યાને સ્થાને ધારાનગરી, શક્રાવતાર ચૈત્યને સ્થાને મહાકાલ, ઋષભને સ્થાને શંકર અને ઇન્દ્રને સ્થાને મારું નામ રાખ. એટલે આનંદ વડે સુંદર એવી આ કથા યાવચંદ્રદિવાકરી જગતમાં જયવંતી વર્તે.”
ત્યારે ધનપાલ પંડિત કહેવા લાગ્યો – “હે નરેન્દ્ર ! એ પ્રમાણે પરાવર્તન કરતાં તો શુભને બદલે અશુભ થાય. હું એક સત્ય વચન કહું છું, તે સાંભળ. જેમ પૂર્ણ પયપાત્ર બ્રાહ્મણના હાથમાં હોય, તેમાં મદ્યનું એક બિંદુ પડતાં તે અપવિત્ર થઈ જાય, તેમ એ નામોનું પરાવર્તન કરતાં પવિત્રતાને હાનિ પહોંચવાથી કુળ, રાજય અને દેશનો ક્ષય થઈ જાય. શેષ (નાગ) સંબંધી સેવા વિશેષને જે જાણતા નથી, તે દ્વિજિલ્લતા (દુર્જનતા) ને પામતાં હીન કુળમાં ઉત્પન્ન થવાથી વિદ્વાનોમાં શું લજજાપાત્ર થતા નથી ?'
એ પ્રમાણે પંડિતના વચનથી ભોજરાજાને કોપ ચડ્યો. તેથી ટાઢ દૂર કરવાને પૂર્વે સામે રાખવામાં આવેલ સગડીના ધગધગતા અંગારામાં તેણે તે પુસ્તક નાખી દીધું. આથી રોષ પામતાં ધનપાલ કઠોર વચનથી પ્રતિજ્ઞા કરતાં રાજા પ્રત્યે કહેવા લાગ્યો કે – “બસ, હવે ફરીવાર તારી સાથે બોલવું નથી. તું માલવપતિ થઈને વિપરીત કેમ માને છે ? વળી કૃત્યમાં તો તું ખરેખર અધમ છે, કે ધનપાલને પણ મૂક્યો નહિ. હું એમ પૂછું છું કે આ વંચનકળા તું ક્યાંથી શીખ્યો?
પછી ખેદયુક્ત મનથી તે પોતાના ઘરે જઈ બીછાના વિનાના ખાટલા પર નીચું મુખ કરીને સુઈ ગયો. એટલે સ્નાન, દેવપૂજા, ભોજન કે બોલવા જતાં તેને કંટાળો આવવા લાગ્યો. કથાની વાત પણ તે ભૂલી ગયો