________________
258
શ્રી પ્રભાવક ચરિત્ર
" स्नाता तिष्ठति कुंतलेश्वरसुता वारोंगराजस्वसुद्यूतेनाद्य जिता निशा कमलया देवी प्रसाद्याद्य च । इत्यंतःपुरचारिणावनिता विज्ञापनानंतरं"
કવિએ ચોથો પાદ આ પ્રમાણે પૂર્યો
“મૃત્ના પૂર્વતુાં વિધાય, ઘટ્ટુશો પાળિ ભૂવોઽમનસ્' ॥ ? ॥
કુંતલેશ્વરની પુત્રી અને વારોંગરાજની બહેન સ્નાન કરીને ઉભી છે. દેવીને પ્રસન્ન કરીને કમલાએ જુગારથી આજે રાત્રિને પણ જીતી લીધી છે, એ પ્રમાણે અંતઃપુરમાં સંચાર કરતી વારાંગનાઓએ વિજ્ઞપ્તિ કર્યા પછી રાજાએ પૂર્વદેવને સંભારી અનેકરૂપ કરીને તેનું સેવન કર્યું.”
એ પ્રમાણે સાંભળતાં કીર વિદ્વાન્ હસીને કહેવા લાગ્યો કે : — આ તો જૈનોને ઉચિત વચન છે. કારણ કે તેમના મતમાં કર્મનો વિપાક કહેવામાં આવે છે. વલી આ સમસ્યાપૂર્તિ તો સુશોને પ્રમોદ પમાડે તેવી છે.
એવામાં ધનપાલ બોલ્યો ... હે ધ્રુવ ? કહો, કે કીરનો મારા પર રાગ છે ?અથવા તો મલિનાંગના સત્યને સૂર્ય પોતે પ્રગટ કરશે. જો મારામાં મનુષ્યત્વ છે, તો બાવન પલના શુદ્ધ ફાલમાં આવા અક્ષરો અવશ્ય કોતરાઈ જશે. એવી હું પ્રતિજ્ઞા કરું છું.
» »» |
jer
એમ સાંભળતાં કૌતુકથી રાજાએ તે પ્રમાણે કરાવ્યું. એટલે ફાલ–પાટ પર તેવા અક્ષરો કોતરાઈ જવાથી ધનપાલ શુદ્ધ અને શુદ્ધ યશના નિધાનરૂપ તે રાજાને પ્રતીત થયો. કારણ કે સત્ય બાબતમાં કોણ મત્સર ધરાવે ? એક દિવસે ભોજરાજાએ કવીશ્વરને પૂછ્યું કે ‘તમારા જૈન-સાધુઓ જળાશયના દ્વારને કેમ સુકૃત માનતા નથી ?’
જળાશયમાં શીતળ અને ચંદ્રમાના કિરણ સમાન
ત્યારે સત્યવ્રત ધનપાલ યથાર્થ વચન બોલ્યો કે નિર્મળ જળનું ઇચ્છાનુસાર પાન કરી તૃષ્ણા રહિત થતાં પ્રાણીઓ મનમાં પ્રમોદ પામે છે, તે જ જ્યારે સૂર્યના કિરણોથી સુકાઈ જાય છે, ત્યારે તેમાં અનંત જીવો નાશ પામે છે. તેથી કૂપાદિના જળાશયો પ૨ યતિજનો ઔદાસીન્ય ધારણ કરે છે.'
એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યો —એ તો સત્ય છે. જિનધર્મ ખરેખર સત્ય પર જ રચાયેલ છે. પરંતુ વ્યવહારમાં રહેલા લોકોને તે કોઈ રીતે રુચે
નહિ.’
એટલે રાજમિત્ર ધનપાલ બોલ્યો કે — ‘પિતાએ મને એવું શીખવ્યું છે અને કંઈક સાંભળવાથી મારા જાણવામાં આવ્યું છે, પણ અશજન ન સમજ, ત્યાં શી વાત કરવી ? કારણ કે — નરકના સ્થાનરૂપ હિંસાનો ત્યાગ કરવો, અસત્ય ન બોલવું, ચોરીનો પરિહાર કરવો, વિષયથી વિરક્ત રહેવું અને પરિગ્રહની મૂર્છા તજી દેવી—એ જૈન ધર્મ જો પાપ પંકમાં પડેલા લોકોને ન રુચે, એટલે પ્રમેહના રોગવાળાને ધૃત ન ગમે, તેથી શું ધૃતમાં ન્યુનતા આવી જાય છે ?'
પછી ધનપાલ પંડિત સાતે ક્ષેત્રોમાં પોતાનું ધન વાપરવા લાગ્યો. તેમાં પણ સંસારથકી પાર ઉતારવાના કારણરૂપ ચૈત્ય પ્રથમ ગણવામાં આવેલ છે. એમ ધારી તેણે શ્રી આદિનાથ પ્રભુનું ચૈત્ય કરાવ્યું. ત્યાં શ્રી