________________
શ્રી મહેંદ્રસૂરિ ચરિત્ર
257
"स एष भुवनत्रयप्रथितसंयमः शंकरो बिभर्ति वपुषाधुना विरहकातरः कामिनीम् ।
अनेन किल निर्जिता वयमिति प्रियायाः कर
વળ પરિતાડયન ગતિ ગાતિહાસ: નમઃ” ૨ આ શંકરનો સંયમ ત્રણે ભુવનમાં પ્રસિદ્ધ છે. પણ અત્યારે વિરહથી કાયર બનીને એ કામિનીને સાથે રાખે છે. તેથી તેનાથી આપણે જીતાયા નથી, એમ હાસ્યથી પ્રિયાના હાથમાં તાળી દેતાં કામદેવ જયવંત વર્તે છે.'
એકવાર ભોજરાજાએ ધનપાલ કવિને પૂછયું કે - “તારા સત્ય કથનમાં કંઈ અભિજ્ઞાન-નિશાની છે? તે મને સત્ય કહી દે. અહીં ચાર દ્વારોમાંથી કયા દ્વારથી હું બહાર નીકળીશ ? હે કવીન્દ્ર ! તે કહે.”
એટલે તે મહામતિએ એક પત્ર પર અક્ષરો લખ્યા અને તે પત્ર બંધ કરીને સ્થગીધરને આપ્યું. ત્યાં રાજાએ વિચાર કર્યો કે – “આ ચારમાંના ગમે તે એક કારમાંથી નીકળવાનું એણે જાણ્યું હશે. તો જ્ઞાનીનું વચન પણ અત્યારે મારે મિથ્યા કરી બતાવવું.” પછી કવિ પોતાના ઘરે ચાલ્યો ગયો. ત્યાં રાજાને ભોજન કરવાનું આમંત્રણ આવ્યું. એટલે પોતાના સેવકો મારફતે મંડપના ઉપરના ભાગમાં રાજાએ એક છિદ્ર કરાવ્યું. તે છિદ્રમાર્ગે રાજા બહાર નીકળી ગયો પછી બપોરે કવીશ્વરને બોલાવીને રાજાએ આશ્ચર્યપૂર્વક પૂછયું. ત્યારે પાનદાનીમાંથી પત્ર લઈને તે બતાવ્યું. તેમાં રાજા “ઉપરના ભાગમાંથી જ નીકળશે” એમ લખ્યું હતું. આ તેના સત્ય વચનથી રાજા ભારે આશ્ચર્ય પામ્યો.
એક વખતે રાજાએ સેતુબંધ નિમિત્તે પોતાના માણસો મોકલ્યા કે જ્યાં હનુમાને કરેલ પ્રશસ્તિ વિદ્યમાન હતી. તેમાંનાં કાવ્યો લાવવા માટે મત્સ્યની ચરબી આંખે આંજીને મીણની પાટી લઈ તેઓ દરિયામાં પડ્યા . ત્યાં બીજી તૈલયુક્ત લાખની પાટી બનાવી તે પ્રશસ્તિ પર સારી રીતે તેમણે દબાવી એટલે તેમાંથી કેટલાક
અક્ષરો ઉદ્ધરીને તેમણે લખી લીધા. પરંતુ તે રાક્ષસના કુળની જેમ ખંડિત હતા. તે રાજાએ જોતાં હાટમાં પડેલ શાકપત્રોની જેમ ખંડિત અર્થયુક્ત છતાં અરસિક લાગ્યા. તે કાવ્યો કવિઓને બતાવવામાં આવતાં પોતાની બુદ્ધિ પ્રમાણે તે ચરણ પૂરવા લાગ્યા પણ તેથી રાજાના મનમાં કંઈ આશ્ચર્ય ન થયું. પછી તેમાંથી દ્વિપદી અને ત્રિપદી સમસ્યા રાજાએ ધનપાલ કવીશ્વરને પૂરવા માટે આપી. જેમાં દ્વિપદી સમસ્યા આ પ્રમાણે હતી.
"हरशिरसि शिरांसि यानिरेजुर्हरिहरितानि लुठंति गृध्रपादैः" ધનપાલે તે આ પ્રમાણે પૂર્ણ કરી –
अयि खलु विषमः पुराकृतानां
विलसति जंतुषु कर्मणां विपाकः" ॥ १ ॥ જે રાવણના મસ્તકો શંકરના શિરપર શોભતાં હતાં, તે લક્ષ્મણથી ઘાયલ થતાં ગીધપક્ષીના પગતળે ચગદાય છે. તેથી ખરેખર ! પૂર્વકત કર્મોનો વિષમ વિપાક પ્રાણીઓને પાયમાલ કરે છે.”
ત્રિપદી સમસ્યા આ પ્રમાણે હતી –