________________
254
તેથી મારું મન દૂભાય છે.'
એકવા૨ પૂર્ણિમાના સંધ્યા સમયે ધનપાલ કવીશ્વરે દેશમાં જૈનમુનિઓ સુખે વિહાર કરી શકે, તેવા હેતુથી રાજાને જણાવ્યું કે — ‘હે રાજન્ ! તમારા યશરૂપ ચાંદનીથી આકાશ સુધી ધવલતા (શ્વેતતા) છવાઈ રહી છે, તો તિમિર—અજ્ઞાનને દૂર કરનાર અને પ્રગટ અર્થ (પદાર્થ) ને પ્રકાશિત ક૨ના૨ એવા શ્વેતાંબર મુનિઓ શા માટે દૂર રહે ?'
શ્રી પ્રભાવક ચરિત્ર
ત્યારે રાજાએ કહ્યું કે ‘હે સુશ ! હું તારો અભિપ્રાય સમજી શક્યો છું. ભલે શ્વેતાંબર સાધુઓ આ દેશમાં વિચરે. દર્શન ૫૨ કોણ દ્વેષ કરે ?' એટલે ધારાનગરીના શ્રી સંઘે મળીને શ્રી મહેન્દ્રસૂરિને વિનંતિ મોકલાવી, જેથી તેઓ સત્વર ત્યાં આવી પહોંચ્યાં. એવામાં દૃઢ નિષ્ઠાથી મિથ્યામતિને ધ્વસ્ત કરનાર એવો શ્રીમાન્ ધનપાલ પંડિત અનુક્રમે ધર્મતત્ત્વમાં ભારે વિચક્ષણ થઈ ગયો.
એકવાર રાજાની સાથે ધનપાલ મહાકાલના મંદિરમાં ગયો અને ત્યાં શંકર સામે ન,બેસતાં મંડપમાંનાં એક ગવાક્ષમાં તે બેસી ગયો. એટલે ભોજરાજાએ તેને બોલાવ્યો. ત્યારે ત્રણવાર ઝટ પાછો ફરીને તે દ્વાર આગળ બેસી ગયો. આથી રાજાએ વિસ્મય પામીને તેને પૂછ્યું કે ‘હે સખે ! આ શું ?' ત્યારે તેણે પાસે આવીને કહ્યું કે - ‘હે રાજન્ ! શંકર શક્તિ (પાર્વતી) સહિત બેઠેલ હોવાથી લજ્જાને લીધે હું જોઈ શકતો નથી.'
એટલે રાજા બોલ્યો — ‘આટલા દિવસ તમે એ દેવની કેમ પૂજા કરી ?'
ધનપાલે જણાવ્યું ‘આટલા દિવસ બાળપણાને લીધે હું લજ્જા ન પામ્યો, વળી આ લોકો અને તમે પણ એવા જ છો, કારણ કે તમે જ્યારે અંતઃપુરમાં રમણીઓ સાથે વિલાસ કરતા હો, ત્યારે અમે જોવાને અસમર્થ છીએ. કામસેવામાં તત્પર આપના જેવા પૂર્વના રાજાઓએ બલિના કારણે આ શંકરની પૂજા પ્રવર્તાવી છે. અન્ય દેવનું શિર પૂજાય અને મહાદેવનું લિંગ પૂજાય એ શું ? બલવંત પુરુષો જે પ્રવર્તાવે તે પાછળથી અન્ય લોકોના આચારરૂપ થઈ પડે છે.
-
એમ સાંભળતાં ભોજરાજા જરા હસીને વિચારવા લાગ્યા કે — ‘આ હાસ્ય પણ સત્ય જેવું લાગે છે. એ સંબંધમાં બીજું પણ કંઈ એને પૂછું, એ પક્ષપાત વિના જ ઉત્તર આપે તેમ છે.’ પછી બહાર ભંગ (શંકરના એક સેવક)ની મૂર્તિ જોઈને રાજાએ કૌતુકથી પૂછયું કે — ‘આ દુર્બળ કેમ છે ? હે કવિ ! તું સિદ્ધ સારસ્વત છે, માટે એનું કારણ કહે.'
ત્યારે ધનપાલ કવિએ વિચાર કર્યો કે – ‘ સત્ય કહેવાનો સમય છે. અથવા તો ગમે તેમ પણ સત્ય કહેવામાં મારે શો દોષ છે ?' એમ ધારીને તે બોલ્યો કે – ‘હે નરેન્દ્ર ! સાંભળ ——
"दिग्वासा यदि तत्किमस्य धनुषा सास्त्रस्य किं भस्मना ? भस्माप्यस्य किमंगना यदि वशा कामं परिद्वेष्टि किम् ? इत्यन्योऽन्यविरूद्धचेष्टितमहो पश्यन्निजस्वामिनं
भृंगी शुष्कशिरावनद्धमधिकं
TE
धत्तेऽस्थिशेषं वपुः ॥ १ ॥ "