________________
શ્રી મહેંદ્રસૂરિ ચરિત્ર
255
એટલે–જો દિશારૂપ વસ્ત્ર છે, તો એને ધનુષ્યની શી જરૂર છે. અને સશસ્ત્ર છે, તો ભસ્મની શી જરૂર છે? વળી શરીરે ભસ્મ લગાવે છે, તો એને સ્ત્રીની શી જરૂર છે અને રમણી છે, તો એ કામ પર દ્વેષ શા માટે લાવે છે? એમ અન્યોન્ય વિરુદ્ધ પોતાના સ્વામીની ચેષ્ટા જોતાં ભંગીનું શરીર માત્ર હાડરૂપ શુષ્ક શિરાઓવાળું બની ગયું છે.'
પછી બહાર નીકળતાં પર્ષદામાં વ્યાસ યાજ્ઞવક્ય સ્મૃતિ ઉંચ ધ્વનિથી વાંચતો હતો, તે સાંભળવાની ઇચ્છાથી રાજા ત્યાં બેઠો. એવામાં ધનપાલને વિમુખ થઈને બેઠેલ જોતાં રાજાએ કહ્યું કે – “ઋતિ, સ્મૃતિઓમાં તારી અવજ્ઞા લાગે છે, તેથી તું સાવધાન થઈને સાંભળતો નથી.
ત્યારે ધનપાલ બોલ્યો – ‘હું લક્ષણ રહિત તેના અર્થને સમજી શકતો નથી. સાક્ષાત્ વિરુદ્ધ કયો મૂઢમતિ સાંભળે ? કારણ કે તેમાં એવું જણાવવામાં આવેલ છે કે – વિષ્ટાનું ભક્ષણ કરનાર ગાયોના સ્પર્શ કરવાથી પાપ દૂર થાય, સંજ્ઞાહીન વૃક્ષો વંદનીય છે. બકરાના વધથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે, બ્રાહ્મણોને આપેલ ભોજન પિતૃઓ (પૂર્વજો) ને મળે છે, કપટી દેવોને આપ્ત પુરુષ માનેલ છે, અગ્નિમાં હોમેલ બલિદાન દેવોને પ્રસન્ન કરે છે. શ્રુતિમાં બતાવેલ આ અસાર લીલાને સત્ય કોણ માને ?'
પછી એકવાર યજ્ઞમાં હણવા માટે બાંધેલ મહાપશુનો દીન અવાજ રાજાના સાંભળવામાં આવ્યો ત્યારે - રાજાએ ધનપાલને પૂછયું કે – “આ બોલે છે ?”
એટલે કવીશ્વર કહેવા લાગ્યો કે – “હે ભૂપાલ ! હું પશુઓની ભાષા સમજી શકું છું, એ શું કહે છે તે મારું સત્ય વચન સાંભળ. તુલસીના પાત્રને છેદનાર અને ભારે તત્ત્વશાળી એવો જે ગુણવાન વિષ્ણુ, તે બકરાને કેમ મારે ?
વળી સ્વર્ગના સુખ ભોગવવાની મારી ઇચ્છા નથી, તેમ તને મેં તેવી પ્રાર્થના કરી નથી. હે સજ્જન ! તૃણભક્ષણથી હું સદા સંતુષ્ટ છું, માટે મારો વધ કરવો તને ઉચિત નથી. તારા હાથે યજ્ઞમાં હણાયેલા પ્રાણીઓ જો સ્વર્ગે જતા હોય, તો માતા, પિતા, પુત્ર અને બાંધવોનો યજ્ઞ કેમ કરતો નથી ?'
આ પ્રમાણે તેના વિપરીત વચનથી રાજા કોપાયમાન થઈને ચિંતવવા લાગ્યો કે – ‘વિપરીત બોલનાર આ દુષ્ટ વિપ્રનો નાશ કરવો પડશે, પરંતુ લોકોના દેખતાં જો એનો વધ કરું તો મારા માથે મોટો અપવાદ આવી પડે, માટે કોઈવાર એકાંતમાં એ વધ કરવા લાયક છે.” એમ સંકલ્પ કરી પોતાના ભવન તરફ આવતાં રાજમાર્ગમાં એક બાલિકા સહિત વૃદ્ધ સ્ત્રી એક બાજુ ઉભેલી રાજાના જોવામાં આવી એટલે નવવાર શિર ધુણાવતી તે વૃદ્ધ સ્ત્રીને જોતાં રાજાએ ધનપાલને પૂછયું કે – “આ શું કહેવા માગે છે?'
ત્યારે કવીશ્વરે જણાવ્યું કે – “હે નરેન્દ્ર ! એ બાલિકા વૃદ્ધાને પૂછે છે કે – “શું આ નંદી કે મુરારિ છે? કામદેવ શંકર કે કુબેર છે? અથવા વિદ્યાધર કે સુરપતિ છે? ચંદ્રમા કે વિધાતા છે?' ત્યાં નવ વખત શિર ધુણાવીને વૃદ્ધા કહે છે કે – એમાંનો એ કોઈ નથી, પરંતુ હે પુત્રી ! ક્રીડા કરવાને માટે પ્રવર્તમાન થયેલ આ પોતે ભોજ રાજા છે.'
એ પ્રમાણે સાંભળતાં રાજા વિચારવા લાગ્યો કે – “નવ વારને લગતા એણે નવ વિકલ્પો બતાવી મારી શંકા દૂર કરી. તો એ દુભાષિક વિના જ્ઞાનીની જેમ અન્ય કોણ બોલનાર છે ? તો શ્રીમાન્યુંજના માનથી