________________
શ્રી મહેંદ્રસૂરિ ચરિત્ર
253
પશહિંસાદિ ધર્મ કેવળ મિથ્યા લાગે છે.’ એમ ધારી તે કહેવા લાગ્યો - ‘જિનશાસનને જાણનારા એવા તમે નિર્દોષ ધર્મ આચરો છો. કારણ કે ધતુરાનું પાન કરનાર શ્વેત વસ્તુને શ્વેતપણે જોઈ ન શકે.” વળી પુનઃ તે કવીશ્વરે જણાવ્યું કે – ‘તમારો ગુરુ કોણ? ક્યાંથી આવો છો અને કયા શુભ સ્થાને તમે નિવાસ કર્યો છે?
એ પ્રમાણે સાંભળતાં તે મુનિ બોલ્યા કે – “હે ભદ્ર ! સાવધાન થઈને સાંભળો. અમે ગુર્જર દેશથી અહીં આવ્યા છીએ. શ્રી મહેન્દ્રસૂરિના શિષ્ય શોભનમુનિ અમારા ગુરુ છે અને તે શ્રી આદિનાથના ચૈત્ય પાસે પ્રાસુક ઉપાશ્રયમાં રહેલા છે.' એમ કહીને તે મહામુનિ પોતાને સ્થાને ચાલ્યા ગયા.
પછી સ્નાન પૂર્વક ભોજન કરીને ધનપાલ પંડિત ગુરુના ઉપાશ્રયે ગયો, ત્યાં વડીલ બંધુ સમજીને સુજ્ઞ શોભનમુનિ તેની સામે આવ્યા. એટલે બંધુસ્નેહના મોહથી તેણે તેમને આલિંગન કર્યું. પછી ગુરુએ અર્ધ આસન આપતાં તે બંને સાથે બેઠા. ત્યાં ધનપાલ વિનયથી કહેવા લાગ્યો કે – “તમે જ પૂજય છો કે આવા ધર્મનો આશ્રય કર્યો. ભોજરાજાની આજ્ઞાથી ધર્મમૂલ જિનદર્શન–જૈન સાધુઓને દેશપાર કરાવતાં જે મેં મોટું પાપ કર્યું છે, તેનો અંત આવે તેમ નથી. સર્વદેવ પિતા અને લઘુબંધુ તમે બંને મહામતિ છો કે જેમણે ભવ છેદવા માટે આવા સુગુરુ અને ધર્મનો આદર કર્યો, અને અમે અહો ધર્માભાસ (મિથ્યાધર્મ) ને ધર્મરૂપે સ્વીકારતાં - અધર્મમાં પડ્યા રહ્યા, તેથી પરભવે અમારી શી ગતિ થશે, તે અમે જાણી શકતા નથી. માટે મારા વંશરૂપ સમુદ્રમાં રત્ન સમાન એવા હે અનુજ બંધુ ! કર્મના મર્મને છેદનાર અને સુખકારી એવો ધર્મ મને બતાવો.”
એટલે બંધુનેહને ધારણ કરતા વિદ્વાનુ શોભનમુનિ કહેવા લાગ્યા કે – “હે કુલાધાર ! સાંભળ–દયા એ જ મુખ્ય ધર્મ છે; તથા દેવ, ગુરુ અને ધર્મરૂપ ત્રણ તત્વ તું સાવધાન થઈને સાંભળ–મહામોહ, અને કામાદિક શત્રુઓને જીતનાર, પોતે મુક્ત થઈ અન્ય જીવોને મુક્ત કરવાને સમર્થ તથા પરમાનંદ પદને આપનાર એવા જિનેશ્વર ભગવાન તે જ દેવ છે. શ્રાપ કે અનુગ્રહ કરનારા, વિષયરૂપ કાદવમાં નિમગ્ન તથા સ્ત્રી, શસ્ત્ર અને જપમાળાને ધારણ કરનારા દેવો તે રાજા જેવા સમજવા.
તથા શમ, દમ, શ્રદ્ધા અને સંયમને ધારણ કરનાર, કલ્યાણના નિધાન, કર્મ નિર્જરા કરવામાં તત્પર તથા સદા સંવરને સેવનારા એવા મુનિ તે ગુરુ સમજવા. પરિગ્રહ અને મહા આરંભ સેવનારા, જીવહિંસા કરવામાં તત્પર, સર્વ પ્રકારની અભિલાષા કરનારા તથા બ્રહ્મચર્યહીન હોય તે ગુરુ શી રીતે હોઈ શકે ?
તેમજ સત્ય, અસ્તેય, દયા, શૌચ, ક્ષમા, બ્રહ્મચર્ય, તપ, ક્રિયા, માર્દવ, આર્જવ અને સંતોષ એજ જિનભાષિત ધર્મ છે. સદોષ વસ્તુના દાનથી અને પશુહિંસાથી અધર્મ જ થાય છે, તેને ધર્મ માનવામાં આવેલ છે; પરંતુ તે બનાવટી વસ્ત્રની જેમ આદરવા યોગ્ય નથી.”
એ પ્રમાણે સાંભળતાં શ્રીમાનું ધનપાલ કવિ કહેવા લાગ્યો કે - “હે ભગવનું, સદ્ગતિને માટે જૈનધર્મનો મેં સ્વીકાર કર્યો.” પછી શ્રીમહાવીર ચૈત્યમાં જઈને તેણે ભગવંતને વંદન કર્યું તથા નમસ્કાર કરતાં તેણે સ્તુતિ કરી કે - “હે નાથ ! “તમારું બળ જગતનો સંહાર કે રક્ષણ કરવામાં સમર્થ છે, છતાં અપરાધી સંગમ દેવ પર તમે ક્ષમા કેમ કરી ?' એમ ચિંતવીને જ જાણે રોષ પામ્યો હોય તેમ વિમુખ મન કરીને તમારો રોષ ચાલ્યો ગયો. કેટલાક નગરનો સ્વામી રાજા કે જે શરીરના ભોગે પણ સાધી ન શકાય અને પરિમિત દ્રવ્ય આપનાર હોય છે, તેવા સ્વામીની અત્યાર સુધી મેં મોહથી સેવા બજાવી. હવે મોક્ષપદને આપનાર અને ત્રિભુવનના સ્વામી એવા હે ભગવન્! ભક્તિપૂર્વક આપની આરાધના કરવી છે. પૂર્વે વૃથા કાળવ્યય થયો,