________________
252
શ્રી પ્રભાવક ચરિત્ર
તેણે જણાવ્યું કે જેવો તમને ગમે, તેવો આ પુત્ર છે.” પછી આચાર્યે વિકની અનુમતિથી પ્રમોદપૂર્વક તે જ દિવસે શુભ ગ્રહયુક્ત શુભ લગ્ન તે શોભનને દુરક્ષા આપી, અને શાસનની હીલના થવાના ભયથી પ્રભાતે વિહાર કર્યો. એમ હળવે હળવે વિચરતાં અને ભૂપીઠને પાવન કરતાં તેઓ અણહિલ્લપુરમાં આવી પહોંચ્યા.
હવે અહી ધનપાલે ‘એણે નિધાનના દ્રવ્યને બદલે પુત્રનો વિક્રય કર્યો, એ અનુચિત કર્મ કર્યું એમ લોકોમાં જાહેર કરીને પોતાના પિતા સર્વદેવને અલગ કર્યા. વળી તેણે વિચાર કર્યો કે-“તે સાધુઓ દીક્ષાધારી શૂદ્રો છે, તેથી મુખ જોવા લાયક નથી. ક્યાંકથી આવી ચડેલા એ શમના મિષથી સ્ત્રી બાળકો વગેરેને છેતરે છે, માટે તેમને દેશમાંથી દૂર કરવા જોઈએ. એમનું પાખંડ પણ અદ્ભુત છે.” એમ ધારી રાજાની આજ્ઞા લઈને રોષથી તેણે સાધુઓનો નિષેધ કર્યો. એમ ભોજરાજાની આજ્ઞાથી તે વખતે માલવદેશમાં શ્વેતાંબર સાધુઓ વિચરી શક્યા નહિ. એટલે ધારાનગરીના શ્રી સંઘે ગુર્જરદેશમાં રહેલા શ્રીમહેંદ્રસૂરિને એ બધી યથાર્થ હકીકત નિવેદન કરી.
એવામાં ગુજરાતમાં રહેતા ગુરુમહારાજે શોભન મુનિને અભ્યાસ કરાવીને વાચનાચાર્ય બનાવ્યા, કે જે ગુણોમાં ઇંદ્રને પણ શ્લાઘનીય થઈ પડ્યા. તેમણે શ્રી અવંતિના સંઘની વિજ્ઞપ્તિ સાંભળતાં ગુરુ મહારાજને જણાવ્યું કે –“હું મારા બંધને પ્રતિબોધ પમાડવા સત્વર જઈશ. કારણકે સંઘમાં મારા નિમિત્તે આ કલેશ આવી પડ્યો છે, માટે ત્યાં તેનો પ્રતીકાર સાધવાને હું જ સમર્થ છું. એટલે આચાર્ય મહારાજે ગીતાર્થ મુનિઓ સાથે શોભનમુનિને ત્યાં મોકલ્યા. અદ્ભુત પ્રૌઢતાને પામેલા તે ધારાનગરીમાં આવી પહોંચ્યા. ત્યાં અવસર થતાં તેમણે ગોચરી માટે સાધુઓને ચિરકાળના પરિચિત શ્રીધનપાલના ઘેર મોકલ્યા, એટલે બે મુનિ ત્યાં ગયા. તે વખતે સુજ્ઞશિરોમણિ ધનપાલ શરીરે સારી રીતે તેલ ચોળીને સ્નાન કરવા બેઠો હતો, ત્યાં ધર્મલાભ કહીને બંને મુનિ શાંત ચિત્તે ઉભા રહ્યા. એવામાં ધનપાલની સ્ત્રીએ જવાબ આપ્યો કે “અહીં કંઈ નથી ! ત્યારે ધનપાલ બોલ્યો “એમને કંઈક તો આપ. કારણ કે યાચકો ઘરથી ખાલી હાથે જાય, એ મહા અધર્મ છે.' એટલે સ્ત્રીએ દગ્ધ અન્ન આપતાં તેમણે ગ્રહણ કર્યું. પછી તે દહીં આપવા લાગી ત્યારે તેમણે પૂછ્યું કે–“એ કેટલા દિવસનું " છે ?'
ત્યાં સ્ત્રી બોલી–“શું દહીંમાં પોરા હોય છે કે તમે નવા દયાળુ જાગ્યા છો? આ ત્રણ દિવસનું છે. તમે લેતા હો તો લો, નહિ તો જલ્દી અહીંથી ચાલ્યા જાઓ.’
ત્યારે મુનિઓ બોલ્યા- “એ અમારો આચાર છે, તો તું અદેખાઈ શા માટે લાવે છે? કારણ કે અદેખાઈથી મહાદોષ લાગે. માટે પ્રિય વાક્ય બોલવું તે જ સુંદર છે. હવે જો તું ભ્રાંતિ વિના જીવન સ્થિતિ પૂછતી હોય, તો તે ત્રણ દિવસ ઉપરાંતના દહીંમાં અવશ્ય જીવ હોય છે. જ્ઞાનીઓનું વચન મિથ્યા કદાપિ ન હોય.'
એટલે ધનપાલ પંડિત નિર્દોષ વચન બોલ્યો કે – “જો એમ હોય, તો તેની પ્રતીતિ માટે તમે આ દહીંમાં જીવો બતાવો.”
ત્યારે તેમણે દહીંમાં અળતો નંખાવ્યો, તેથી જીવ બધા ઉપર તરત તરી આવ્યા. તેમાં કેટલાક નજરે દેખાયા અને કેટલાક અદશ્ય થયા. એટલે તે વર્ણના અને તે રસના જીવો તેણે સાક્ષાતુ નજરે જોઈ લીધા. આથી તે મુનિના વચનથી ધનપાલનો ગર્વ ઉતરી ગયો. જેમ નાગેન્દ્રમંત્રથી વિષ દૂર થાય, તેમ તે કવીશ્વરનું મિથ્યાત્વ-વિષ દૂર થયું, પછી તે ચિંતવવા લાગ્યા કે – એમનો ધર્મ જીવદયાથી ઉવળ છે. અને આ