________________
શ્રી મહેંદ્રસૂરિ ચરિત્ર
251
ત્યારે બુદ્ધિનિધાન ધનપાલ કોપાયમાન થઈને કહેવા લાગ્યો-“હે તાત ! તમે જેવું કહો છો, તેવું ઉચિત વચન અન્ય કોઈ ન બોલે. આપણે સંકાશ્ય સ્થાનમાં રહેનારા બધા વર્ષોમાં ઉત્તમ, ચાર વેદના જ્ઞાતા અને સંદા સંગ પારાયણને ધારણ કરનારા છીએ, વળી શ્રી મુંજે રાજાએ પુત્ર તરીકે સ્વીકારેલ એવા શ્રી ભોજરાજાનો હું બાળમિત્ર તથા ભૂમિદેવ કહેવાઉં. તો પતિત શૂદ્રોની નિદિત પ્રતિજ્ઞાની ખાતર, પુત્ર થઈને હું પોતાના પૂર્વજોને નરકમાં કેમ નાખું? એક તમને ઋણથી છોડાવતાં સર્વ પૂર્વજોને અધોગતિમાં નાખવા પડે. સજ્જન પુરુષોને નિંદનીય એ કુવ્યવહારનો હું કદાપિ સ્વીકાર કરનાર નથી. એ કાર્યની સાથે મારે કાંઈ પ્રયોજન નથી, માટે તમને રુચે તેમ કરો.” એ પ્રમાણે પિતાની અવગણના કરીને ધનપાલ ત્યાંથી અન્યત્ર ચાલ્યો ગયો.
અહીં આંખમાં આંસુ લાવી, મોટા સંકટમાં સર્વદેવ વિપ્ર જેટલામાં નિરાશ થઈ બેઠો છે, તેવામાં બીજો પુત્ર શોભન ત્યાં આવી ચડ્યો. તેણે પણ પિતાને વિષાદનું કારણ પૂછ્યું. એટલે તેણે કારણ જણાવતાં કહ્યું કે– કોઈ કાર્યમાં ધનપાલે અમને નિરાશ કર્યા, તો તું બાળક તે કામ શું બનાવી શકીશ? માટે તું ચાલ્યો જા. પોતાના લક્ષણે અમે પોતાના કર્મ ભોગવીશું.” કે, ''
એ પ્રમાણે પિતાનું નિરાશા ભરેલું વાક્ય સાંભળતાં શોભન કહેવા લાગ્યો કે હે તાત ! આમ આકુળ વ્યાકુળ ન થાઓ. હું તમારો પુત્ર, કાર્ય કરનાર બેઠો છું. ધનપાલ તો રાજમાન્ય, નિશ્ચિત અને કુટુંબનું ભરણ પોષણ કરવાને સમર્થ છે, પણ તેના પ્રસાદથી હું તમારો આદેશ બજાવવા તૈયાર છું. મારો વડીલ બંધુ તો વેદ, શ્રુતિ અને સ્મૃતિમાં પંડિત તેમજ કૃત્યાકૃત્યમાં નિષ્ણાત છે, એટલે તે ગમે તેમ બોલે, પરંતુ હું તો બાલ્યાવસ્થાથી જ સરળ છું, તેથી એમ જ સમજું છું કે પિતાનો આદેશ બજાવવા ઉપરાંત પુત્રોનો અન્ય ધર્મ નથી. માટે તેમાં કૃત્ય કે અકૃત્યને હું ગણતો જ નથી. તમો મને કુવામાં નાખો અથવા તો ચાંડાલોને અર્પણ કરો. તમને રુચે તેમ કરો.'
એ પ્રમાણે સાંભળતાં સર્વદેવે તેને ગાઢ આલિંગન કર્યું અને પછી જણાવ્યું કે-“હે મહામતિ વત્સ ! ઋણ થકી છોડાવીને મારો ઉદ્ધાર કર.” એમ કહી તેણે તે ઉત્તમ પુત્રને પૂર્વોક્ત હકીકત કહી સંભળાવી. જે સાંભળતાં શોભન ભારે હર્ષિત થઈને કહેવા લાગ્યો–આ કાર્ય તો મને અતિ ઈષ્ટ છે. જૈન મુનિઓ તો સત્યના નિધાન અને તપથી ઉજવળ હોય છે, તેમની સંગતિ તો સદ્ભાગ્યથી જ પામી શકાય. જીવદયા એ જ ધર્મ છે અને વળી તે તેમનામાં જ છે. વળી સત્યધર્મનું લક્ષણ જે જ્ઞાન, તે જ આવી શ્રદ્ધા ઉપજાવે છે.
આ કરવાનું છે, આ કરવાનું છે, એવી ચિંતાથી જર્જરિત તથા વિષયના વેગથી વ્યાપ્ત એવા ગૃહવાસમાં કોણ રહે? તેમજ બંધુઓને વલ્લભ એવી ધનલક્ષ્મીથી પુરુષ બંને પ્રકારે ભય પામે છે. અને ભાગ્યયોગે વસ્તુઓ પ્રાપ્ત થયા છતાં તેમાં તે સદા અસંતુષ્ટ રહે છે. હે તાત ! કન્યાનો સંબંધ થતાં મારી પણ એવી જ ગતિ થવાની. તો મને પ્રિય એવા કાર્યમાં નિષેધ કરતાં તમે શા માટે શંકા લાવો છો ? માટે ઉઠો, સ્નાન કરો, દેવાર્યા વગેરે નિત્યક્રિયા કરીને શાંત થઈ ભોજન કરો; પછી મને ત્યાં લઈ જઈ તે આચાર્યના ઉત્કંગમાં બેસાડો, કે જેથી તેમના ચરણની સેવા કરતા હું મારા જન્મને પવિત્ર કરું.’
પુત્રના મુખથી અનુકૂળ વચન સાંભળતાં વિપ્રની આંખમાં હર્ષના આંસુ આવી ગયાં. પછી તેણે ઉઠતાં ઉઠતાં પુત્રને આલિંગન આપીને તેના મસ્તકે ચુંબન કર્યું. ત્યાર બાદ સર્વક્રિયા અને ભોજન કરી શોભનદેવની સાથે તે વિપ્ર આચાર્ય મહારાજના ઉપાશ્રયે ગયો. ત્યાં પોતાના પ્રિય પુત્રને તેમના ઉત્સંગે આરોપણ કરતાં