________________
શ્રી મહેંદ્રસૂરિ ચરિત્ર
249
છે શ્રી મહેંદ્રસૂરિ ચરિત્ર
શ્રીમાનું મહેંદ્રસૂરિને અમે નમસ્કાર કરીએ છીએ કે જે અગણ્ય પુણ્ય રૂપ વસ્તુને સ્થિર કરવામાં કોલરૂપ છે.
શ્રી ધનપાલ કવિના ગુણગાન કરવામાં કોણ આળસ કરે ? કે જેના અચળ વિશ્વાસ પર સરસ્વતી, પથ્ય (હિતકર) વચન પ્રેરતી હતી. આંતર શત્રુઓના કાલરૂપ તે શ્રી ધનપાલ કોને શ્લાઘનીય ન હોય ? કે મિથ્યાત્વરૂપ વિષને દૂર કરવામાં જેની બુદ્ધિ જ સિદ્ધાજ્ઞારૂપ હતી. ગુરુના ચરણનો દાસ બની હું તે આચાર્યનું ચરિત્ર કહીશ, અને તેથી પોતાના આત્માને નિર્મળ બનાવીશ તથા જન્મનું ફળ ગ્રહણ કરીશ.
અવંતિ નામે દેશ કે જ્યાં નવ (નૂતન) ભોગીજનો નિવાસ કરે છે. ત્યાં પુરુષાર્થોના આધારરૂપ ધારા નામે નગરી છે કે જ્યાં દાન આપવામાં કલ્પવૃક્ષ સમાન ઘણા દાતારો હોવાથી અમરાવતી જેની આગળ અસાર જેવી લાગે છે. ત્યાં અદૂભુત વૈભવશાળી શ્રીભોજ નામે રાજા હતો કે જેના મુખ-કમળમાં ભારતી અને લક્ષ્મી કલેશ વિના નિવાસ કરતી હતી. જે રાજાના આકાશમાં વ્યાપી રહેલ યશરૂપ ગંગાના તીરે વિધાતાએ પૂજાવિધિને માટે ચંદ્રમાને નાળીયેરરૂપે બનાવ્યો. - હવે મધ્યદેશમાં આવેલ સંકાશ્ય ગામમાં રહેનાર તથા બ્રહસ્પતિ સમાન એવો દેવર્ષિ નામે બ્રાહ્મણ હતો. અસાધારણ પરાક્રમી સર્વદેવ નામે તેનો પુત્ર હતો કે જેના બ્રાહ્મણ સંબંધી વિશિષ્ટ આચાર વિચારથી શિષ્ટજનો સંતુષ્ટ થયા હતા. તેના ધનપાલ અને શોભન નામે બે પુત્રો હતા કે જે મોટા વિદ્વાનોને પણ ભારે માનનીય હતા. . એકવાર ત્યાં શ્રી ચાંદ્રગચ્છરૂપ કમળને વિકાસ પમાડવામાં ભાસ્કર સમાન તથા ધૃતસાગરના પારંગામી એવા શ્રી મહેંદ્રસૂરિ પધાર્યા. વ્યાખ્યાનથી લોકોના સંશયને છેદતા તે પ્રસિદ્ધ આચાર્ય સર્વદેવ બ્રાહ્મણના સાંભળવામાં આવ્યા. એટલે તે વિપ્ર તેમના ઉપાશ્રયમાં ગયો, ત્યાં ગુરુએ તેનું સન્માન કર્યું પછી તે ત્રણ અહોરાત્ર ત્યાં જ સમાધિપૂર્વક બેસી રહ્યો. ત્યારે ગુરુએ તેને પૂછયું કે હે સુજ્ઞ શિરોમણિ ! તમે અમારી પરીક્ષા કરવા અહીં આવ્યા છો કે બીજું કાંઈ પ્રયોજન છે ?'
ત્યારે બ્રહ્માની જાણે બીજી મૂર્તિ હોય એવો દ્વિજોત્તમ કહેવા લાગ્યો કે-“મહાત્માઓનું માહાસ્ય જોવામાં સુકત ઉપાર્જન થાય છે. અમારું કંઈક કામ છે અને તેટલા માટે અમે આવ્યા છીએ, પણ હે ગુણનિધાન ! તે રહસ્ય વાતની જેમ બીજાઓને કહેવા યોગ્ય નથી.”
એટલે ગુરમહારાજ એકાંતમાં બેસીને તેને કહેવા લાગ્યા કે– હે ભદ્ર! જે કહેવા યોગ્ય હોય, તે કહો.”
એમ સાંભળતાં તે બ્રાહ્મણ બોલ્યો કે મારો પિતા પુણ્યવાન હતો, તે રાજમાન્ય હોવાથી સદા લાખોનું દાન પામતો હતો. તેથી મારા ઘરે નિધાનની શંકા છે. એ બધો તૃષ્ણાનો વિલાસ છે. માટે એ બધો વૃત્તાંત જાણી પરોપકાર કરવામાં સદા તત્પર એવા તમે મારા પર અનુગ્રહ લાવીને નિધાન બતાવો કે જેથી કુટુંબ સહિત આ બ્રાહ્મણ પોતાના સ્વજનો સાથે દાન-ભોગથી વિલાસ કરી શકે. માટે હે ભગવન્ ! આપ પ્રસન્ન