________________
શ્રી શાંતિસૂરિ ચરિત્ર
247
બતાવેલ ગુરને જોતાં તેણે વિચાર કર્યો કે-“આને તો હું પ્રશ્નમાત્રથી જીતી લઈશ.” એમ ધારી તેણે પ્રશ્ન કર્યો કે- તું કોણ છું?'
ગુરુએ સ્પષ્ટ જવાબ આપ્યો–દેવ.” ત્યારે તેણે પુનઃ પ્રશ્ન કર્યો–દેવ, કોણ ? ગુરુ બોલ્યા–“.” એટલે પંડિતે કહ્યું–‘કોણ?” ગુરુ બોલ્યા-તું શ્વાન.” પંડિત બોલ્યા–“શ્વાન કોણ ?” ગુરુએ જવાબ આપ્યો—‘તું?” ત્યારે ફરી તેણે પૂછ્યું–‘તું કોણ ?'
એટલે ગુરુએ તેને પ્રથમની જેમ ઉત્તર આપ્યો. એ પ્રમાણે અનંતાનંતની જેમ તેમનું ચક્ર ચાલ્યું, આથી ધર્મવાદી ચમત્કાર પામ્યો. પછી દ્વાર ઉઘાડતાં તેણે આવીને તત્ત્વોપપ્લવ ગ્રંથના આધારે વિતંડાવાદની વાક્યરચના શરૂ કરી. છેવટે જ્યારે તે વિતંડાવાદથી વિરામ પામ્યો, ત્યારે તેના કથનાનુસારે આચાર્યે તેને બધું કહી સંભળાવ્યું અને પુનઃ બોલ્યો કે–‘તારો યોગ પટ્ટાદિક વેષ મને આપ, તો તારી બધી અંગ ચેષ્ટા હું કરી બતાવું.” વાદીએ તેમ કરતાં પોતે અત્યંત આશ્ચર્ય પામ્યો, અને પગે પડીને કહેવા લાગ્યો કે હું તમને જીતવાને સમર્થ નથી, તમે જ શ્રીમાનું પંડિત છો. ધનપાલે કહેલ વચનની હવે મને ખાત્રી થઈ. તેવો કવિ શું અસત્ય બોલે ?' એમ કહી અભિમાન તજીને તે પોતાના સ્થાને ચાલ્યો ગયો. અહંકારી પ્રત્યે મૃદુતા વાપરવી એ જ તેને શાંત કરવાનું પરમ ઔષધ છે.
એવામાં એકવાર દ્રવિડ દેશનો વાદી આવ્યો. તે કંઈ પણ હાકાર વગેરે અવ્યક્ત ભૈરવ (ભયંકર) શબ્દ બોલવા લાગ્યો, આચાર્ય જો કે તેની ભાષા જાણતા હતા, છતાં કૌતુકથી ભીંત પર રહેલ ઘોડા ઉપર હાથ દઈને તે ફુટ કહેવા લાગ્યા કે કહે, તું અન્ય દેશના વાદી સાથે સંગત બોલ. અવ્યક્તવાદી એ પશુની જેમ તિર્યંચ આકૃતિને યોગ્ય છે.” એમ આચાર્યે કહેતાં સારસ્વત મંત્રના પ્રભાવે તે અશ્વાકૃતિએ કષ્ટથી પણ જેનો જવાબ ન આપી શકાય તેવા ગહન વિકલ્પો અત્યંત વેગથી કહી બતાવ્યા, કે જેથી તે નિરુત્તર થતાં પશુ જેવો બની ગયો, પછી તે ખેદ પામીને ત્યાંથી ક્યાંક ચાલી જતાં લોકો કહેવા લાગ્યા કે–“સરસ્વતીના વરદાનથી આ વાદિ વેતાલ વિદ્યમાન છતાં અન્ય કોઈ વાદી ઉભો રહી શકે તેમ નથી.'
એક દિવસે શ્રી શાંતિસૂરિએ થારાપદ્ર પુરમાં વિહાર કર્યો. ત્યાં શ્રી નાગિની દેવી વ્યાખ્યાન અવસરે નૃત્ય કરવા આવી. તેણીના પટ્ટપર ગુરુએ બેસી જવા માટે વાસક્ષેપ નાખ્યો. એમ દેવી સાથે ગુરુનો સમય પ્રવર્તવા લાગ્યો. એવામાં એકવાર સ્મરણથી ગુરુ તેના પર વાસક્ષેપ નાખવો ભૂલી ગયા. તેમ તેને આસન પણ ન મોકલ્યું, તેથી તે લાંબો વખત ઉંચે જ અધર ઉભી રહી, પછી રાત્રે ગુરુ ધ્યાનમાં બેઠા, ત્યારે તે દેવી સ્વરૂપે ગુરુને ઉપાલંભ આપવા મઠમાં આવી, એટલે ત્યાં ઉદ્યોત અને રતિ કરતાં અધિક રૂપવતી રમણીને જોઈને