________________
246
શ્રી પ્રભાવક ચરિત્ર
એ તો અહોભાગ્યની વાત છે.
હવે શ્રી શાંતિસૂરિમહારાજ ચૈત્યમાં રહીને બત્રીશ શિષ્યોને પ્રમાણ શાસ્ત્ર ભણાવવા લાગ્યા. એવામાં ચૈત્ય પરિપાટી કરવાની ઇચ્છાથી નફૂલનગરથી શ્રી મુનિચંદ્રસૂરિ અણહિલ્લપુરમાં આવ્યાં. ત્યાં ભારે સંપત્તિથી સુશોભિત જિનાલયમાં શ્રી ઋષભસ્વામીને વંદન, કરીને તેમણે આચાર્ય મહારાજને પ્રણામ કર્યા. તેમણે અન્ય જનોની પ્રજ્ઞામાં ન આવી શકે અને દુર્બોધ એવા બૌદ્ધતર્કોના પ્રમેય બધા ધારી લીધા હતા. એટલે અભ્યાસમાં એકાગ્ર ધ્યાન રાખતાં ત્યાં આવી પુસ્તક વિના આગળ બેસીને તેમણે પંદર દિવસ સુધી તે બધું સાંભળ્યું.
એવામાં એકવાર દુર્ઘટ પ્રમેય ગુરુએ અનેકવાર સમજાવ્યા છતાં શિષ્યોના સમજવામાં ન આવવાથી ગુર ખેદ પામ્યા, અને “આ તો ભસ્મમાં ધૃત નાખવા જેવું થયું.' એમ કહીને તેમણે નિસાસો નાખ્યો. ત્યારે શ્રી મુનિચંદ્રસૂરિએ ગુરુ મહારાજને વિનંતિ કરી કે—જે પ્રકૃષ્ટ પ્રજ્ઞાથી ઉન્નત છે, તથા જે પુસ્તક લઈને અભ્યાસ કરે છે, તેઓ જ અહીં ગુરુની સમક્ષ બેસીને બોલી શકે છે કે સર્વથા અલક્ષિત અને બહારથી આવેલ હોય, તે પણ બોલવા પામે છે કે નહિ ? હે ભગવાન્ ! તે જણાવો.”
એ પ્રમાણે હૃદયને ચમત્કાર પમાડનાર તેમનું વચન સાંભળતાં ગુરુ બોલ્યા “શિષ્યોની પ્રજ્ઞાનો અમારે પક્ષપાત છે, અન્ય કંઈ કારણ નથી. આજથી પૂર્વે સોળમે દિવસે જે અમે દુર્ઘટ વ્યાખ્યાન કર્યું હતું, તે , અભિપ્રાયથી આજે તેનું વિવેચન કરી બતાવ્યું,’ એમ સાંભળતા, ગત દિવસ સુધી જેટલા દિવસ તેમણે જે અનુક્રમે વ્યાખ્યાન કર્યું હતું, પરવિદ્વાનોને દુઃશ્રવ એવું તે બધું અનુક્રમથી તે સુજ્ઞ મુનિચંદ્રસૂરિએ વ્યાખ્યાન કરી બતાવ્યું. જે સાંભળતાં ભારે સંતોષ પામીને શ્રી શાંતિસૂરિએ તેમને આલિંગન આપ્યું અને પોતાની નજીક બેસાડીને જણાવ્યું કે–‘તમે તો રેણુથી આચ્છાદિત થયેલ રત્ન છો. હે વત્સ ! હે સરળમતિ ! મારી પાસે પ્રમાણશાસ્ત્રનો અભ્યાસ કર આ નશ્વર દેહનો અહીં લાભ લઈ લે.'
ત્યારે મુનિચંદ્રસૂરિએ પુનઃ વિનંતિ કરી કે હે પ્રભો ! સ્થાનના અભાવે અહીં શી રીતે અભ્યાસ કરવો? - કારણ કે અહીં તેવું સ્થાન દુર્લભ છે.” આથી તેમણે ટંકશાળાની પાછળના ભાગમાં શ્રાવકો પાસેથી તેમને રહેવા માટે સુંદર સ્થાન અપાવ્યું. પછી દર્શનના પ્રમાણ શાસ્ત્રોનો તેમણે પરિશ્રમ વિના અભ્યાસ કરી લીધો, કારણકે અધ્યાપક-અભ્યાસીનો આવો યોગ થવો દુર્લભ છે. પછી તે નગરમાં સર્વ સંઘના ચારિત્રધારી સુવિહિત સાધુઓના ઉપાશ્રયો થયા, ત્યાં શ્રી શાંતિસૂરિએ વાદદ્રરૂપ નાગને દમવામાં નાગદમની સમાને ઉત્તરાધ્યયન ગ્રંથની ટીકા બનાવી, તેમાંથી સ્ત્રીનિર્વાણનો પાઠ ઉદ્ધરીને મુનિચંદ્રસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિએ સિદ્ધરાજની સમક્ષ વાદ કરતાં દિગંબરને જીતી લીધો. તેમના વચનથી મિશ્ર તે ટીકા વિદ્વાનોને પણ દુ:સાધ્ય
એકવાર માલવા દેશમાં ધનપાલ કવિએ ધર્મ પંડિતને જીતી લેતાં તેણે કહ્યું કે “મહીપીઠ પર તું એક જ કવિ છે' ત્યારે ધનપાલે તે પંડિતને જણાવ્યું કે “અણહિલ્લપુરમાં શ્વેતાંબરાચાર્ય શ્રી શાંતિસૂરિ સમાન અન્ય કોઈ નથી. આથી તેમને જોવાની ઈચ્છાથી ધર્મપંડિત કેટલેક દિવસે સ્વર્ગ લક્ષ્મીના ગર્વને તોડનાર એવા પાટણ નગરમાં આવ્યો. ત્યાં થારાપદ્ર ચૈત્યની પાસે આવેલ મઠમાં ગુરુ હતા. એટલે દિવસના પાછલા પ્રહરે આચાર્યના દર્શનમાં કૌતુક ધરાવનાર ધર્મપંડિત તે મઠ પાસે ગયો. તે વખતે ખસથી વ્યથા પામતા ગુરુ દ્વાર બંધ કરી, જીર્ણ વસ્ત્ર પહેરીને શરીરને ઔષધ ચોળતા હતા. એટલે કુંચી લગાડવાના છિદ્રમાંથી યતિઓએ