________________
244
* શ્રી પ્રભાવક ચરિત્ર
હવે શ્રી શાંતિસૂરિ અણહિલ્લપુરમાં શ્રીમદ્ ભીમરાજાની રાજસભામાં કવીંદ્ર અને વાદિચક્રી તરીકે પ્રખ્યાત થયા.
એવામાં એકવાર અવંતિદેશનો રહેવાસી, સિદ્ધસારસ્વત તરીકે પ્રસિદ્ધિ પામેલ અને જાણે બીજો પ્રચેતસ હોય એવો ધનપાલ નામે કવિ હતો. તેને બે દિવસ ઉપરાંતના દહિંમાં જંતુ બતાવી જે ગુરુ મહારાજે પ્રતિબોધ પમાડ્યો, તે શ્રી મહેન્દ્ર ગુરની વાણીથી દઢ સંબંધમાં આવતાં તેણે તિલકમંજરી નામની કથા બનાવીને પૂજય ગુરુને વિનંતી કરી કે–‘આ કથાનું સંશોધન કોણ કરશે ?'
ત્યારે આચાર્ય મહારાજે વિચારીને આદેશ કર્યો કે “તારી કથાનું શ્રી શાંતિસૂરિ સંશોધન કરશે.” એમ સાંભળતાં તે ધનપાલ કવિ પાટણમાં આવ્યો. - હવે તે અવસરે સૂરિતત્ત્વના સ્મરણમાં તત્પર એવા આચાર્યદેવ તે સમયે મઠ-ઉપાશ્રયમાં ધ્યાનલીન હતા. એટલે તેમની રાહ જોઈ બેસી રહેલ ધનપાલ કવીશ્વર, નૂતન અભ્યાસી શિષ્ય આગળ એક અદ્દભુત શ્લોક બોલ્યો. તે આ પ્રમાણે–
"खचरागमने खचरो हृष्टः खचरेणांकितपत्रधरः ।
ઘરવાં ઘરતિ વરમુa ! રવ પથ” I ? / એ શ્લોક બોલતાં કવિએ જણાવ્યું કે તે મુનિ! જો આનો અર્થ જાણતા હો, તો કહી બતાવો.” એટલે કવિનું વચન સાંભળતાં તે પંડિત શિર્વે વિને કષ્ટ તે શ્લોકની વ્યાખ્યા કરી બતાવી. જે સાંભળી હર્ષ પામતાં ધનપાલ કવિએ કહ્યું કે “આ તો શું માત્ર છે ? શ્રી શાંતિસૂરિના હાથનો પ્રભાવ ભારે દેખાય છે.” પછી તેણે મેઘ સમાન પ્રખર ધ્વનિથી ત્યાં સર્વજ્ઞ અને જીવની સ્થાપનાનો ઉપવાસ રચ્યો. તેવામાં ગુરુમહારાજ આવીને સિંહાસન પર બિરાજમાન થયા; અને તેમણે એક પ્રાથમિક પાઠને ઉચિત એવા શિષ્યને કહ્યું કેહે વત્સ ! અત્યારે આ થાંભલાના આધારે બેસીને તે શું કર્યું ?'
ત્યારે તે બોલ્યા કે-“આ કવિએ જે કહ્યું, તે મેં બધું ધારી લીધું છે.' આથી ગુરુએ કહ્યું- તો તે કહી બતાવ.” એમ ગુરુના કહેવાથી કદાગ્રહનો સંહાર કરવામાં સમર્થ એવા તે શિષ્ય સ્પષ્ટ અને ધીર વાણીથી તે બધું કહી સંભળાવ્યું જે સાંભળતાં ધનપાલે કવિ અત્યંત આશ્ચર્ય પામીને કહેવા લાગ્યો-“આ બાલર્ષિરૂપે શું સાક્ષાતુ ભારતી-સરસ્વતી છે? માટે હે ભગવન્! બુદ્ધિના નિધાન તથા ભારે સંદેહરૂપ શૈલને ભેદવામાં વજ સમાન એવા આ સાધુને જ મારી સાથે મોકલો.
એટલે આચાર્ય બોલ્યા- પરશાસ્ત્રનો અભ્યાસ કરનાર એ શિષ્યનો અત્યારે કિલષ્ટ પ્રમાણશાસ્ત્રો ભણવાનો સમય છે, જો શાસ્ત્રસમુદ્રનું પાત્ર હોય તો વાદીઓ કલ્લોલિત થાય છે. તેથી એને અભ્યાસથી રહિત ન કરવો, એવી અમારી ઇચ્છા છે.”
ત્યારે સિદ્ધસારસ્વત તે કવીશ્વર કહેવા લાગ્યો કે– હે ભગવન્! આપ આપના ચરણ-કમળથી માલવદેશને અલંકૃત કરો.”
એમ સાંભળતાં ગુરુ બોલ્યા- “આ સંબંધમાં જો તમારો વધારે આગ્રહ હોય, તો પ્રધાન આચાર્યસહિત શ્રી સંઘની સદા અનુમતિ લેવાની જરૂર છે.” પછી શ્રી સંઘની અનુમતિથી મોટા પરિવારયુક્ત એવા ભીમરાજાના