________________
શ્રી પ્રભાવક ચરિત્ર
એ પ્રમાણે હે સજ્જનો ! શ્રીવીરસૂરિનું પ્રસિદ્ધ ચરિત્ર તમો શ્રવણ કરો; કે જેથી મહાનંદ-સુખને પ્રગટ કરનાર શ્રીસમ્યક્ત્વલક્ષ્મી તમને વરવાને ઉદ્ધૃષ્ઠિત થાય.
242
શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રી રામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચાર પર લેતાં શ્રીપ્રદ્યુમ્ન મુનીશ્વરે સંશોધન કરેલ, શ્રીપૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રીવીરસૂરિના ચરિત્રરૂપ આ પંદરમું શિખર થયું.
તે આ નવીન પ્રદ્યુમ્ન (કામ) જય પામી કે જે શિવ (કલ્યાણ) ના સહચારી હતા, વળી જેમણે પોતાના પ્રગટ રિપુરૂપ સંતોષને અતુલ પ્રીતિ અનેં રતિ પણ આપી દીધી. વળી શુભ ધ્યાનના ઉપાયરૂપ જે કવિત્વના ચુર્ણાદિને અમૃતચિ (ચંદ્ર) સમાન માનતા હતાં, તથા મદાદિકનો જેણે સર્વથા પરિહાર કર્યો હતો.
૧. પ્રીતિ અને રતિ બંને કામદેવની સ્ત્રીઓ કહેવાય છે.