________________
શ્રી પ્રભાવક ચરિત્ર
તેજને સહન ન કરી શકવાથી આચાર્ય દ્વાર પાસેની પૂતળીની પાછળ શિખર આડે અદશ્ય રીતે છુપાઈ રહ્યા. ત્યાં ત્રણ ગાઉ ઉંચા, એક યોજન વિસ્તૃત તથા પ્રથમ ચક્રવર્તી શ્રી ભરતરાજાએ કરાવેલ ચાર દ્વારયુક્ત મહાચૈત્યને જોઈ અને શાસ્ત્રમાં બતાવેલ પ્રમાણ અને વર્ણયુક્ત પ્રતિમાઓને જોતાં શ્રી વીરમુનિએ એક એક નમસ્કારના સ્મરણ સાથે પ્રમોદપૂર્વક પ્રણામ કર્યા. પછી પ્રભાવના-મહિમા કરવાની ઇચ્છાથી ત્યાંની નિશાનીરૂપે, દેવતાઓએ ચડાવેલ ચોખાના પાંચ છ દાણા તેમણે લઈ લીધા. રાત્રિના પ્રથમ પ્રહરે તે તીર્થયાત્રા નિમિત્તે ચાલ્યા હતા અને બીજા પ્રહરની એક ઘડી જતાં પ્રથમની જેમ તે પાછા આવ્યા. ત્યાં સુગંધિ અક્ષતના પરિમલથી સુમનસ-દેવોથી વ્યાપ્ત સૌધર્મ વિમાનની જેમ ઉપાશ્રય સુગંધિ બની ગયો. ત્યારે મુનિઓએ પૂછતાં ગુરુ કહેવા લાગ્યા—અષ્ટાપદ પર્વત પર દેવોને વંદન કરો.' એ વાત તેમણે શ્રી સંઘને નિવેદન કરતાં તે ચૈત્યમાં એકત્ર થયો અને એ આશ્ચર્ય સંઘે રાજાને જણાવ્યું, તેથી તે પણ કૌતુકથી ત્યાં આવ્યો. અને ગુરુને બોલાવીને તેણે નિશાની પૂછી ત્યારે ગુરુ પુનઃ કહેવા લાગ્યા કે— વે धउला बे सामला बे रत्तुप्पलवन्न
1
मरगयवन्ना दुन्नि जिण सोलस कंचनवन्न ॥ શ્ II नियनियमाणिहिं कारविय भरहि जि नयणाणंद ।
ते मइं भाविहिं वंदिया ए चउवीस जिणंद " ॥ २ ॥
240
એટલે—બે શ્વેત, બે શામળા, બે રક્તકમળ સમાન વર્ણવાળા અને સોળ કંચન સમાન વર્ણવાળા, પોતપોતાના પ્રમાણથી ભરત રાજાએ કરાવેલ તથા નયનને આનંદ ઉપજાવનાર એ ચોવીશે જિનેશ્વરોને મેં ભાવથી વાઘાં છે.'
ત્યારે રાજા બોલ્યા—‘તમે પોતાના ઇષ્ટ દેવનું સ્વરૂપ કહેવામાં કુશળ છો, પણ તેથી અમને તેની પ્રતીતિ થતી નથી, માટે બીજી કંઈક નિશાની કહો.' એટલે વર્ણમાં તેમજ પરિમલના ગુણથી અસાધારણ એવા અપૂર્વ અક્ષતો તેમણે લોકો સમક્ષ બતાવ્યા. તે અક્ષત બાર અંગુલ લાંબા અને એક અંગુલ જાડા હતા; જે જોતાં રાજાને ખાત્રી થઈ. તુર્કોએ ભંગ કર્યા પહેલાં તે અક્ષત ઉપાશ્રયમાં હતા અને અષ્ટાપદના પ્રતિબિંબની જેમ શ્રી સંઘ તેની પૂજા કરતો હતો. એ પ્રમાણે સામાન્ય જનોને દુસ્તર એવા અદ્ભુત અતિશયોથી શ્રીમાન્ વીરગણિ આચાર્ય તે વખતે જગતને પૂજનીય થઈ પડ્યા.
એકવાર રાજાએ એકાંતમાં પોતાના વીર નામના મંત્રીને કહ્યું કે—‘શાસ્ત્રોક્ત ન્યાયથી રાજ્ય ચલાવતાં અને પંડિતોને આશ્રય કરવા લાયક તથા વચનસિદ્ધ એવા ગુરુ અને મંત્રી બંને વીર મારા મનની પીડાને દૂર કરનાર હોવા છતાં એક ચિંતારૂપ જ્વર મને મહાસંતાપ ઉપજાવે છે. તે સાંભળીને તમે તેનો પ્રતીકાર કરો. એ વાત હું કોઈ આગળ કહી શકતો નથી.'
એ પ્રમાણે સાંભળતાં વીર મંત્રીશ્વર બોલ્યા કે—અે સ્વામિન્ ! મને આદેશ કરો, હું આપનો સેવક છું, તો શું હું વિપરીત કરવાનો છું ?’
ત્યારે રાજાએ જણાવ્યું કે—‘મારા અંતઃપુરની રમણીઓ વિદ્યમાન છતાં તેમનો ગર્ભસ્ત્રાવ થાય છે, તો તેનો તમે પ્રતીકાર કરો.' એમ રાજાની આજ્ઞા થતાં મહામંત્રીએ એ વાત શ્રીવીરસૂરિ આગળ નિવેદન કરી.