________________
શ્રી વીરસૂરિ ચરિત્ર
[239
તો મારા કરતાં પણ શક્તિમાન છો. હું દૂર રહીને જોયા કરું છું, પણ તમારો પરાભવ કરવાને સમર્થ નથી.' અગ્નિની જેમ આ રેખાકંડ જાજ્વલ્યમાન લાગે છે, તેથી પુરષ શંકિત થઈ જાય છે. તમારી આ તપશક્તિથી સંતુષ્ટ થયો છે, માટે મનોવાંછિત માગી લ્યો. કલ્પવૃક્ષની જેમ હું કાલક્ષેપ વિના તે પૂર્ણ કરીશ.”
એ પ્રમાણે સાંભળતાં પંચપરમેષ્ઠીનું ધ્યાન પારીને વીર મુનિ કહેવા લાગ્યા કે –“સર્વ સંગના ત્યાગી અમે કંઈ પણ ઈચ્છતા નથી. એટલે વ્યંતરે કહ્યું–‘તથાપિ મારી ભક્તિની ખાતર કંઈક લ્યો.'
ત્યારે મુનિ બોલ્યા-‘તારું પણ આયુષ્ય નશ્વર છે, હિંસા કરીશ નહિ. કારણ કે જીવહિંસા એ દુર્ગતિનું મૂળ કારણ છે. વળી તે જે ગર્વયુક્ત તારો પૂર્વનો વૃત્તાંત સંભળાવ્યો, તેથી મને હર્ષ નથી. તેમ મહાદાનમાં જે તે તારી શક્તિ બતાવી, તેથી પણ મને કાંઈ આશ્ચર્ય નથી, પરંતુ પ્રાણીઓને અભયદાન આપવું, તે સર્વ કરતાં ઉત્તમ છે.'
એટલે તે હર્ષથી કહેવા લાગ્યો-“આપનું વચન સત્ય છે, તેમ હું પણ એ સમજું છું, તથાપિ મારો પરિવાર સ્વેચ્છાચારી છે, તેમને આવું જ પ્રિય લાગે છે. અમૃતની વૃષ્ટિ સમાન તમારા વચનથી મને ભારે સંતોષ થયો છે. માટે પ્રાસાદની ભૂમિકામાં હું જીવરક્ષા કરાવીશ.” એટલે શ્રી વીરમુનિએ જણાવ્યું કે–આ વચન રાજાના જાણવામાં આવવું જોઈએ, કે જેથી આપણા બંનેનો વૃત્તાંત પુણ્યનિમિત્તે યાવચંદ્ર પ્રવર્તમાન રહે.'
એ અરસામાં અણહિલપુરમાં શ્રી ચામુંડરાજ નામે નવીન ચક્રવર્તી રાજા હતો. એટલે વિરપાનાથે પોતે જ પ્રધાન પુરુષો મારફતે તે જીવરક્ષાની બાબત રાજાને જણાવી. જેથી તે પ્રમોદપૂર્વક ત્યાં આવ્યો. કારણ કે સત્કર્મ કરવાની કોને મહેચ્છા ન હોય? પછી રાજાએ જીવરક્ષાને માટે તે દેવના શાસનનો સ્વીકાર કર્યો ત્યારબાદ શ્રી વીરમુનિને રાજાએ પુનઃ ત્યાં બોલાવતાં તે આવ્યા અને તે ધીર અણહિલપુરમાં અજ્ઞજનોને પ્રતિબોધ આપવા લાગ્યા. ત્યાં શ્રીવર્ધમાનસૂરિ મહર્ષિએ સંઘ સમક્ષ મોટા ઓચ્છવપૂર્વક તેમને આચાર્યપદે સ્થાપન કર્યા. વળી ત્યાં શ્રી વીરપ્રભુની ભક્તિથી વલભીનાથ પોતે પ્રત્યક્ષ થઈને તેમની આગળ બેસીને ધર્મવ્યાખ્યાન સાંભળતો હતો; પરંતુ પોતાના ક્રીડાપ્રિય સ્વભાવ હોવાથી સલક્ષણ પુરુષ જોવામાં આવતાં તેના દેહમાં ઉતરીને તે તેને પીડા ઉપજાવ્યા વિના ક્રીડા કરતો હતો. એ પ્રમાણે જાણતાં શ્રી વીરસૂરિ તેને કહેવ લાગ્યા કે હે વ્યંતરાધીશ ! તું એ ક્રીડા કરે છે, તે યોગ્ય નથી. કારણ કે મનુષ્યો તારી એ ક્રીડાને સહન કરી શકતા નથી.” એમ ગુરુએ નિષેધ કરવાથી તે તેમ કરતાં નિવૃત્ત થયો, અને પુનઃગુરુને તે કહેવા લાગ્યો કે—“હે ભગવન્! મારા સંતોષનું તમને કાંઈ ફળ મળતું નથી.” ત્યારે આચાર્ય આનંદથી બોલ્યાજૈન ભવનથી ઉન્નત એવા અષ્ટાપદ પર્વત પર જવાની તારી શક્તિ છે ?'
એટલે તે બોલ્યો “હે પ્રભો ! ત્યાં જવાની શક્તિ તો છે, પરંતુ ત્યાં સ્થિતિ કરવાની શક્તિ નથી. કારણ કે ત્યાં વ્યંતરેંદ્રો મહાબલિષ્ઠ છે, તેથી તેમનું તેજ સહન કરવાને અસમર્થ એવો હું ત્યાં રહી શકતો નથી, તેમ છતાં તમને મહતુ કૌતુક હોય, તો એક પ્રહર સુધી હું ત્યાં રહીશ; હે મિત્રગુરુ ! તે કરતાં અધિક વખત જો તમે રહેશો, તો અહીં પાછા આવી શકવાના નથી. આ મારું કથન સર્વીશે સત્ય છે.”
ગુરુએ એ વાતનો સ્વીકાર કર્યો, એટલે વ્યંતરે એક ધવલ વૃષભ વિકર્યો અને મુનિને તેના પર બેસાડ્યા. તે વખતે ગુરુએ મસ્તક પર વસ્ત્ર બાંધી લીધું હતું. પછી તે વૃષભ આકાશમાર્ગે ગમન કરતાં ક્ષણવારમાં ત્યાં તીર્થપર પહોંચ્યો. એટલે ચૈત્યના દ્વાર પાસે તેણે મુનિને વૃષભ પરથી નીચે ઉતાર્યા, પછી ત્યાં રહેલ દેવતાઓના