________________
238
શ્રી પ્રભાવક ચરિત્ર
દેવને નમસ્કાર કેમ કરતો નથી ?' એટલે મેં રાજાને જણાવ્યું કે-“હે રાજનું ! ન નમવાનું કારણ હું તને સ્પષ્ટ કહું છું સાંભળ–આ શિવ શક્તિ (પાર્વતી) યુક્ત હોવાથી મને જોઈને તે લજ્જાને લીધે નીચે મુખ કરી દેશે. કારણ કે એવા પ્રસંગે પુરુષથી પુરુષ લજ્જા પામે છે. વળી દેવ એવી સ્થિતિમાં છતાં સામાન્ય લોકો તેને નમે છે. તે લોકો તો પશુ જેવા છે, તો તેને લજ્જા શેની આવે ? તેમ વળી મારા મનમાં આ સંબંધી એક મોટું કૌતુક છે કે હું પ્રણામ કરતાં એને કંઈ ઉત્પાત થાય તો તેનો દોષ મારા પર આવે.” એ પ્રમાણે કહીને હું મૌન રહ્યો. ત્યાં રાજા કહેવા લાગ્યો કે–“અહો ! પરદેશી લોકો બોલવામાં ભારે ચાલાક હોય છે, ચર્મ દેહધારી પુરુષ પોતાને દેવસમાન માને છે તે જ્ઞાનીઓને હાસ્ય જેવું અને બાળકોને છેતરવા જેવું છે. હવે જો તારામાં કોઈ એવા પ્રકારની શક્તિ હોય, તો તે બતાવ, આ કામમાં અમે તારો લેશ માત્ર દોષ નહિ ગણીએ, અને તેને માટે સમસ્ત નગર સાક્ષી છે.”
એ પ્રમાણે રાજાનું કથન સાંભળતાં હું જેટલામાં પાસે આવીને નમસ્કાર કરું છું, તેવામાં લોકોના દેખતાં તડાક દઈને લિંગ ફૂટ્યું. એટલે ભયથી સંબ્રાંત લોચનવાળા તથા બાળકની જેમ કંઠનો રોધ થંવાથી અવ્યક્ત ઉચ્ચાર કરતા રાજાને મેં કહ્યું કે- ચિરકાલથી આ લિંગનું અર્ચન કરવાના ક્લેશથી દૂભાયેલ એવા તે મને ઉત્તેજન આપવાના દંભથી વૈર ઉપાર્જન કર્યું.’ એમ સાંભળતાં મારા પગમાં પોતાનું મસ્તક મૂકી મને મનાવવા, માટે પરિવાર સહિત તે રાજા કહેવા લાગ્યો કે તું જ અમારો દેવ છે, તારે લીધે જ આ તીર્થ રહેવાનું છે. નહિ તો તેનો ઉચ્છેદ જ થઈ જાય. તું જ દેહધારી શિવ છે અને અન્ય તો પાષાણ રૂપ જ છે.' એમ તેણે કહેતાં મેં લિંગને યોગપટ્ટથી બાંધી દીધું. ત્યાં બે ભાગે સાંધેલ તે લિંગ અદ્યાપિ પૂજાય છે. પછી મહાબોધ નગરમાં બૌદ્ધોના પાંચસો મઠો હતા, તેમને મારા સામર્થ્યથી જીતીને ભગ્ન કર્યા. વળી એવી મારી પ્રતિજ્ઞા છે કે સામે આવે તેનો અવશ્ય વિજય કરવો. શંભના ભયથી મહાકાલ તો મારા એક ખૂણામાં પડ્યો છે. સોમેશ્વરનો જય કરવા હું ચાલીને અત્રે આવ્યો છું. એટલે તે ભય પામી બ્રાહ્મણ રૂપે અહીં આવીને મને મળ્યો,. અને કહેવા લાગ્યો કે–આ દારૂણ અને પવિત્ર ક્ષેત્ર મેં મહા-ઉદયને માટે તને આપ્યું. માટે જો તું આપવાને સમર્થ હોય તો માગું.
ત્યારે મેં કહ્યું- હું યાચકોને યથેષ્ટ રાજય, અન્ન કે સુવર્ણ તેમજ ધનના ઘડા, મુડા કે લાખો ટકા આપવાને સમર્થ છું.”
એટલે તે બ્રાહ્મણ બોલ્યો તો મને કંઈક આપ.' આથી તેને કહ્યું–‘માગી લે.' તે બોલ્યો તો હવે સાંભળો–“હે મહાબલ ! આ ક્ષેત્રમાં સ્થિર થઈને તું સ્થિતિ કર ! એમ સાંભળતાં હું જેટલામાં જ્ઞાનથી જોઉં છું, તો તે શંકર, બલિરાજાને વામનની જેમ વૃદ્ધ બ્રાહ્મણના વેષે ભયને લીધે મને સોમનાથ છેતરવા આવ્યો. પછી મેં તેને કહ્યું કે–“મને કંઈ પણ દંડ આપ, કે જેથી મારી સત્ય પ્રતિજ્ઞા થાય, નહિ તો અહીં રહેતાં પણ હું તને વ્યથાકારી થઈ પડીશ. ત્યારે તે બોલ્યો – હું કાંઈ તારી પાસે ગર્વ કરતો નથી, માટે મારું વચન સાંભળ–મારી યાત્રા તે પૂર્ણ કરી શકે કે જે તારા દર્શન કરે, નહિ તો તે યાત્રા અર્ધ ફલવતી થાય.” એમ કહીને તે પોતાને સ્થાને ચાલ્યો ગયો. અદ્યાપિ તે તે જ પ્રમાણે વર્તે છે. મારા વચનનું કોણ ઉલ્લંઘન કરે ? ત્યારથી આ ગામ સ્થિર એવા નામથી પ્રખ્યાત થયું. કારણ કે મારા અને શંભુના વચનની સ્થિરતા કાંઈ દુર્લભ નથી. એ પ્રમાણે મારી શક્તિ મનુષ્યો કે દેવોએ પણ અલિત કરી નથી, પરંતુ તમે શ્વેતાંબર