________________
શ્રી વીરસૂરિ ચરિત્ર
237
એટલે ગુરુ બોલ્યા હું તો હવે પરભવનો પથિક થવાનો છું, પણ અંગની મહાવિદ્યા તને પોતાની મેળે આવડી જશે, તેનો અર્થ હું તને સત્વરે જણાવીશ અને તેનું પુસ્તક, થારાપદ્ર નગરમાં શ્રી ઋષભદેવના ચૈત્યમાં આવેલ શુકનાશ સ્થાનમાં છે, તે લઈને તું વાંચજે.' એમ કહી ગુરુ મહારાજે વીરને આદરપૂર્વક દીક્ષા આપી અને ત્યાં ત્રણ દિવસ રહેતાં તે ગ્રંથનો અર્થ બતાવ્યો. પછી શ્રી વિમલગણિ વિમલાચલ તીર્થ પર ગયા અને ત્યાં શ્રી ઋષભસ્વામીને વંદન કરી, તેમનું એકમને ધ્યાન લગાવી, પાપરૂપ માતંગને મારવામાં કેસરી સમાન એવા તે ગુરુ અનશનથી દેહનો ત્યાગ કરીને સ્વર્ગે ગયા.
પછી શ્રી ગુરુની આજ્ઞા પ્રમાણે તે નગરમાં ગયા અને તેમણે ગુરુએ બતાવેલ સ્થાને શ્રાવકો પાસેથી પુસ્તક મેળવ્યું. એટલે ગણિવિદ્યાની સાથે તેમણે ત્યાં અંગવિદ્યાનો અભ્યાસ કર્યો. તેના પ્રસાદથી તે મહા તપસ્વી ઉગ્ર શક્તિને ધારણ કરનારા થયા. વળી પ્રાચીન પુણ્યના યોગે તેમનો પરિવાર પણ થયો. આ વખતે શ્રી વીરગણિએ અજ્ઞજનોને બોધ આપવાનો નિયમ ધારણ કર્યો. . - હવે અણહિલપુર તરફ વિહાર કરવાને ઈચ્છતા શ્રીવીરગણિ વિરૂપાનાથ નામના વ્યંતરથી અધિષ્ઠિત એવા સ્થિરા ગામમાં આવ્યા. તે વ્યંતરાધિપનું વ (બ) લભીનાથ એવું બીજું નામ હતું. તે રાત્રે દેવગૃહમાં સુતેલ માણસને મહારોષ લાવીને મારી નાખતો હતો. તેને બોધ આપવા માટે ત્યાં જમીન પર ગણિવિદ્યાના - બળે સાડા ત્રણ હાથ પ્રમાણ કુંડાળું કરી ત્યાંના લોકોએ નિવાર્યા છતાં મહા તેજસ્વી એવા વીરગણિ આસન લગાવીને રહ્યા. કારણ કે અખંડવ્રતધારી તે એવા ભયથી ડરતા ન હતા. વળી ઝંઝાવાતથી મેરુ પર્વતની જેમ વિક્નોની અવગણના કરતા અને શરીર તેમજ મનને વિષે પણ નિષ્ક્રપ એવા તે કાયોત્સર્ગ-ધ્યાનમાં રહ્યા. એવામાં બલભીનાથ પોતે કિલકિલ ઘોર ગર્જનાથી બાહ્યજનોને ભય પમાડતો ત્યાં આવી પહોંચ્યો, અને તેમને ભય પમાડવા માટે સુરેંદ્રની સાથેનો જાણે વૈરભાવ યાદ આવ્યો હોય તેવા જંગમ પર્વતો સમાન પ્રથમ તેણે હાથીઓ વિકવ્ય, છતાં સમુદ્ર જેમ મર્યાદાને ન ઓળંગે તેમ ઉંચા નીચા શુંડાદંડોથી તે ભયંકર છતાં તેમની રેખાને ઓળંગી ન શક્યા. પછી દૃષ્ટિ થકી વિષજવાળાને બહાર કાઢતાં અને અન્ય પ્રાણીઓને ભસ્મીભૂત કરતા અને આમતેમ ચાલતા એવા ગર્વિષ્ઠ સર્પો વિકવ્ય. એટલે તે પણ રેખાને ઓળંગી શક્યા નહિ, આથી તે વિલક્ષ બનીને વિચારવા લાગ્યો કે–“આ મુનિનો મહિમા અસાધારણ લાગે છે. પછી તેણે ભયંકર રાક્ષસોના રૂપ બનાવ્યા, તે પ્રતિકૂલ છતાં તેમને ક્ષોભ પમાડી ન શક્યા. એટલે તે વ્યંતર તેમને અનુકૂળ ઉપસર્ગ કરવા લાગ્યો. તેણે તેમના માતાપિતા અને સ્ત્રી આઠંદ કરતા બતાવ્યા, છતાં મોહ પર્વતને ભેદવામાં વજ સમાન તે તત્ત્વજ્ઞ મુનિએ તેમની દરકાર ન કરી. કારણ કે તે વીર રૂપ અગમ્ય ઋષિએ દક્ષિણ દિશાનો આશ્રય કર્યો હતો, સત્ત્વ વડે વીર અને તપોનિધાન દેવતાથી પણ ચલાયમાન થાય તેમ ન હતા. એવામાં તે વીરગણિને જોવાને માટે કૌતુકથી જ સૂર્ય ઉદયાચલ પર આવ્યો. ત્યારે દેવ નિરાશ થઈ, અનેક પર્વત સમાન સત્ત્વશાળી અને પરાક્રમના નિધાન એવા તે તપોનિધાન મુનિને પ્રત્યક્ષ આવીને કહેવા લાગ્યો કે પૂર્વે મેં ઘણા દેવ મનુષ્યોનો માનભંગ કર્યો છે, પરંતુ તમારા વિના કોઈએ મારી સ્કૂલના કરી નથી.’
એમ કહીને તે પુનઃ કહેવા લાગ્યો કે-પૂર્વ દિશામાં આવેલ ડક્કરી નગરીમાં ભીમેશ્વર નામના શિવાલયમાં આવતાં હું તેના લિંગને પ્રણામ કર્યા વિના બેઠો અને તેના જળધાર પર પગ રાખીને ક્ષણવાર ત્યાં સુઈ ગયો. એવામાં રાજા ત્યાં આવ્યો અને વિસ્મય પામીને તેણે મને પૂછ્યું કે તું અજ્ઞાન કે શક્તિથી