________________
શ્રી
શ્રી વીરસૂરિ ચરિત્ર
235
વીરસૂરિ ચરિત્ર
આંતર રિપુનો નાશ કરનાર, દુષ્કર્મ રૂપ ગજ સમુહને હઠાવનાર તથા સુવર્ણ સમાન તેજસ્વી વર્ણવાળા એવા શ્રી વીરસૂરિ સ્વપર અન્વય-વંશને વિભૂષિત કરનાર થાઓ. શ્રી ધી (વી)ર ગણિ સ્વામી તમારું રક્ષણ કરો કે જેમની ભક્તિથી કષાયાદિ શત્રુઓ આવીને પરાભવ ન પમાડી શકે. જેમના ઉપદેશામૃતના પાનથી વિબુધો (પંડિતો) વિબુધો (દેવો) જેવા બની ગયા, સ્વ-૫૨ના ઉપકાર માટે તે શ્રી વીરસૂરિનું ચરિત્ર હું કહું છું.
શ્રીમાલ નામે નગર કે જ્યાં ઉદ્યાનનાં વૃક્ષોથી દૂર કરાયેલ સૂર્ય, પૂર્વ-પશ્ચિમ પર્વતોનો આશ્રય કરે છે. વળી જ્યાં લોકો પ્રીતિરસમાં પૂર્ણ હતા અને જ્યાં સરોવરો કમળરહિત ન હતા. ત્યાં ધૂમરાજના વંશમાં ઉત્પન્ન થયેલ, મહીમંડળરૂપ કુમુદને આનંદ પમાડનાર અને ન્યાય રૂપ મહાસાગરને ઉલ્લાસ પમાડનાર એવો દેવરાજ નામે રાજા હતો. વળી ત્યાં શિવનાગ નામે વણિક કે જે સુજ્ઞ અને અગ્રેસર હતો તથા જેના મંત્રોથી પ્રચંડ .સર્પોનું વિષ દૂર થતું હતું. જૈન ધર્મમાં દૃઢ અનુરાગ ધરાવનાર તેણે શ્રીધરણ નામના નાગેંદ્રને આરાધ્યો, જેથી તેણે સંતુષ્ટ થઈને સર્વ સિદ્ધિને ક૨ના૨ તથા જાપ કે હોમાદિક વિના સઘ વિષને દૂર કરનાર એવો મંત્ર તેને આપ્યો કે જે મંત્ર પુણ્યહીન જનોને દુર્લભ તથા ફુંક અને હાથના સ્પર્શમાત્રથી આઠ નાગકુલોના વિષનો નાશ કરતો હતો. એટલે તે શ્રેષ્ઠીએ તે મંત્રની રચના અને પ્રભાવયુક્ત એક સ્તવન બનાવ્યું કે જે ધરણોરગેંદ્ર એવા નામથી પ્રસિદ્ધ થયું અને સ્મરણ માત્રથી જે ઉપદ્રવને દૂર કરતું હતું. તે શેઠની યથાર્થ નામવાળી પૂર્ણલતા નામે કાંતા હતી કે જે ધર્મવૃક્ષના આશ્રયયુક્ત, કુળરૂપકંદ, વચનરૂપ પત્ર, યશરૂપ પુષ્પ અને લાવણ્યરૂપ ફળયુક્ત હતી. તેમનો શ્રી વીર નામે પુત્ર કે જે રત્નદીપ સમાન તેજસ્વી, અક્ષય પ્રકાશથી અંધકાર-અજ્ઞાનનો નાશ કરનાર તથા સાક્ષાત્ દિવસ જેવો હતો. વળી જેના સુમનપણાથી કોટિધ્વજના મિષે ધ્વજાઓ ઉંચે જ ઉછળતી હતી. તે વીર કેમ નહિ ? તે જાણે સાત સમુદ્રોના અમૂલ્ય રત્નોથી વિભૂષિત સાક્ષાત્ લક્ષ્મીઓ હોય તેવી સાત વ્યર્વહારીઓની કન્યાઓ પરણ્યો હતો.
એકવાર પિતા મરણ પામતાં વૈરાગ્યને લીધે વી૨ પર્વને દિવસે હંમેશાં સત્યપુરમાં શ્રીવીર પ્રભુને વંદન કરવા જવા લાગ્યો. એક વખતે જતાં તેને, લતાને શુષ્ક પત્રો (પાંદડાં)ની જેમ દુષ્ટ ચોરોએ ઘેરી લીધો. એવામાં તેનો સાળો ત્યાંથી તરત ભાગી છુટીને શેઠના ઘરે આવ્યો. ત્યાં લોકોના મુખથી તે હકીકત સાંભળવામાં આવતાં વીરની માતા અધીરાઈથી ઘરના દ્વાર આગળ આવીને ઉભી રહી. તેણે પોતાની વધૂના ભાઈને પૂછ્યું કે— ‘વીર ક્યાં છે ?’
એટલે તેણે મશ્કરીમાં જવાબ આપ્યો કે—‘સત્ત્વહીન એ મિથ્યાવીરને ચોરોએ મારી નાખ્યો એમ સાંભળતાં તેની માતા તે જ સ્થાને પ્રાણરહિત થઈ ગઈ. અહો ! પુત્ર પ્રત્યે માતાનું અસાધારણ વાત્સલ્ય વચનાતીત હોય છે. પિતા, ભ્રાતા, કલાચાર્ય કે મિત્ર અથવા અન્ય કોઈ ઉપકારીના ઋણથી કદાચ છૂટી શકાય, પણ માતાના ઋણથી તો કોઈ રીતે છુટી જ ન શકાય.