________________
શ્રી પ્રભાવક ચરિત્ર
કરાવવાના હતા ? જેમ હલતો દાંત સ્વાદમાં વિઘ્ન ક૨ના૨, લોચન વગેરે શરીરના વિકાસને દૂષિત કરી ચાંદાવગેરેની વેદના ઉપજાવે છે, તેમ પુણ્યહીન કુશિષ્યો આત્મવિકાસને અટકાવનારા, તે કેવળ ગુરુના દ્રોહી હોય છે. હે પ્રભો ! મળવાના બહાને મને કેવળ બોધ આપવા માટે તમે અહીં બોલાવ્યો, તથા શ્રીહરિભદ્રસૂરિનો ગ્રંથ મારા હાથમાં આપ્યો. હવે કુશાસ્ત્ર સંબંધી મારો ભ્રમ ભાંગી ગયો છે, માટે આપને વિનંતી કરું છું કે— આ આપના કુશિષ્યની પીઠ પર આપનો પાવન હાથ સ્થાપન કરો. તેમજ દેવ, ગુરુની અવજ્ઞાથી લાગેલા મહાપાપનું આજે પ્રાયશ્ચિત્ત આપો કે જેથી આપની કૃપાથી મારી દુર્ગતિનો ઉચ્છેદ થાય.’
234
ત્યારે આનંદાશ્રુથી પોતાના ઉત્તરીય વસ્રને ભીંજાવતા તથા કરુણાના નિધાન એવા ગુરુ મહારાજ કહેવા લાગ્યા કે—‘હે વત્સ ! ખેદ ન કર. મદિરામસ્તજનોની જેમ અભ્યાસ કરેલ કુતર્કના મદથી વ્યાકુળ બનેલા લોકોથી કોણ પરાભવ પામતા નથી, હું ધારું છું કે તું છેતરાયો નથી. કારણ કે મારા વચનને તું ભૂલી ન ગયો. મદથી વિકળ થયેલ તારા વિના અન્ય કોણ પૂર્વે સાંભળેલ યાદ કરે ? તું બીજા વેષથી ત્યાં ગયો, તે તો તેમને વિશ્વાસ પમાડવા માટે હોઈ શકે પણ તેથી તારા મનમાં ભારે ભ્રાંતિ થવા પામી છે, એમ હું માનતો નથી. વળી વ્યાખ્યાનકારની પ્રજ્ઞાથી પ્રખ્યાત તથા શાસ્ત્રાર્થના રહસ્યને જાણનાર અને મારા ચિત્તને આનંદ પમાડનાર તારા જેવો શિષ્ય આ મહાન ગચ્છમાં બીજો કોણ છે ?’
એ પ્રમાણે સિદ્ધર્ષિને આનંદ પમાડી, પ્રાયશ્ચિત્ત આપીને ગુરુ મહારાજે તેમને પોતાના પદ પર સ્થાપન કર્યા, અને પોતે નિઃસંગ થઈ તે નગરની ભૂમિનો ત્યાગ કરી, પૂર્વ ઋષિઓએ આચરેલ એવા તપને માટે તેઓ અરણ્યમાં ચાલ્યા ગયા. ત્યાં કોઈ વાર ઉપસર્ગ સહન કરવાની બુદ્ધિથી કાયોત્સર્ગે રહેતા, કોઈ વા૨ નિશ્ચય દૃષ્ટિથી પ્રતિમાનો અભ્યાસ કરતા, કોઈ વાર પારણામાં માત્ર વ્રત નિર્વાહની ખાતર ક્લિષ્ટ આહાર લેતા, અને કોઈ વાર માસક્ષમણ વગેરે તપસ્યાથી તે કર્મ ખપાવવા લાગ્યા. એ પ્રમાણે દુષ્કર ચારિત્ર પાળતાં પ્રાંતે અનશન આદરીને તે સુજ્ઞ ગર્ગર્ષિ મહારાજ સ્વર્ગે ગયા.
હવે અહીં વ્યાખ્યાનકાર સિદ્ધર્ષિ સૂરિ પાંડિત્યથી સર્વત્ર પ્રખ્યાત થયા અને પોતાને પંડિત માનનાર પરશાસનનો તે જય કરવા લાગ્યા. સૂર્યની જેમ સમસ્ત શાસનનો ઉદ્યોત કરતા તે વિશેષ પરાક્રમ-તેજથી જગતને શાંતિ પમાડવા લાગ્યા. અસંખ્ય તીર્થયાત્રાદિ મહોત્સવોમાં મહાઉત્સાહ ધરાવનાર એવા ધાર્મિકજનોના હાથે શાસનની પ્રભાવના કરાવતા સિદ્ધર્ષિ આચાર્ય પરમ વચન સિદ્ધિને પામ્યા.
શ્રીમાન્ સુપ્રભદેવના નિર્મળ કુળને વિષે મુગટ સમાન, શ્રી માઘ કવીશ્વરના બંધુ તથા પ્રેક્ષાપૂર્વક પરીક્ષા કરવામાં પ્રવીણ એવા શ્રીસિદ્ધર્ષિ મુનીશ્વરનું ચરિત્ર ચિંતવીને હે ભવ્ય જનો ! કલિકાળના પ્રભાવથી કોઈ રીતે લાગેલ મિથ્યાદર્શનના કદાગ્રહનો ઉભય લોકને સાધવા માટે ત્યાગ કરો.
શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટ રૂપ સરોવરને વિષે હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્ર મુનીશ્વરે મન ૫૨ લેતાં શ્રી પ્રદ્યુમ્નાચાર્યે સંશોધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી સિદ્ધર્ષિસૂરિના વૃત્તાંતરૂપ આ ચૌદમું શિખર થયું.