________________
શ્રી સિદ્ધર્ષિસૂરી ચરિત્ર
233
પડ્યું. પરંતુ તે સિદ્ધર્ષિને પોતાના મતમાં લેવા માટે તેમને ભારે મુશ્કેલ હતું. કારણ કે અંધકારમાં ઉદ્યોત કરનાર, રત્નને પામીને મધ્યસ્થપણાનો જ આશ્રય કરે, તેમ તે મધ્યસ્થ રહ્યા. પરંતુ મત્સ્યને ધીવર (મચ્છીમાર)ની જેમ બૌદ્ધો તેવા પ્રકારના, ઉત્સાહ વધારનાર અને વૃદ્ધિ પમાડનાર વચનપ્રપંચથી સિદ્ધર્ષિને લલચાવવા લાગ્યા, એટલે તેમના આચાર વિચારમાં રસ પડવાથી તેમની મનોવૃત્તિ હળવે હળવે ભ્રમિત થવા લાગી. એમ બૌદ્ધમતમાં આસક્ત થતાં જૈન માર્ગ પર તેમનો અભાવ થઈ ગયો, જેથી તેમણે બૌદ્ધની દીક્ષા લઈ લીધી. પછી એક વખતે બૌદ્ધો તેમને ગુરુપદે સ્થાપતાં તે કહેવા લાગ્યા–“એક વાર મારે પૂર્વગુરુના અવશ્ય દર્શન કરવા એમ મેં તેમની પાસે પ્રતિજ્ઞા લીધી છે, તો સત્યપ્રતિજ્ઞા કોણ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરે ? માટે મને ત્યાં મોકલો.”
એટલે—અહો ! આ સત્યપ્રતિજ્ઞાપણું તો બહુ જ સુંદર કહેવાય' – એમ માનતા બૌદ્ધોએ સિદ્ધર્ષિને તેમના ગુરુ પાસે મોકલ્યા. એટલે ત્યાં જતાં ઉપાશ્રયમાં પોતાના ગુરુને સિંહાસન બેઠેલા જોઈને તે બોલ્યા-‘તમે ઉર્ધ્વસ્થાને શોભો છે.' એમ કહી તે મૌન રહ્યા.”
ત્યારે ગર્ચસ્વામી ચિંતવવા લાગ્યા કે–તે દુર્નિમિત્તનું આ પરિણામ આવ્યું. કારણ કે જૈનવાણી કદાપિ અન્યથા થતી નથી. અમારા પર વિષમ ગ્રહ બેઠો, કે આવો મહાવિદ્વાનું સુશિષ્ય પરશાસ્ત્રથી છેતરાયો. માટે હવે કોઈ ઉપાયથી જો એ સમજે, તો સમજાવું, અને બોધ પામે, તો અમારો ભાગ્યોદય થયો. આથી વધારે શું હોય?’ એ પ્રમાણે વિચારી, ત્યાંથી ઉઠતાં ગુરુએ તેમને આસન પર બેસાડી ચૈત્યવંદન સૂત્રની લલિતવિસ્તરા નામે વૃત્તિ આપતાં જણાવ્યું કે–“અમે ચૈત્યવંદન કરીને આવીએ, ત્યાં સુધી તમે આ ગ્રંથનું અવલોકન કરજો.” એમ કહીને ગુરુ બહાર ચાલ્યા ગયા.
હવે તે ગ્રંથને જોતાં મહામતિ સિદ્ધષિ ચિંતવવા લાગ્યા કે—“અહો ! મેં આ અવિચાર્યું અકાર્ય શું આરંભ્ય? વગર વિચાર્યું કામ કરનાર મારા જેવો બીજો કોણ મૂર્ખ હોય કે સ્વાર્થથી ભ્રષ્ટ કરનારા પરના વચનથી જે કાચને બદલે મણિ હારી બેસે ? મારા ઉપકારી તો તે એક શ્રીમાન્ હરિભદ્રસૂરિ કે જેમણે મારા માટે જ આ ગ્રંથ બનાવ્યો. મને ધર્મનો બોધ આપનારા શ્રીહરિભદ્રસૂરિ જ મારા સાચા ગુરુ છે. તેથી આ પ્રસંગે ભાવથી હું તેમને જ મારા હૃદયમાં સ્થાપન કરું છું. મને અનાગત (ભવિષ્યમાં થનાર) જાણીને જેમણે મારા માટે ચૈત્યવંદનની લલિતવિસ્તરા વૃત્તિ બનાવી. વળી કુવાસનારૂપ વિષને દૂર કરીને જેમણે મારા પર દયા લાવી
અચિંત્યવીર્યથી મારા હૃદયમાં સુવાસનારૂપ અમૃત રેડ્યું, તે શ્રી હરિભદ્રસૂરિને નમસ્કાર થાઓ. વળી હું શિષ્યાભાસ-કુશિષ્ય શું કરવાનો છું, તે જાણીને મારા ગુરુએ આ નિમિત્તે ઉપકાર કરવા માટે મને અહીં બોલાવ્યો, માટે તેમના ચરણની રજથી સદા હું મારા મસ્તકને પવિત્ર કરીશ; અને મારો દોષ કહી સંભળાવીશ. કારણ કે ગુરુ તો લોકોત્તર પુરુષ છે. આ ગ્રંથથી, મને લાગેલ બૌદ્ધમતની ભ્રાંતિ દૂર થઈ છે. શસ્ત્રઘાતથી જેમ કોદ્રવ-કોદરામાં થયેલ મીણનો ભ્રમ દૂર થાય, તેમ મારો ભ્રમ ટળી ગયો છે.”
એ પ્રમાણે સિદ્ધર્ષિ વિચાર કરે છે, તેવામાં ગુરુ બહિરભૂમિ થકી ત્યાં આવ્યા અને તેમને તે પુસ્તકમાં સંલગ્ન જોઈને ગુરુ પ્રમોદ પામ્યા. પછી ગુરુનો નિશિહિ શબ્દનો મહાઘોષ સાંભળતાં તે એકદમ ઉભા થયા અને તેમના ચરણ-કમળમાં પોતાનું શિર નમાવીને ચુંબન કર્યું-૨જ દૂર કરી. પછી સિદ્ધર્ષિ કહેવા લાગ્યા કે– હે ભગવન્! મારા પર આપનો શા નિમિત્ત મોહ છે ? મારા જેવા અધમ શિષ્યો પાછળથી શું ચૈત્યો