________________
232
શ્રી પ્રભાવક ચરિત્ર
બાલાવબોધિની વૃત્તિ કરી. દાક્ષિણ્યચંદ્ર નામે આચાર્ય તેમના ગુરુભાઈ હતા, તેમણે શૃંગારપૂર્ણ કુવલયમાલા કથા રચી. એટલે સિદ્ધર્ષિના બનાવેલ ગ્રંથ વિષે કંઈક હાસ્ય કરતાં તે કહેવા લાગ્યા કે—‘તે જ સ્થિતિમાં આગમાક્ષરો-સૂત્રપંક્તિઓ લખી કાઢવાથી શું નવીન ગ્રંથ ગણાય? જગતમાં અત્યારે સમરાદિત્ય ચરિત્ર રૂપ શાસ્ત્ર વખણાય છે કે જેના રસ-તરંગોમાં નિમગ્ન થયેલા લોકો સુધા તૃષાને પણ જાણતા નથી. મારી કથા પણ રસાધિક્સથી કંઈક સાર રૂપ બની છે, અહો ! તમારો ગ્રંથ પુસ્તકની પૂર્તિરૂપ છે.”
ત્યારે સિદ્ધકવિ કહેવા લાગ્યા કે—તમે મારા મનને દૂભવો છો. વયોવૃદ્ધ થતાં અમારી કવિતા તો એવી થાય. સૂર્યની સાથે ખદ્યોત (ખજુઆ)ની જેમ સમરાદિત્યની કવિતામાં પૂર્વસૂરિની સાથે મારા જેવો મંદમતિ સ્પર્ધા શું કરે ?”
એ પ્રમાણે તેમણે સિદ્ધર્ષિના મનને ઉગ પમાડતાં તે પંડિત, અન્ય પુરષો જેમાં મુશ્કેલીથી બોધ પામી શકે તેવી રચનાવાળી, અને આઠ પ્રસ્તાવયુક્ત, વિદ્વાનોના શિરને કંપાવનાર, સુબોધ કરનારી અને રમ્ય એવી ઉપમિત ભવ પ્રપંચ નામની મહાકથા બનાવી. આથી તે ગ્રંથ વ્યાખ્યાનને યોગ્ય થયો, ત્યારથી શ્રી સંઘે તેમને વ્યાખ્યાનકારનું બિરુદ આપ્યું. ત્યાં તે હાસ્ય કરનાર આચાર્ય તરફ તેમણે જોયું, એટલે તે બોલ્યા કે— આવા પ્રકારની કવિતા બનાવવી, એમ મેં તમારા ગુણને માટે કહ્યું હતું.'
ત્યારે સિદ્ધષિ ચિંતવવા લાગ્યા કે જયારે મારામાં રહેલ અજ્ઞાનતાને એ આચાર્ય પણ જાણી શકતા નથી, તો મારે હજી અવશ્ય અભ્યાસ કરવાની જરૂર છે. સ્વપરના જે તર્કગ્રંથો (ન્યાયશાસ્ત્રો) છે, તેનો તો મેં અભ્યાસ કરી લીધો, પણ બૌદ્ધના પ્રમાણશાસ્ત્રો તો તેમના દેશમાં ગયા વિના શીખી શકાય તેમ નથી.' એમ ધારી બૌદ્ધના દેશમાં જવાને આતુર બનેલા શ્રી સિદ્ધર્ષિએ વિનીત વચનથી ગુરુની અનુમતિ લેતાં નિવેદન કર્યું કે- હે ભગવન્! મને અનુજ્ઞા આપો તો બૌદ્ધશાસ્ત્રનો અભ્યાસ કરવા જાઉં.' એટલે શ્રતવિધિથી નિમિત્ત જોઈને ગુરુ તે પ્રાથમિક અભ્યાસી શિષ્યને વાત્સલ્યપૂર્વક કહેવા લાગ્યા કે–“હે વત્સ ! અભ્યાસ કરવામાં અસંતોષ રાખવો એ જો કે સારું છે, તથાપિ તને કંઈક હિતવચન કહું છું–બુદ્ધિનો નાશ કરનાર શાસ્ત્રમાં પ્રાણીઓનું સત્ત્વ કંઈ ચાલતું નથી, તેથી તેમના હેત્વાભાસથી જો તારું ચિત્ત કદાચ ભ્રમિત થાય અને તેમના આગમના આદરથી તું જૈન સિદ્ધાંતથી વિમુખ થઈ જાય, તો ઉપાર્જન કરેલ પુણ્યનો તું અવશ્ય નાશ કરી બેસીશ, એમ નિમિત્તથી હું સમજી શકું છું, માટે એ વિચારને તું માંડી વાળ. તેમ છતાં ત્યાં જવાને માટે તારો ઉત્સાહ અટકતો ન હોય, અને ત્યાં જતાં કદાચ તું સ્કૂલના પામે, તો પણ મારા વચનને માન આપી એક વખત તારે અહીં આવી જવું, અને વ્રતના અંગ રૂપ રજોહરણ અમને આપી દેવું.” એમ કહીને આચાર્ય મૌન રહ્યા. એવામાં મનમાં ખેદ પામી, કાન પર હાથ રાખીને સિદ્ધર્ષિ બોલ્યા કે-“પાપ શાંત થાઓ અને અમંગલ નાશ પામો. એવો અકૃતજ્ઞ કોણ હોય? જેણે પ્રમોદ પૂર્વક મારી જ્ઞાનચક્ષુ ઉઘાડી, તો ધૂમ્ર સમાન પર-વચનથી કોણ તેની સામે પ્રતિકૂલ આચરે? વળી હે નાથ ! તમે મને છેવટનું વચન પાળવા માટે કેમ કહ્યું? કયો કુલીન પોતાના ગુરુના ચરણ-કમળનો ત્યાગ કરે ? કદાચ ધતૂરાના ભ્રમની જેમ મન વ્યાક્ષિપ્ત થઈ જાય, તથાપિ આપનો આદેશ તો હું અવશ્ય પાળવાનોજ.' એમ કહી ગુરુને પ્રણામ કરીને સિદ્ધર્ષિ અવ્યક્ત વેષને સ્વીકારી પોતાની ઈચ્છાનુસાર મહાબોધ નામના બૌદ્ધ નગરમાં ગયા, ત્યાં પોતાની કુશાગ્ર બુદ્ધિથી તેમણે વિદ્વાનોને દુર્બોધ શાસ્ત્રોનો પણ અલ્પ પ્રયાસે અભ્યાસ કરી લીધો. જેથી બૌદ્ધોને ભારે આશ્ચર્ય થઈ