________________
શ્રી સિદ્ધર્ષિસૂરી ચરિત્ર
231
ત્યારે લજ્જાથી મુખ નમાવીને તે બોલી કે–“એ જુગારી પુત્રને શિખામણ આપવા જતાં તે ચાલ્યો ગયો. આથી શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે “અહો ! સ્ત્રીઓની બુદ્ધિ ખરેખર અલ્પ હોય છે. વ્યસની પુરષ કર્કશ વચનથી નહિ, પણ હળવે હળવે સમજાવી શકાય.” પછી તેણે પત્નીને સહેજ ઠપકો આપતાં કહ્યું કે હે પ્રિયા ! તે સારું કર્યું. અમે આ સંબંધમાં તને શું કહીએ ? કારણ કે એ વણિકોને ઉચિત નથી.' એમ કહી ઘરથી બહાર નીકળીને તેણે ભારે પ્રયાસથી સમસ્ત નગર જોયું. અહો ! પુત્ર પર પિતાનો મોહ કેટલો ?
એવામાં સાધુઓના ઉપાશ્રયમાં ઉપશમ–અમૃતની ઉર્મિઓમાં ઓતપ્રોત અને અપૂર્વ સ્થિતિ કરી રહેલ પુત્રને જોતાં શ્રેષ્ઠીએ જણાવ્યું કે–“હે વત્સ ! સમતાવંત સાધુઓની પાસે તારો વાસ જોતાં પુત્રના આનંદની સ્થિતિ જાણે અમૃતમય બની હોય તેમ મને સંતોષ થાય છે, પરંતુ સદાચારથી વિમુખ અને કુવેષ ધારણ કરનારા એવા વ્યસની પુરુષોની સાથે તારી સોબત હતી, તે કેતુગ્રહની જેમ મને ભારે સંતાપ ઉપજાવતી હતી. હે વત્સ ! હવે ચાલ, તારી માતા ઉત્કંઠાથી રાહ જોઈ રહી છે. તે કંઈક મારા વચનથી દૂભાણી છે અને તારા જવાથી તેને ભારે સંતાપ થાય છે.”
ત્યારે સિદ્ધ બોલ્યો- હે તાત ! હવે ઘરે આવવાથી સર્યું. મારું હૃદય ગુરુના ચરણ-કમળમાં લીન થયું છે. કોઈ પણ જાતની અભિલાષા ન રાખતા જૈન દીક્ષા ધારણ કરીને હું સાધુમાર્ગનું સેવન કરીશ, માટે હવે તમે મારા પર મોહ રાખશો નહિ. માતાએ મને કહ્યું કે જ્યાં દ્વાર ઉઘડેલ હોય, તે સ્થાને જા.” તો સાધુઓ પાસે રહેવાનું મેં પસંદ કર્યું, અને તે વચન પણ રહ્યું. જો માતાનું વચન હું માવજીવ પાળું તો જ મારી અખંડ કુલીનતા ગણાય. હે તાત ! એ બાબતનો તમે તમારા મનમાં બરાબર વિચાર કરી લો.
એ પ્રમાણે પુત્રનું વચન સાંભળતાં શેઠ સંભ્રમથી બોલી ઉઠ્યો કે–“હે વત્સ ! આ તું શું વિચારીને બેઠો? અસંખ્ય ધ્વજાઓથી સાબિત થતું આપણું અગણિત ધન તારા વિના કોણ સાર્થક કરશે? તું તારી ઇચ્છાનુસાર વિલાસ કર અને દાન આપ, કે જેથી મને સંતોષ થાય. એમ કરતાં અને સદાચારના માર્ગે ચાલતાં તું સજજનોને
શ્લાઘનીય થઈશ. તારી માતાને તું એક જ પુત્ર છે અને તારી વહુ તો સંતાનરહિત છે, તે બંનેનો એક તું જ આધાર છે, તેમ તું વૃદ્ધ થયેલા મારી પણ અવગણના ન કર.”
એમ ષિતાએ કહ્યા છતાં તેની દરકાર ન કરતાં શમસ્થિતિને સાધનાર એવો સિદ્ધ કહેવા લાગ્યો– હે તાત ! હવે એવા લોભના વચનથી મને અસર થવાની નથી. સાંભળ્યા છતાં મારે ન સાંભળ્યા જેવાં છે. મારું મન બ્રહ્મચર્યમાં લીન થયું છે, માટે ગુરુના પગે પડીને તમે એમ કહો કે—“મારા પુત્રને દીક્ષા આપો.'
પુત્રના આવા અત્યાગ્રહથી શુભંકર શેઠને તે પ્રમાણે કરવું પડ્યું. એટલે પવિત્ર મુહૂર્ત ગુરુ મહારાજે તેને દીક્ષા આપી. પછી કેટલાક દિવસ માસપ્રમાણ તપસ્યા કરતાં શુભ લગ્ન પાંચ મહાવ્રતના આરોપણ સમયે ગુરુ મહારાજે તેને પૂર્વની ગચ્છ પરંપરા સંભળાવતાં જણાવ્યું કે હે વત્સ! સાંભળ–પૂર્વે શ્રીમાનુ વજસ્વામી હતા. તેમના શ્રી વજસેન શિષ્ય થયા અને એમના નાગૅદ્ર, નિવૃતિ, ચંદ્ર અને વિદ્યાધર એ ચાર શિષ્યો થયા હતા, નિવૃતિ ગચ્છમાં બુદ્ધિના નિધાન એવા સૂરાચાર્ય હતા, તેમનો શિષ્ય હું ગર્મર્ષિ તારો દીક્ષાગુરુ છું. તારે નિરંતર અઢાર હજાર શીલાંગ ધારણ કરવાના છે, કારણ કે ચારિત્રની ઉજવલતાનું એ જ ફળ છે.”
ગુરની એ શિક્ષા સ્વીકારતાં સિદ્ધર્ષિ ઉગ્ર તપ આચરવા લાગ્યા અને વર્તમાન સિદ્ધાંતોનો તેમણે અભ્યાસ કરી લીધો. પછી વચનવિલાસમાં સર્વજ્ઞ સમાન તથા પ્રજ્ઞાના નિધાન એવા સિદ્ધષિ મુનિએ ઉપદેશમાલાની